Abtak Media Google News

રાજકોટમાં પ્રથમવાર ડો. ભટ્ટ પેથોલોજી લેબોરેટરી, આરએપીએમ અને માઇન્ડરેના સંયુકત ઉપક્રમે તબીબો માટે સેમિનાર યોજાયો

વિજ્ઞાન અને ટેકનોલોજી આજે દેશમાં હરણફાળ ભરી રહ્યું છે. તબીબી જગત માટે કોઇપણ રોગનું નિદાન કરવું તે હવે સરળ બની રહ્યું છે. જીવલેણ અને ગંભીર ગણાતા રોગની તપાસ માટે સૌથી મહત્વ હોય તો લોહી ટેસ્ટ કરાવવાનું હોય છે. લોહી ટેસ્ટ લેબોરેટરી નિદાન ત્યારબાદ તબીબ માટે રોગનું નિદાન પણ આસાન બની રહે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય વચ્ચે પેથોલોજી લેબોરેટરીમાં પણ દિન-પ્રતિદિન નવા આધુનિક સાધનોનો સમાવેશ થતો રહે છે.

રવિવારે રાજકોટની ઇમ્પિરીયો હોટલેમાં દર્દીઓને થતા લોહીના રોગો અટકાવવા તબીબો માટે આંતરરાષ્ટીય કક્ષાના હિમેટોજીસ્ટ ડો. એમ.બી. અગ્રવાલે ખાસ ઉ૫સ્થિત રહ્યા આ સાથે અમદાવાદના ડો. લીના શર્માએ ર૦૨૦માં નવા મશીનો અને વિશ્ર્વેષણો આવી રહ્યા છે. તેની માહીતી આપી હતી.

હિમેટોલોજી એટલે કે લોહી ને લગતા કોઇપણ રોગનું નિદાન હવે સરળ બની રહ્યું છે ત્યારે રાજકોટની હોટેલ ઇમ્પીરીયલ પેલેસ ખાતે ડોકટર ભટ્ટ પેથોલોજી લેબોરેટરી છઅઙખ, ખશક્ષમફિુ  ના સહયોગથી વિશિષ્ટ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં આતંરરષ્ટ્રીય  કક્ષાના અને દેશના સૌથી વિદ્વાન મુંબઇના હીમેટોલોજીસ્ટ ડોકટર એમ.બી. અગ્રવાલે ઉ૫સ્થિત ૨૫૦ કરતાં પણ વધારે જાણીતા સીનીયર  તબીબોને વિવિધ વિષયો બાબતથી માહિતગાર કર્યા હતા. રોગના નિદાન માટેની આધુનિક પઘ્ધતિઓ હવે રાજકોટમાં પણ ઉપલબ્ધ હોવાનું ડોકટર અગ્રવાલે ઉમેર્યુ હતું. રજપૂત પરા મેઇન રોડ ઉપર આવેલી ડોકટર ભટ્ટ પેથોલોજી લેબોરેટરી માં ઉપલબ્ધ આધુનિક મીશન અંગેની પણ જાણકારી આપી હતી. આગામી વર્ષ ૨૦૨૦માં કેવા પ્રકારના આધુન્કિ મશીન અંગેની પણ જાણકારી આપી હતી. આગામી વર્ષ ૨૦૨૦માં કેવા પ્રકારના આધુનિક મશીનો લોહીની તપાસ માટે પેથોલોજી લેબોરેટરીમાં આવશે તેનો ઉ૫સ્થિત તબીબોને જાણકારી આપી હતી.

લોહીના સેલ કાઉન્ટર બનાવતી વિશ્ર્વની સૌથી મોટી કંપની ખશક્ષમફિુ  ઇન્ડીયા અને રાજકોટની સૌથી વધુ વિશ્ર્વાસ પાત્ર ડોકટર ભટ્ટ પેથોલોજી લેબોટરી આ બન્નેએ  છઅઙખના નેજા હેઠળ હોટેલ ઇમ્પીરીયલ પેલેસ ખાતે લોહી ના ધટકો અને તેને લગતા રોગો વિશે વૈજ્ઞાનિક પરિસંવાદનું આયોજન કરેલ. આ ક્ષેત્રમાં તાજેતરમાં ઘણું નવું સંશોધન થયેલ છે અને નવી લેબોરેટરી તપાસ પણ શોધાયેલ છે. જે હાલમાં  ળશક્ષમફિુ કંપનીના ઇઈ ૬૮૦૦+  બે મશીન દ્વારા સમગ્ર ગુજરાતમાં પહેલી વખત ડોકટર ભટ્ટ લેબોરેટરીમાં ઉપલબ્ધ કરાયેલ છે. જે વિશે તમામ ડોકટરોને અને ખાસ કરીને પેથોલોજીસ્ટ, બાળરોગ, નિષ્ણાંતો, કેન્સર નિષ્ણાંત, ગાયનેકોલોજીસ્ટ તેમજ ફિઝીશીયન સંપૂર્ણ માહિતગાર થાય તો રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના ઘણા દર્દીઓને ફાયદો થઇ શકે. માટે તે સંદર્ભે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયેલ અને ઉંડાણપૂર્વક ચર્ચા પણ થયેલ.

