Abtak Media Google News

એજન્સીના સિકયોરીટી અને ટ્રક ડ્રાઇવરોની મીલીભગત હોવાનું ઓડીટ રિપોર્ટમાં ખુલતા બન્ને સામે ફરીયાદ

સોખડા ગામના પાટીયાળા આગળ આવેલ આઇ.ઓ.સી. પ્લાન્ટના સિકયોરીટી તથા ટ્રક ડ્રાઇવરએ મળી પ્લાન્ટના 1487 સીલીન્ડર ઉઠાવી જતાનું ઓડીટ રીપોર્ટમાં ખુલ્લતાં સમગ્ર મામલો કુવાડવા પોલીસ સ્ટેશને પહોચયો હતો. જેમાં પોલીસે સિકયોરીટી ગાર્ડ અને ડ્રાઇવર સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

મવડી નજીક રહેતો ડેપ્યુટી મેનેજર બાલારાજુ રામચંદ્રન મારાપાકાએ કુવાડવા પોલીસમાં નોંધાવેલ ફરીયાદ મુજબ તેઓ આઇઓની પ્લાન્ટમાં જનરલ મેનેજર પ્લાન્ટ તરીકે તા. 6-8 થી નોકરી કરું છું મારા સાથે પ્લાન્ટ મેનેજર તરીકે અંબુજાસીંગ સન-ઓફ ઉમાકાંતસિંઘ તથા સુરેશભાઇ નારણભાઇ પટેલ ફરજ બજાવે છે. હાલ અમારી આઇ.ઓ.સી. કંપનીનો સીકયુરીટી કોન્ટ્રાકટ ક્રિષ્ટચંદ્ર ઉપાઘ્યાય સિકયુરીટી એજન્સી અમદાવાદવાળા પાસે છે. આ અગાઉનો સિકયુરીટી કોન્ટ્રાકટર આર.એન. ગુપ્તા એજન્સી અમદાવાદ વાળા પાસે જાન્યુઆરી-2020 ની તારીખ 3 જાન્યુઆરી 2022 સુધી કોન્ટ્રાકટ હતો પણ તે એજન્સી કંપની દ્વારા તા. 20/11/21 ના રોજ કોન્ટ્રાકટ ચલાવવાની ના પાડી અને ઇ-મેઇલ કરેલ હતો તે પછી આ ક્રિષ્નચંદ્ર ઉપાઘ્યાય સિકયુરીટી એજન્સીને સિકયુરીટી કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે.

આર.એન. ગુપ્તા એજન્સી જેનો વહીવટ અવધેશકુમાર સન-ઓફ ગોરેલાલ રાઠોડ કરતા હતા અને તેમાં સુપરવા ઇઝર તરીકે જેઠાલાલ હોથી તથથા નાશીરભાઇ કડીવાર તથા પ્રવિણભાઇ દેગામા હતા અને તેમની નીચે સીકયુરીટી ગાર્ડ તરીકે રપ માણસો શીફટ વાઇઝ નોકરી કરતાં

હતા અને તેઓની શીફટ સવારના કલાક 6 થી 14 તથા બીજી શીફટ  કલાક 14 થી રર તથા ત્રીજી શીફટ રર થી 6 કલાક ની હોય છે. અને તે સિકયુરીટી કંપની તરફથી અનુકુળતાએ બદલવામાં આવે છે. સીકયુરીટી સુપરવાઇઝરની રાહબરી હેઠળ સીકયુરીટી ગાર્ડ આવતી જતી ગાડીઓના સીલીન્ડરના જથ્થાની બીલ્ટી મુજબ જથ્થાને એન્ટ્રી ગેઇટ પાસે પોઇન્ટ પરથી ગણત્રી કરવામાં આવે છે. જે ગણત્રી સીલીન્ડર ની લાઇન મુજબ ચેક કરી કલીયરન્સ આપે છે. બાદ કંપની તરફથી દર માસે સ્ટોક ગણત્રી કરવામાં આવે છે.

