Abtak Media Google News

ઘાસના ખુલ્લા મેદાનો કે ગાર્ડનમાં કે આપણાં ઘરનાં ટેરેસગાર્ડનમાં રંગબેરંગી પતંગિયા જોવા મળે છે. આ બાળકોને ખુબ જ પ્યારા છે. અર્થાત બહુ જ ગમે છે. આમતેમ ઉડતાને ફૂલોપર બેસતા નયનરમ્ય પતંગિયા તેમની સુંદરતા લક્ષણો વિગેરેને કારણે રોચકતાથી ભરેલ જંતું છે.

બટરફલાઇ, લેપિડોપ્ટેરો નામ કે એક જંતુ છે. તેમની સુંદર પાંખો નવરંગી કલરો સૂર્ય પ્રકાશે ચળકાર લગાવે છે. ઘણીવાર આપણે પકડી ત્યારે સાવ શાંત થઇ જાયને હથેલીને ખુલ્લી મુકો કે અવકાશે ઉડવા લાગે છે. પ્રકૃતિ સાથે નજીકનો સંબંધ પતંગિયાને છે. તેની અલગ અલગ પ્રજાતિઓમાં તે કદમાં નાના મોટા હોય શકે છે. તેમને પગની ત્રણ જોડી અને લાંબી સુંઢ જેવી તેની તુંડ હોય છે. તે છોડ-ફૂલઉપર પરાગરજના વાહક છે. તેના વિવિધ રંગો બાળથી મોટેરાને આકર્ષે છે. તમે એને નજીકથી જોવો તો કુદરતની કરામતનો ખ્યાલ આવે છે.

પતંગિયા એન્ટાર્કટિકા સિવાય વિશ્વનાં તમામ ખુણામાં જોવા મળે છે. આ જંતુનું આયુષ્ય ખૂબ જ ટુકું હોય છે. તે ફૂલ-વૃક્ષો, ફળો વિગેરેના રસ ચૂંસે છે. ઋતુચકોની સાથે તે તેના જીવનક્રમમાં પણ બદલાવ લાવે છે. અમુક બટર ફલાયનો ખુલ્લા ઘા માંથી લોહી પણ પીવે છે. આ પ્રજાતિ ઢોર-આસપાસ વધુ જોવા મળે છે.

પુખ્ત માદા વૃક્ષોના પાંદડા ઉપર ઇંડા મૂકે છે. કેટલાંક જમીનમાં ઇંડા દાટી દે છે. તેમનામાં લાળ ઉત્પન કરવાની વિશિષ્ટ ક્ષમતા હોય છે. જંતુના જન્મ પછી તેના શરીર વિકાસના કમિક તબકકે ઇંડામાંથી બહાર આવતાં પતંગિયા પ્રથમ ઉડાન ભરે છે. પુરાતત્વીય શિલ્પકૃતિમાં જોવા મળતાં પતંગિયા સૌથી પ્રાચિન જંતુ છે. ૧૫૦ મિલિયન વર્ષ પહેલા તેની હાજરીના અવશેષો મળેલ છે. વિશ્વમાં પતંગિયાની દોઢ લાખથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. પ્રાચિન ઇજિપ્તના ભીંત્રચિત્રોમાં પતંગિયા જોવા મળે છે એ જમાનામાં પણ જીવજંતુ-પ્રાણીઓ અને કુદરત સાથે માનવી જોડાયેલો હતો. તેને જોતા આપણું મન આનંદ, પ્રેમ, સુખનો અનુભવ કરે છે.

પતંગિયાની વર્તૃણક ઉપરથી હવામાન ભવિષ્ય કે વરસાદની આગાહીપણ કરાય છે. ચિન દેશમાં પતંગિયાની જોડને મજબુત લગ્ન પ્રતિક ગણાય છે. ત્યાં બટરફાલાયના પ્રતિકવગર લગ્ન નથી થઇ શકતા. લુઇસ-૧૪ના દરબારમાં તેમની વિશેષ કાળજી લેવાય હતી. પતંગિયા ઉછેર કેન્દ્રપણ આવેલા છે. તેમની ગંધ પારખવાની શક્તિ તીવ્ર હોય છે. ૧૦ કિલોમીટરનાં અંતરેથી ગંધ પારખી લે છે.

તમારા પરિવારનાં નાના સંતાનોને આ પતંગિયાની વાતો જણાવશો. બાળકોમાં જીવ, જંતુ, પ્રાણીઓ પ્રત્યે પ્રેમ જગાડવો જરૂરી છે. આવા બધા કારણોને લઇને તેમનાં અનુકંપા, કરૂણા જેવા ગુણો વિકલે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.