Abtak Media Google News

ગુજરાતમા સરકારી ખરાબાની જગ્યા તથા ગોચરની જગ્યાએ કેટલાક માથાભારે અને રાજકીયવગ ધરાવતા ઇસમોએ દ્વારા કરોડોની કિંમતની સંપત્તિ બનાવીને વેંચી કાઢી છે તો કંયાક પેશકડમી કરી પચાવી પાળવામા આવી છે ત્યારે લોધિકા તાલુકાના માખવાડ ગામ માં એક ગૌ સેવક ત્યાં હાલ માં ૧૨ વર્ષ થી રહેતા સરકારી ખરાબો માં માલ ઢોર રાખતા (૪૦ ગાયુ અને ૩૦ ભેસુ ) ત્યાં ગૌ સેવક પોતાનું ગુજરાન ચલાવી ગૌ સેવા કરતા ગરીબ માલધારી સમાજના યુવાનને જગ્યા ખાલી કરવાનો આદેશ લોધિકા મામલતદાર શ્રીએ કરતા સમગ્ર ગઠવી સમાજ માલધારી સમાજ તમામ હિન્દૂ સંગઠનો ગૌ સેવક અને ગૌ રક્ષકો સંગઠનમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો જેને લઈ આ તમામ સમાજના અગ્રણીઓ તથા ગૌ સંગઠન સંસ્થાઓએ આ યુવાનને ન્યાય અપાવવા માટે તા.૨૭/૦૨/૨૦૧૯ ના રોજ લોધિકા મામલતદાર આવેદનપત્ર આપીને રોષ વ્યક્ત કર્યો હતો

આ બાબતે માલધારી સમાજ  ગઠવી સમાજ અને દરેક હિન્દૂ સંગઠન હાજરી આપી મામલતદાર સાહેબને ન્યાય અપાવવા વિનંતી કરી હતી અને જરૂર પડ્યે ઉગ્ર આંદોલન અને ચુંટણીની બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉપચારો હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.