Abtak Media Google News

Table of Contents

“છોડ દે સારી દુનિયા કિસી કે લીયે,યે મુનાસીબ નહિ આદમી કે લીયે, પ્યાર સે ભી જરૂરી કઇ કામ હે, પ્યાર સબ કૂછ નહિ જિંદગી કે લીયે

શું લગ્ન પછી સ્ત્રી-પુરૂષ બદલાય, તેનો પ્રેમ બદલાય એટલે શરૂ થાય ‘અફેર’?

આધુનિક સ્ટાઇલ જીવન જીવતા પરિણિત સ્ત્રી-પુરૂષ માટે ‘ઘર કી મુર્ગી દાલ બરાબર’ જેવો સર્જાતો ઘાટ

શહેરમાં વધતા જતાં ‘એકસ્ટ્રા મેરીટલ અફેર’ ના કિસ્સાઓ સમાજ અને પરિવારો માટે લાલબત્તી સમાન ?

રાધાને સાચો પ્રેમ અને મીરાની સાચી ભકિત માં મોટું કોણ? એ નકકી કરવામાં ખુદ ભગવાન પણ ભુલા પડી જાય એવો પ્રેમ રાધાએ કર્યો અને એવી ભકિત મીરાએ કરી હતી. આજના યુગમાં ‘પ્રેમ’ માત્ર અઢી અક્ષરનો શબ્દ બનીને રહી ગયો છે.કહેવાય છે કે પ્રેમ માત્ર યુવક-યુવતિ વચ્ચે થતા સંબંધને જ પ્રેમ કહેવાય એટલું જ નથી પરંતુ આજના આધુનિક યુગમાં પ્રેમની વ્યાખ્યા બદલાઇ ગઇ છે. એક યુવક અને એક યુવતિ  એક બીજા સાથે પ્રેમમાં ગળાડુબ બની ગયા બાદ પ્રેમ લગ્ન કરીને દાંપત્યિ શરુ કરે કે પછી એક યુવક અને એક યુવતિ પરિવારની સહમતીથી રાજીખુશીથી એકબીજા વચ્ચે લગ્ન પહેલા પ્રેમ ન હોય છતાં બન્ને જ્ઞાતિના રીત રીવાજ મુજબ લગ્ન કરીને દાંપત્યિ જીવનની શરૂઆત કરતા હોય છે. લગ્નના થોડા જ સમયમાં પરિણીત સ્ત્રી-પુરૂષના જીવનમાં તણાવ શરૂ થાય હ્રદય વચ્ચે આવતા અંતરોનું મુલ્ય કારણ એકબીજા પ્રત્યે ઉદભવતી અગણીત અપેક્ષાઓ જયારે પરિણીત સ્ત્રી-પુરૂ ષ વચ્ચે આવેલી આવી અપેક્ષાઓ ખરી ન ઉતરે ત્યારે શરૂ થાય છે. ફરીયાદો અને ફરીયાદોને વિવાદોના સ્વરુપમાં દાંપત્ય જીવનમાં ઉભરાઇ આવે છે. આવા સમયે પરિણીત સ્ત્રી-પુરૂષ એકબીજાને ‘સમજવા’ની જગ્યાએ ‘સમજાવવાની’ દોર શરૂ થાય છે. સ્ત્રીઓમાં એ મને સમજતા જ નથી ત્યારે પુરૂષમાં એ મને સમજતી જ નથી. એવી ભાવના સ્ત્રી-પુરૂષના મનમાં ઘર કરી જાય છે. આવા સંજોગોમાં અસંતુષ્ટ આંખો ઘરની બહાર મંડાય જો કોઇપણ દ્રષ્ટિ સમજણનો આછો ઇશારો પણ દર્શાવે કે સ્ત્રી-પુરૂષના મન ને તરફ ખેચાતું જાય છે.

5 Bannafa For Site 1 2

જાણીતી વ્યકિતએ આપેલી પીંડા અજાણી વ્યકિતને કહેવાતી જાય મન હળવું થાય અને હ્રદય સંતુષ્ટ બને ત્યારે આવી વ્યકિત તરફ લાગણી ઉદભવવાનું શરૂ થતા, ‘છૂપી મિત્રતા’ એટલે ‘અફેર’(એકસ્ટા મેરીટલ રિલેશન) ને આમંત્રણ મળવાનું શરુ થતાં ‘લફરા બાજ’ પરિણિતા સ્ત્રી-પુરૂષના દાંપત્ય જીવનમાં ભંગાણ શરૂ થવા લાગે છે અને વૈભવી જીવન જીવતા પરિણિત સ્ત્રી-પુરૂષ માટે ‘ઘર કી મર્ગી  દાલ બરાબર’જેવો ઘાટ સર્જાઇ છે.

પરિણીતા પુરૂષોના વલણમાં આવતા ફેરફારો પાછળનું કારણ શું?

પરિણીતા પુરૂષોના લગ્ન જીવન પહેલા અને લગ્ન જીવન દરમ્યાન  જવાબદારી ઓ બદલાઇ છે લગ્ન પહેલા માત્ર પોતાની અને પરિવારની જવાબદારીઓ હોય છે. લગ્ન પછી પત્ની તથા બાળકો અને સારૂ જીવન જીવવાથી લઇ બાળકોના ભવિષ્ય સહિતની જીવજરૂરી દરેક મહત્વની જીવન જરૂરીયાતો પાછળ સતત દોડતું રહેવું પડતું હોય છે. આર્થિક જવાબદારી, નાની નાની લાગણીઓ, રોજીંદા જીવનની નાની નાની અપેક્ષાઓ, પતિ અને પત્ની વચ્ચે થતા તણાવ, વિવાદો અને બદલાયેલા સ્વભાવના કારણે પુરૂષોના વલણમાં ફેરફારો શરૂ થાય છે. ત્યારે પુરૂષ ના મનમાં કેટલીક બાબતો ઘર કરી  જાય છે ને અસંતુષ્ય આંખો ઘરની બહાર મંડાય છે.

