Abtak Media Google News

પૃથ્વી અસ્તિત્વમાં આવ્યા પછી એણે અસંખ્ય યુઘ્ધો જોયાં છે! માણસ એક અજબ જેવો જીવ છે, એને યુઘ્ધ કર્યા વિના ચાલતું નથી!

સર્જનહારે જયારે આ પૃથ્વી માનવજાતને સોંપી ત્યારે તેમણે સરહદો નહોતી કરી એમ એનો ભૌગોલિક ઇતિહાસ કહે છે. માનવજાતે જ પૃથ્વી ઉપર સરહદો ઊભી કરી છે. પૃથ્વીની રચના કરીને એણે એને શેષનાગને એના મસ્તર્ક ઉપર રાખવાનું કહ્યું હતું, કહે છે કે પૃથ્વીનો ભાર નહિ વધે ત્યાં સુધી જ પોતાના શિર પર રાખવાની શરત કરી હતી.જો તેમણે આ પૃથ્વીને સરહદોમાં ખંડીત નહીં કરવા દેવાની જવાબદારી શેષનાગને સોંપી હોત તો આજે પૃથ્વીની હાલત આજ જેવી બેઢંગી અને બિહામણી ન હોત!

માનવજાતને પોતાનું નામ અત્યંત સુન્દર સર્જન સોંપતી વખતે સર્જન હારે એને વધુ સુન્દર બનાવવા માટે સોંપી હતી. પરંતુ માનવજાત સુર-અસુર વચ્ચેની લડાઇમાંથી નવરી પડી નથી અને યુઘ્ધોની પરંપરા ચાલુ રહી છે.જ્ઞાતિના પ્રતિક સમા સફેદ કબૂતરને આકાશમાં વિહરનું રાખવા માટે પંડીત જવાહરલાલ નહેરુએ શરુ કરેલા પ્રયાસોને હજુ આજ સુધીમાં એક પણ દિવસ એવો નથી ઉગ્યો કે જયારે સમગ્ર વિશ્વમાં શાંતિ હોય! કોઇને કોઇ સ્થળે કોઇને કોઇ રાષ્ટ્ર વચ્ચે યુઘ્ધ ચાલતું જ આવ્યું છે! બીજા વિશ્ર્વયુઘ્ધ પછી કુલ ૧૩૦ યુઘ્ધયા છે જેમાં વિશ્વના ૧૦૦ જેટલા રાષ્ટ્રો સંકળાયેલા છે. આ ૧૩૦ યુઘ્ધમાં ૩.૫ કરોડ લોકોના મૃત્ય નિપજતા છે અને કરોડો બેઘરબન્યા છે.

બીજા વિશ્વયુઘ્ધના અંત પછી કોરીયા, વિયેટનામ, ચીન અને ભારત, ભારત-પાકિસ્તાન વચ્ચેના ત્રણ યુઘ્ધો મઘ્યપૂર્વ ઇરાન,ઇરાક અફઘાનિસ્તાન, ઇથોપિયા, સોમોલિયા, કમ્બોડીયા, નામબિયા, ગેટમાં એલ સાલ્વાડોર, ચાડ અને તાજેતરમાં જફોકલેન્ડ તથા લેબેનોન યુઘ્ધનો ભોગ બન્યા છે.વિશ્વનું સૌથી મોટુ અને અતિ વિનાશક યુઘ્ધ, બીજું વિશ્ર્વયુઘ્ધ હતું. ને નિર્વિવાદ છે.

પરંતુ ત્યારપછી જે ૧૩૦ જેટલા નાનામોટા યુઘ્ધ ખેલાયા તેમાં થયેલ કુલ જાનહાની અને વિનાશ સંભવત: બીજા વિશ્વયુઘ્ધ કરતા પણ વધુ હશે!૧૯૩૯ની ૧લી સપ્ટેમ્બરે શરુ થયેલું બીજુ વિશ્વયુઘ્ધ ૧૯૪૫માં પુરુ થયું હતુ. વિશ્ર્વભરમાં લાખો લોકો મરાયા હતા અને કરોડો બેઘર બન્યા હતાં.આ વર્ષના જુના માસમાં ઇઝરાયેલ લેબેનોનમાં ધુસણખોરી કરીને પેલેસ્ટાઇનીઓ સામે જે યુઘ્ધ છેડયું તેમાં ૧૪૦૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ૩પ લાખની વસ્તી વાળા લેબેનોનના છ લાખથી વધુ લોકો બેઘર બન્યા છે!

