Abtak Media Google News

ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવ અંતર્ગત

પ્રભાતફેરીમાં શ્રાવક-શ્રાવિકો તેમજ જૈન-જૈનેતરો રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત

રાજકોટની સુપ્રસિધ્ધ સેવાભાવી સંસ્થા સત્કાર્ય સેવા સમિતિ દ્વારા ચૈત્ર સુદ 13 ના મહાવીર સ્વામીનો જન્મ થયો તે તીથી પ્રમાણે સમસ્ત જૈન સમાજને સાથે રાખી જૈનોની વર્ષોની પરંપરા મુજબ શ્રમણ ભગવાન  મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી  કરાશે.

સમસ્ત જૈન સમાજ પ્રભુ મહાવીર સ્વામીના જન્મકલ્યાણક ઉજવવા થનગની રહ્યું છે ત્યારે સત્કાર્ય સેવા સમિતિએ કોઈપણ દાતાઓના સહયોગ વગર સમિતિના મહાનુભાવોના સ્વયં યોગદાનથી કોઈપણ જાતના આરંભ સમારંભ વગર વિશ્વ વંદનીય ભગવાન મહાવીરે બતાવેલા ‘અહિંસા પરમોધર્મના સૂત્ર ’ ને ચરિતાર્થ કરી ભવ્યાતિભવ્ય દૈદિપ્યમાન મહાવી2 પ્રભાત ફેરીનું અલૌકિક આયોજન  કરવામાં આવ્યું હતુ.  આ સુંદર આયોજન સમિતિના માર્ગદર્શક  ડોલરભાઈ કોઠારીના માર્ગદર્શન હેઠળ સમિતિના સંયોજક રાકેશભાઈ ડેલીવાળાના નેતૃત્વમાં  યોજાઈ હતી.

પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી,ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ,ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા,ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા,જૈન અગ્રણી પ્રવિણભાઈ કોઠારી,ચંદ્રકાંતભાઈ શેઠ,હરેશભાઈ વોરા તથા વિવિધ સંઘોના અગ્રણીઓ સહિત વિશાળ પ્રમાણમાં ભાવિકો જોડાયા..

અનંત ઉપકારી શ્રમણ ભગવંત પ્રભુ મહાવીરનો જન્મ કલ્યાણક મહોત્સવ ચૈત્ર સુદ તેરસ એટલે આજે સવારે ના સોનેરી સૂર્યોદયે સત્કાર્ય સેવા સમિતિ આયોજીત તથા રાજકોટ મનહર પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘ સંકલિત પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવના પાવન દિવસે વીર વર્ધમાનના વ્હાલથી વધામણા કરવા સુંદર મજાની

મહાવીર પ્રભાત ફેરી નું સ્થાનકવાસી ધર્મની પરંપરા મુજબ અનુકરણીય એવમ્ અનુમોદનીય કાબીલેદાદ આયોજન કરેલ.  સત્કાર્ય સેવા સમિતિના સંયોજક રાકેશભાઈ ડેલીવાળાએ શબ્દોથી સૌનું સ્વાગત કરેલ.માર્ગદર્શક ડોલરભાઈ કોઠારીએ સમિતિનો પરિચય આપેલ. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રીવિજયભાઈ રૂપાણી,ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ,રમેશભાઈ ટીલાળા,ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા ,પુજીત રૂપાણી ટ્રસ્ટના ટ્રસ્ટી અમિનેષભાઈ રૂપાણી,જૈન વિઝનના મિલનભાઈ કોઠારી,જૈન અગ્રણી ગોંડલ સંઘ પ્રમુખ પ્રવિણભાઇ કોઠારી, રોયલ પાર્ક મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ,સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ હરેશભાઈ વોરા,ઉદાર દિલા દાતા નિતીનભાઈ કામદાર,અજરામર સંઘ પ્રમુખ,મધુભાઈ ખંધાર,શ્રમજીવી સંઘ પ્રમુખ મહેશભાઈ મહેતા,ગીત ગૂર્જરી સંઘના ટ્રસ્ટી શિરીષભાઈ બાટવીયા,ગોંડલ રોડ વેસ્ટ સંઘના ટ્રસ્ટી કિરીટભાઈ શેઠ,રેસકોર્સ પાર્ક સંઘના ટ્રસ્ટી કમલેશભાઈ મોદી,મહાવીર નગર સંઘના પ્રતાપભાઈ વોરા,ઈન્દ્રપ્રસ્થનગર સંઘના રાજુભાઈ બાટવીયા,નેમિનાથ – વીતરાગ સંઘ પ્રમુખ ભરતભાઈ દોશી,જૈન ચાલ સંઘ પ્રમુખ મનીષભાઈ દેસાઈ,મોટા સંઘના પૂર્વ ટ્રસ્ટી સુશીલભાઈ ગોડા,જૈન સંકલ્પ ટ્રસ્ટના ટ્રસ્ટી શૈલેષભાઈ માઉં,અજરામર સંઘના સી.પી.દલીલ,જૈન સાહિત્યકાર મનોજભાઈ ડેલીવાળા સહિત વિશાળ સંખ્યામાં ભાવિકો ઐતિહાસિક મહાવીર પ્રભાત ફેરીમાં ઉપસ્થિત રહેલ.

