Abtak Media Google News

ભારે ઉથલ-પાથલ વચ્ચે બીએસઈ ૫૦૦ના એક જ શેરમાં ૧૦૦ ટકાથી વધુ વળતર: રોકાણકારોની મુડીમાં મોટાપાયે ધોવાણ

શેરબજારમાં સતત ઉતાર-ચડાવ, મોંઘવારી અને અર્થતંત્રમાં ફુગાવા જેવી સ્થિતિને કારણે ભારતનું માર્કેટ હચમચી ઉઠયું છે. વર્ષ ૨૦૧૮માં માર્કેટના ધોવાણથી રોકાણકારોના ખિસ્સામાંથી રૂ.૭.૨૫ લાખ કરોડ ખંખેરાયા છે. ક્રુડ ઓઈલ અને રૂપિયામાં ઉદ્ભવેલી વોલેટાલીટી સહિતના પરિબળોને લઈ ૨૦૧૮ના કેલેન્ડરમાં રોકાણકારોની મુડીમાં મોટાપાયે ધોવાણ થતાં તેઓ નિરાશ થયા હતા. વર્ષ દરમિયાન બીએસઈ ૫૦૦ ઈન્ડેક્ષમાંથી એકમાત્ર શેર મર્ક લીમીટેડમાં ૧૦૦ ટકાથી વધુ વળતર મળ્યું હતું. સામાન્ય રીતે રોકાણકારો સહિતના મોટાભાગના પોલાદીયો બીએસઈ ૫૦૦માં સામેલ કરાયેલા શેરોમાં ટ્રેડીંગ કરતા હોય છે. પરંતુ પ્રતિકુળતાના પગલે ૭૭ ટકા જેટલા શેરોમાં નેગેટીવ વળતર મળ્યું છે.

Advertisement

જો કે ઈકવીટી માર્કેટ અને વૈશ્વિક સ્તરે હજુ પણ મંદીનો માહોલ બરકરાર રહે તેવો નિષ્ણાંતોનો મત છે. વર્ષ દરમિયાન એકમાત્ર મર્ક કંપનીના શેરમાં રોકાણકારોને ૧૩૭ ટકા જેટલું ઉંચુ વળતર મળ્યું તો બીજી તરફ બાકીના તમામ શેરોમાં ગાબડા પડયા હતા.

સોમવારે ઉઘડતી બજારની શરૂઆતથી જ ભારતી એરટેલ, એકસીસ બેંક, ઈરો મોટોકોપ, એનટીપીસી જેવી કંપનીઓના ૩૦ પૈકી શેરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.