જો કોઇપણ દ્રષ્ટિ સમજણનો આછો ઇશારો પણ દર્શાવે કે મન તે તરફ ખેતાનું જાય ત્યારે મન હળવું કરવા અન્ય વ્યકિત તરફ પુરૂષનું આકર્ષણ વધી જાય ત્યારે પુરૂષ છુપી મિત્રતા તરફ ધકેલાતો જાય છે.

રાજકોટ અને સુરતમાં પરિણીત સ્ત્રી પુરૂષના ‘અફેર’ પ્રકાશમાં આવ્યા

રાજકોટમાં ભાવનગર રોડ પર આવલે વિજયનગર વિસ્તારમાં ધો.૧૦માં અભ્યાસ કરતા યુવાન પુત્રની માતાને લગ્ન પહેલાના પરિચિત યુવક સાથે ફરી આકર્ષણ થતા બંને ઘર છોડી નાશી ગયા બાદ મામલો પોલીસ ચોપડે પહોચ્યો હતો. પરિવારજનોના સમજાવ્યા છતા મહિલાએ પ્રેમીસાથે રહેવાની જીદ પકડી હોવાથી પતિને ના છૂટકે બે સંતાનને તરછોડનારી પત્નીને છૂટાછેડા આપવા પડયા હતા. આ કિસ્સામાં પણ લગ્નબાદ સ્ત્રી-પુરૂષમાં આવેલા શારીરીક ફેરફારોના કારણે જૂના અને પરિચીત વ્યકિત સાથે મુલાકાત થયા બાદ બંને વચ્ચે આકર્ષણ ઉભુ થતા એક સુખી સંપન્ન પરિવારમાં ભંગાણ સર્જાયું હતુ જયારે સુરતમાં પણ આવો જ કિસ્સોપ્રકાશમાં આવ્યો હતો પુત્રીના લગ્ન જે યુવક સાથે નકકી કર્યા હતા. અને બંનેના લગ્ન થાય તે પૂર્વે જ વેવાઈ અને વેવાણ ભાગી જતા ચકતાર મચી ગઈ હતી.

પરિચીત વ્યકિત પ્રત્યેનું આકર્ષણ ‘અફેર’માં બદલાય છે

સ્ત્રી પુરૂષના લગ્ન બાદ તેના દાંપત્ય જીવન દરમ્યાન તેના શારીરીક ફેરફારો થતા હોય છે. લગ્ન પહેલા સાવ ડુબળી પાતળી યુવતિ લગ્નબાદ ભરાવદાર શરીર અને તેવીજ રીતે લગ્ન પહેલાનો પુરૂષ અને લગ્નબાદ પુરૂષના શરીરમાં બાધામાં આવેલા ફેરફારોના કારણે પણ વર્ષો પહેલા મળેલી પરિચિત વ્યકિત વર્ષો બાદ મળે ત્યારે તેના પ્રત્યે એક બીજાને આકર્ષણ થાય છે.

લગ્ન જીવનમાં પતિ સાથે નાની નાની બાબતે થતા ઝઘડા કે પત્નીને લગ્ન બાદ થયેલા અનુભવ પછી થતી પત્ની વચ્ચે થયેલા તણાવ કે વિવાદના લીધે પતિ પત્ની વચ્ચે અંતર શરૂ થાય છે. ત્યારે કોઈ પરિચિત વ્યકતિ થતાનીસાથે એક બીજા પ્રત્યે લાગણી જન્મે અને બંને વચ્ચે થયેલા આકર્ષણનાં કારણે બંને વચ્ચે છૂપી મિત્રતા બંધાઈ છે અને પછી શરૂ થાય છે. અફેરની નવી કહાની

લાગણીઓ સાચા સરનામે ન ઠલવાય ત્યારે ખોટા સરનામા શોધી કાઢે

આજના ઝડપી યુગમાં દરેક સમાજમાં લોકોમાં વૈભવી જીવન જીવવાની સ્પર્ધા ચાલી રહી છે. લગ્ન થયા બાદ સ્ત્રી એક નવા ઘરમાં નવા પરિવારમાં આવ્યા બાદ તેના સ્વભાવમાં પરિવર્તન આવતા હોય છે. લગ્ન પછી સ્ત્રીનું આખુ જીવન બદલાઇ જાય છે. નવું ઘર નવું વાતાવરણ, નવા જીવન ધોરણ, ના કારણે સ્ત્રીના  જીવનમાં આવેલા નવા ઉતાર ચઢાવને કારણે તેના સ્વભાવમાં બદલાય આવે છે.

લગ્ન પહેલાની ધીરજને સહનશકિત અચાનક જ લગ્ન પછી ખુટવા લાગે ત્યારે ત્યારે સ્ત્રીની લાગણીઓ સાચા સરનામે ન ઠલવાય ત્યારે ખોટા સરનામા શોધી કાઢે છે. અને જાણીતી વ્યકિતએ આવેલી પીડા અજાણી વ્યકિતને કહેવાનું શરુ થાય ત્યારે આવા સંબંધો નવો આકાર ‘અફેર’માં પરિણમે છે સમાજમાં આવા સંબંધોને ‘છુપી મિત્રતા’(એકસ્ટ્રા મે રિટલ રિલેશન નું શીર્ષક આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.