Abtak Media Google News

એનએસયુઆઈએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવ્યું: તાત્કાલિક શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન

રાઈટ ટુ એજ્યુકેશનની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન તાત્કાલિકપણે શરૂ કરવા માટે એન.એસ.યુ.આઈ.એ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

Advertisement

રાઈટ ટૂ એજ્યુકેશનના ખરા લાભાર્થીઓને સારી શાળાઓમાં એજ્યુકેશન મેળવવાથી વંચિત રાખવા માટે અને ખાનગી શાળાના સંચાલકોને તગડી કમાણી કરવામાં કોઈ જ અવરોધ ન આવે તે માટે જ ગુજરાત સરકારે શૈક્ષણિક વર્ષ બદલવાનો ખેલ કર્યો છે.

2.Banna 2

સરકારને તેમને માટે ખર્ચ કરવો પડે તે ખર્ચ કરવાની ઈચ્છા ના હોવાથી તેઓ શૈક્ષણિક વર્ષ બદલવાના ખેલ કરી રહ્યા છે. ત્રીજું, ખાનગી શાળાઓ નવેમ્બર-ડિસેમ્બરમાં જ જુનિયર-સિનિયર કે. જી. માં પ્રવેશ આપણી વખતે જ વાલીઓ પાસેથી મોટી રકમના ડોનેશન લઈ લે છે. આ સમયે જ તેઓ મોટી રકમ લઈ લેતા હોવાથી જુનિયર-સિનિયર કે. જી. ના બાળકોથી જ તેમના પહેલા ધોરણના વર્ગો ભરાઈ જતાં હોય છે. તેથી રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા નથી.

રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ પ્રવેશ આપવા માટેની પ્રક્રિયાના કોઈ જ કાર્યક્રમની હજી સુધી સરકાર દ્વારા જાહેરાત કેમ નથી કરવામાં આવી? આ પ્રક્રિયા ચાલુ ન કરાય તો સંખ્યાબંધ ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ વંચિત રહી જશે તેમજ સરકાર દ્વારા આ પ્રક્રિયા માટે હેલ્પ સેન્ટરો ઉપલબ્ધ કરવામાં આવે તો વાલીઓને વધુ હેરાનગતિ ન થાય.

ઉપરની તમામ બાબતોને ધ્યાનમાં લઈ રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં નહિ આવે તો એન.એસ.યુ.આઈ. સરકાર સામે મોરચો માંડી ઉગ્ર આંદોલન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.