Abtak Media Google News

16 દેશોના 41 અને ગુજરાત સહિત આઠ રાજ્યોના 117 પતંગવીરો ભાગ લેશે

રાજકોટ મહાનગર પાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આગામી ગુરૂવારના રોજ ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. જેનું ઉદ્ઘાટન રાજ્ય સભાના સાંસદ રામભાઇ મોકરીયા દ્વારા કરવામાં આવશે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ગુજરાત પ્રવાસન વિભાગનાં કમિશનર આલોક કુમાર પાંડે, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું.

આગામી ગુરૂવારે સવારે 9:30 કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 યોજાશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં સંસદ સભ્ય રાજકોટ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય રાજકોટ ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય અને ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રાજકોટ રમેશભાઈ ટીલાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રીઓ કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક શાસક પક્ષ સુરેન્દ્રસિંહ વાળા તથા બહોળી સંખ્યામાં પતંગબાજો અને નગરજનો ઉપસ્થિત રહેશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 અનુસંધાને મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ધારાસભ્ય અને ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક શાસક પક્ષ સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. એચ. એમ. કોટક, સહાયક કમિશનર એચ. આર. પટેલ, ફાયર ઓફિસર આઈ. વી. ખેર, આરોગ્ય અધિકારી જયેશ વકાણી, આસી. મેનેજર કૌશિક ઉનાવા, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, જન સંપર્ક અધિકારી બી.ટી.રાઠોડ તેમજ અન્ય શાખાના અધિકારીઓએ ડી.એચ. ગ્રાઉન્ડની વિઝિટ કરી હતી.

આ પતંગ મહોત્સવમાં 16 દેશોના 41 કાઈટીસ્ટો જેમકે, ઇન્ડોનેશિયા, મલેશિયા, પોલેન્ડ, નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવા દેશના પતંગબાજો તેમજ ભારતના 7 રાજ્યોમાંથી રાજસ્થાન, સિક્કિમ, મધ્યપ્રદેશ, પોંડીચેરી, તેલંગણા કર્ણાટક અને ઓડીસ્સાના 18 તેમજ રાજકોટ સહીત ગુજરાતના 99 પતંગબાજો ભાગ લેનાર છે. આ સાથે જી-20 સમિટનો પણ બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં 8 થી 14 જાન્યુઆરી દરમ્યાન જુદા જુદા જીલ્લાઓમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.