ડોકટર એમ બી અગ્રાવલ જે આંતરરાષ્ટ્રીય કક્ષાના હીમેટોલોજીસ્ટ છે અને ભારતના લોહીના દર્દ માટેના ભીષ્મ પિતામહ છે. તેઓ આ સમજણ આપવા ખાસ રાજકોટ પધારેલ, જેમણે વિવિધ વિષયો અને ખાસ કરીને સગર્ભા માતાઓમાં ઉદભવતી ઊણપો વિશે વિશેષ માહીતી આપી હતી.

ડોકટર બેજુ રાધાકૃષ્ણને નિદાન માટે જે નવી નવી લેબોરેટરી તપાસ આવી છે અને રાજકોટમાં સૌ પ્રથમવાર ઉ૫લબ્ધ છે તેનો દર્દીના હિતમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે વિગતવાર માહીતી આપેલ હતી. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે અત્યાર સુધી લોહીના સેલ કાઉન્ટર દ્વારા ૧પ થી ર૦ અલગ અલગ ટેસ્ટ પેરામીટર વિશે માહીતી પ્રાપ્ત થઇ શકતી હતી. પરંતુ હવે રાજકોટમાં જ નવા સેલ કાઉન્ટરની મદદથી કુલ ૪૪ ટેસ્ટ પેરામીટર અને બીજા ૪ર રિસર્ચ પેરામીટર વિશે લોહીના એક ટીપા માંથી માહીતી પ્રાપ્ત થઇ શકશે. તેમણે નવા રિસર્ચ પેરામીટર વધુમાં વધુ ડોકટર સુધી પહોંચાડવા માટે અનુરોધ કર્યો હતો. જે તમામ ડોકટરો માટે રસપ્રદ અને ખુબ ઉપયોગી રહી હતી. અમદાવાદના જાણીતા ડોકટર લીના શર્માઉ ૨૦૨૦ માં કેવા નવા મશીનો અને વિશ્ર્લેષણો આવી રહ્યા છે. અને આપણે લોહી ને લગતા રોગોને થતાં પહેલા જ કેવી રીતે અટકાવી શકીશું એ માહીતીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

કેન્સરની તપાસ પણ બ્લડ રિપોર્ટી થઈ શકે છે

Synthesis-Of-Science-Technology-Will-Help-Prevent-Blood-Diseases-Dr-Agarwal
synthesis-of-science-technology-will-help-prevent-blood-diseases-dr-agarwal

આ સેમીનાર માટે ખાસ મુંબઈથી આવેલા જાણીતા હીમેટોલોજીસ્ટ ડો.એમ.બી.અગ્રવાલે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજના સેમીનારમાં બ્લડને લગતી બીમારીઓ પર ચર્ચા કરવામાં આવતી હતી. ખાસ કરીને પ્રેગ્નેન્સી સમયમાં લોહીની કમી, વિટામીનની કમીથી માતા તાથા બાળકના મૃત્યુ પણ સંભવ છે. ગુજરાત અને ખાસ કરીને રાજકોટમાં થેલેસેમિયાની બીમારી વધુ જોવા મળે છે. જો માં અને બાપ બન્ને થેલેસેમીયા હોય તો બાળકમાં પણ થેલેસેમિયા જોવા મળી શકે છે તે લેબોરેટરીમાં લોહીના રિપોર્ટી એક દિવસમાં આપણને ખબર પડે છે અને બાળકોમાં આ બિમારીનું નિરાકરણ જીન્સચેન્જીંગી થઈ શકે છે. અવા તો હંમેશા લોહી ચડાવતા રહેવું પડે છે. કેન્સરની પણ તપાસ બ્લડ રિપોર્ટ દ્વારા હવે થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.