Abtak Media Google News

ગુજરાતમાં પ્રરપ્રાંતિયો ઉપર હુમલામાં ૩૪૨ શખ્સોની ધરપકડ

આવકના સાધનોની અછતને કારણે કેટલાક લોકો રોજી-રોટી માટે સ્થળાંતર કરે છે ત્યારે જ્ઞાતિ જાતિના વિવાદ બાદ હવે પરપ્રાંતિઓને લઇ રાજયભરમાં મહારાષ્ટ્રના આમચી મુંબઇ જેવી સ્થિતિ સર્જાઇ છે જેને પગલે રાજયમાં જુથ હિંસા જેવી ઘટનાઓ પ્રકાશમાં આવતા બીન ગુજરાતીઓ ઉપર હુમલા કરનારા ૩૪૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાંબરકાંઠાના ઢુંઢર ગામે બળાત્કારની ઘટનાઓ બાદ પરપ્રાંતિયોએ હીજરત કરવાની ફરજ પડી રહી છે. સૌરાષ્ટ્રમાં આવકના શ્રોતને ઘ્યાનમાં લઇ નોર્થ ઇસ્ટ અને બિહારના લોકો મજુરી માટે સ્થળાંતર કરતા હોય છે. ત્યારે શાપર-વેરાવળ, જામનગર રીલાયન્સ અને પોરબંદરના બિરલા જેવી મોટી કંપનીઓમાં મજુરોની ગરજ સારવા પરપ્રાંતિ લોકો રોજગારી મેળવે છે.

ત્યારે રાજયમાં થઇ રહેલા હુમલાથી સમગ્ર દેશમાં ચર્ચાઓ થઇ રહી છુ જેનો ફાટદો ઉઠાવવા કેટલાક અસામાજીક તત્વો પણ કાયદા અને વ્યવસ્થાને હાથમાં લઇ ઉત્તર ગુજરાતનાં ગરીર મજુરો ઉપર હુમલા કરવા લાગ્યા છે. જેમાં અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા સહીતના કેટલાક શહેરોમાં વસતા પરપ્રાંતિય લોકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. જેને પગલે ઉત્તર પ્રદેશ, બિહાર, ને મઘ્યપ્રદેશના લોકો પોતાના વતને પરત જવા મજબુર બની રહ્યા છે. ત્યારે આ ઘટનાઓને કારણે સરકાર અને પોલીસ ભીસંમાં લેવાઇ રહી છે. કેટલાક સેન્સીટીવ ઝોનમાં પોલીસ સુરક્ષાનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

આ હુમલા રાજકીય પ્રેરિત હોવાની શકયતા જોર પકડયું છે. સમગ્ર ઘટનાઓ ચિતાર કરતા પોલીસે જણાવ્યું હતું કે સાબરકાંઠાના ઢુંઢર ગામે ૧૪ માસની બાળકી ઉપર બળાત્કારની ઘટના બનવા પામી હતી. જેમાં પરપ્રાંતિય યુવાન હોવાનું ખુલતા રાજયભરમાં મંજુરોને ભોગવવું પડી રહ્યું છે. ત્યારે ગુજરાતીઓનો રોષ આસમાને પહોચતા જુથ હુમલાઓ વધી રહ્યા છે. રાજયભરમાં ૩૪૨ ગુજરાતીઓની ધરપકડ હિંસાઓને કારણે કરવામાં આવી છે. જેમાં વધુ ૪ર કેસો નોંધાયા છે. આ પૂર્વ પણ સ્થળાંતર કરતા લોકો અંગે સ્થાનીકોએ રોષ જતાવ્યો હતો.

રાજકીય રોટલા શેકવા કેટલાક આગેવાનો આ ઘટનામાં કુદી રહ્યા હોવાનું માલુમ પડયું હતું. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે સરકારે કેટલાક લોકો સામે ખોટા કેસો દાખલ કર્યા છે જેને તેઓ પરત નહી ખેંચે તો ૧૧મી ઓકટોબરથી તૈણે સદભાવના ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપી છે ગત સપ્તાહે અલ્પેશ ઠાકોરે સ્થાનીકોને ઉઘોગમાં પ્રાધાન્ય આપવાની વાત કહી હતી જો કે પરિસ્થિતિમાં સુકાને વાંકે લીલુ બળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.