Abtak Media Google News

 

ફિલ્મ ઈશ્કઝાદેથી બોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર પરિણીતિ ચોપડા તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ટુરીઝમના ફ્રેન્ડ ઓફ ઓસ્ટ્રેલિયાની બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવી છે.પરિણીતિ ચોપડા અત્યારે ઓસ્ટ્રેલિયામાં હોલિડે એન્જોય કરી રહી છે. તેણે તેની ટ્રીપના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. જેમાં તે હોલિડે એન્જોય કરતા નજર આવી રહી છે.પરિણીતીનું કહેવું છે કે, તે દર બે મહિને નવા દેશમાં ટ્રાવેલ કરે છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મને ટ્રાવેલ કરવું વધારે પસંદ છે. આ કારણે દર વર્ષે ૪ થી ૫ દેશ અથવા તેનાથી વધારે જગ્યાઓ પર હું વિઝીટ કરું છું. ઓસ્ટ્રેલિયાના ટુરિઝમ ડિપાર્ટમેન્ટે તેમને આ જવાબદારી સોંપી છે. FOA  પ્રોગ્રામ હેઠળ પરિણીતિ ઇન્ડિયન ટુરિસ્ટને ઓસ્ટ્રેલિયા આવવા માટે મોટીવેટ કરશે.બોલિવુડ એક્ટ્રેસ પરિણીતિ ચોપડા આજકાલ વધારે લાઈમલાઈટમાં રહે છે. ક્યારેક તે તેના સિંગિંગને લઇને તો ક્યારેક પોતાના બાળપણની યાદોને લઇને.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.