જુન મહીનામાં જ બ્રિટન અને આર્જેન્ટીના વચ્ચે ફ્રોકલેન્ડ ટાપુ પરશ અથડામણ સર્જાઇ હતી. જો કે છેલ્લે સુધી લડત આપવા માટે કૃતનિશ્વયી આર્જેન્ટીન સૈનિકો તેઓના લશ્કરી વડાના હુકમને માન આપીને શસ્ત્ર ત્યાગ કરીફોલેન્ડમાં યુઘ્ધ વિરામ થયું હતું. આ સૈનિકોની સાથે સાથે કેટલાયે ફોકલેન્ડવાસીઓ પણ પોતાનું વતન છોડી ગયા હતા.

ફરી એક વખત જૂન મહિનો જુન માસમાં અફઘાનિસ્તાનમાં રશિયાએ પંજશીર ખીણ હસ્તગત કરવાનું પોતાનું સ્વપ્ન પુરુ કર્યુ ! આ કાર્ય માટે વધુ એક કે બે હજાર માનવીઓના ભોગ લેવાયા! અફઘાન યુઘ્ધમાં અત્યાર સુધીમાં પ થી ૬ લાખ લોકો મૃત્યુ પામ્યા છે.

ઇરાનના ભૂતપૂર્વ શહેનશાહને હાંકી કાઢયા પછી સત્તા કબઝે કરનાર ધાર્મિક નેતા આયાતોલ્લા ‚હોલ્લા મેનીએ બે વર્ષ પહેલા ઇરાક સામે શરુ કરેલા યુઘ્ધમાં ૧ લાખ જેટલા બેઘર બન્યા હતા.લેબનોને અને અખાતના યુઘ્ધમાં કુલ ૩ર૦૦૦ થી વધુ વ્યકિતઓના મૃત્યુ નિપજયા છે.લેબેનોન, ફ્રોકલેન્ડ અફઘાનિસ્તાન ઇરાન, ઇરાક , અલ સાલ્વાડોર અને આડ મોટી યુઘ્ધ ભુમિમાં ફેરવાઇ ચૂકયા છે!આ લડાઇઓમાં માત્ર મશીનગનો જ નહિ, ટેંક, લાંબી રેન્જના ઇલેકટ્રોનિક, મીસાઇલનો અને લેબેનોન યુઘ્ધમાં તો રાસાયણિક શસ્ત્રોનો પણ ઉપયોગ થયો હતો.

રાજકિય પ્રશ્નોના ઉકેલ માટે યુઘ્ધ છેડી દેવાનું માનસ વિશ્વભરમાં પ્રવતતું થઇ ગયું છે! અત્રે જે નામોલ્લેખ થયા છે તે તો યુઘ્ધ સુચી ના પ્રારંભ સમા જ છે! આવા તો બીજા અનેક સ્થળોએ નાની મોટી અથડામણો સતત પણે ચાલતી જ આવે છે. પશ્ચિમ સહારા, યુગાન્ડા, દક્ષિણ આફ્રિકા, આંગોલા, મોઝામ્બીક, વર્મા ફીલીપાઇન્સ અને નિકારા ગુઆ આના ઉદાહરણો છે.

આ બધું એ વાતનો ખ્યાલ આવે છે કે માનવજાત યુઘ્ધો અને લડાઇઓની માનસિકતા ધરાવે છે.અત્યાર સુધી એ સરહદો વધાર્યે જાય છે અને યુઘ્ધો કર્યા જ કરે છે.ભારત પણ આ માનસિકતાથી મુકત નથી. લશ્કરી યુઘ્ધની એ સતત તૈયારી કરે છે. તેમ રાજકીય યુઘ્ધો પણ તેણે ચાલુ રાખ્યાં છે. નાતજાતના વિખવાદો પણ ચાલુ રાખ્યા છે. રાજકારણના યુઘ્ધો પણ તેણે ચાલુ રાખ્યા છે. વિશ્વ શાંતિના વાવેતર કરવાની એણે પરવા કરી હતી… આગામી પાંચ વર્ષમાં અહીં કેવા કેવા યુઘ્ધો થશે અને કેટલા યુઘ્ધો થશે એ કહેવું મુશ્કેલ છે.એમાંથી એ કેટલો બચી શકશે એના ઉપર આ દેશના ભાવિનો અને પ્રજાના ભાવિનો આધાર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.