આ પ્લાન્ટમાં દર માસના અંતમાં સ્ટોકની ગણત્રી થાય છે જેમાં તા. 31/7/2021 સુધીના ઓડીટ રીપોર્ટ જોતા તેમાં ગેસ સીલીન્ડર ની કોઇ ઘટ જણાયેલ નથી અને મે તારીખ 6/8/2021 થી ચાર્જ સંભાળ્યા બાદ તા. 31/8/2021 ના રોજ મેં તથા એકાઉન્ટ ઓફીસ રવિ એલ.વડોદરીયા તથા સપ્લાયર ડીસ્ટ્રીબ્યુશન ઓફીસર નરેન્દ્રકુમાર સમસ્વરુપ મીણા તથા સિકયુરીટી સુપરવાઇઝર જેઠાલાલ હોથી દ્વારા જથ્થો ચેક કરવામાં આવતા સ્ટોક પૈકી 438 ઇન્ડેન ગેસના સીલીન્ડરની ઘટ આવેલ જેથી ફરીથી તા. 19/9/2021 ના રોજ ચેક કરતા ટોટલ 1326 ઇન્ડેન ગેસના સીલીન્ડરની ઘટ આવેલ જેથી સ્ટોક પ્રમાણે માલ ન જણાતા રજાના િેહસાબ કરવો યોગ્ય લાગતા તા. 2/10/2021 ના રોજ અમો ફરીથી ચેક કરતા કુલ 1487 ઇન્ડેન ગેસના સીલીન્ડરની ઘટ આવેલ છે.

આઇ.ઓ.સી. પ્લોટમાં હોલેજમાં સિલીંડરો લોડીંગ અનલોડીંગ થાય છે. અનલોડીંગના કુલ-3 પોઇન્ટ છે અને લોડીંગના કુલ-4 પોઇન્ટ છે. ટ્રાન્સપોર્ટર દ્વારા રાખવામાં આવેલ મજૂરો દ્વારા ગાડીમાં સિલીન્ડરો લોડીંગ અનલોડીંગ કરવામાં આવે છે. લોડીંગના તમામ પોઇન્ટ માટે 1 સિક્યુરિટી હોય છે અને અનલોડીંગના તમામ પોઇન્ટ માટે એક સિક્યુરીટી રાખવામાં આવેલ છે. મજૂરો ગાડીની અંદર રહી લોડીંગ અનલોડીંગ કરે છે.

સિક્યુરિટી હોલેજમાં સિલીન્ડરોની ગણતરી કરી શકે તેમ નથી કારણે કે લોડીંગ અનલોડીંગ બુમની બાજુમાં એક એક મજૂર રહે છે અને તે ગાડીમાં સિલીન્ડરો ભરે છે. તેવી જ રીતે સિલીન્ડરો ગાડીમાંથી ઉતારે છે. ગાડી લોડ થયા બાદ હોલેજમાંથી સિક્યુરીટી દ્વારા સિલીન્ડરો જેટલા લોડ કરેલ હોય તેની ચીઠ્ઠી આપવામાં આવે છે અને તે પછી સિલીન્ડરો ભરેલી ગાડી મેઇન ગેઇટ પાસે જાય છે ત્યા સિક્યુરીટી દ્વારા સિલીન્ડરોની હરોળ ગણવામાં આવે છે અને ત્યાંથી સિલીન્ડરો અંગે ક્લીયરન્સ મળે એટલે ગાડી ગેઇટની બહાર જાય છે.

તેવી જ રીતે અનલોડીંગ માટે આઇ.ઓ.સી.માં ગાડી આવે ત્યારે પણ મેઇન ગેઇટ પર ખાલી સિલીન્ડરો ગણતરી થાય છે એને ત્યાંથી સુપરવાઇઝર દ્વારા ડ્રાઇવર સાથેની (બીલ્ટી)માં ટીક મારવામાં આવે તે રીતેની સિક્યુરીટી વાળાની ગણતરી અંગેની સિસ્ટમ છે. એ સિવાય સિલીન્ડરોની ગણતરી થતી નથી. અનલોડીંગ અને લોડીંગ વખતે ગણતરીની જવાબદારી સિક્યુરીટીની હોય છે જેનો લાભ સિક્યુરિટી અને ટ્રક ડ્રાઇવર અથવા તો તેના મળતીયા દ્વારા લઇ અને સિલીન્ડરોમાંથી તા.31/07/2021 થી 02/10/2021 વચ્ચેના સમયગાળા દરમ્યાન અલગ-અલગ સમયે સીલીન્ડરો પ્લાન્ટમાંથી વધુ લઇ જઇ અથવા તો ઓછા સિલિન્ડરો પરત કરી કુલ 1487 સીલીન્ડરો જે એક નંગના કિ.રૂ.1000/- ગણી કુલ કિ.રૂ.1487,000/-ના સીલીન્ડરો પ્લાન્ટ સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરી ઓળવી ગયેલ હોય તો આ કામે સિક્યુરિટી અને ટ્રક ડ્રાઇવરો તથા તપાસમાં જેના નામ ખૂલે તેઓની સામે ધોરણસર થવા મારી ફરિયાદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.