રાજકોટના રાજમાર્ગો ઉપર વિવિધ સમાજનાં અગ્રણીઓ દ્વારા ત્રિશલા નંદન વીર કી,જય બોલો મહાવીર કી ના ગગનભેદી જયનાદ સાથે સ્વાગત કરી અનેક ભાવિકો મહાવીર પ્રભાત ફેરીમાં જોડાયેલ. સૌ મહાવીર પ્રેમીઓના મુખ ઉપર સ્થા.જૈન ધમેનું પ્રતિક ” મુહપત્તિ ” શોભતી હતી. સફેદ વસ્ત્રો પરિધાન કરી ભાવિકોએ અદ્દભૂત નઝારો ખડો કરેલ. નાની બાલિકાઓથી લઈ અનેક બહેનના એ સાધ્વીજીની વેશ પહેરી મહાવીર પ્રભાત ફેરીમા જોડાયેલ જે દ્રશ્ય દર્શનીય લાગતુ હતું.

ભગવાન મહાવી સ્વામી ચોકથી મહાવીર પ્રભાત ફેરી શરૂ થઈ ટાગોર રોડ,વિરાણી ચોક,વિદ્યાનગર મેઈન રોડ થઈ મહાવીર પ્રભુના જયઘોષ સાથે રાષ્ટ્રીય શાળાના વિશાળ પ્રાર્થના હોલમાં મહાવીર સભા માં પરિવર્તીત થયેલ. ગુજરાત સરકારવતી ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે આયોજકોને બિરદાવી અભિનંદન પાઠવી મહાવીર પ્રભુની ક્ષમાનો મહિમા વર્ણવેલ.ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું કે જૈન સમાજથી અન્ય સમાજ પણ પ્રેરણા લે છે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે પ્રભુ મહાવીરના સિધ્ધાંતો અહિંસા, અપરિગ્રહ,અનેકાંતવાદ,ક્ષમા વગેરે નિયમોનું સૌએ અનુકરણ કરવા જેવું છે.

ગોંડલ સંપ્રદાયના સાધ્વી રત્ના પૂ.નંદા – સુનંદાજી મહાસતિજીએ મહાવીર સંદેશ પાઠવતા ફરમાવ્યું કે મહાવીર માત્ર જૈનોના નથી સારાય જગતના છે. વધુમાં તેઓશ્રીએ ફરમાવ્યું કે મદદરૂપ બની શકો તો સૌને મદદરૂપ બનવું પરંતુ કોઈને નડતર મરૂપ ન થવું. અહિંસાનું પાલન કરવું. આચારાંગ સૂત્રને આધાર આપી પૂ.મહાસતિજીએ કહ્યું કે હણશો તો હણાવુ પડશે.

લક્કી ડ્રોનું સંચાલન સત્કાર્ય સેવા સમિતિના સેવાભાવી સદ્દસ્યોએ કરેલ.આભાર વિધી દિપકભાઈ પટેલે કરેલ.રસાળ શૈલીમાં સુંદર સૂત્ર સંચાલન સંજયભાઈ મહેતાએ કરેલ. પૂ.નલિનીબાઈ મહાસતિજીએ મંગલ પાઠ – માંગલિક ફરમાવેલ. સમસ્ત રાજકોટ સ્થા.જૈન સંઘના અગ્રણીઓ સહિત વિશાળ પ્રમાણમાં શ્રાવક – શ્રાવિકાઓ ઉપસ્થિત રહી પ્રભુ મહાવીરનો જય જયકાર કરેલ.આ મહાવીર પ્રભાતફેરીમાં સંઘપતિનો લાભ સત્કાર્ય સેવા સમિતિના સંયોજક રાકેશભાઈ ડેલીવાળા પરિવારે લીધો હતો.સમિતિના સભ્યોનો સહકાર અને સહયોગથી તથા નીતિનભાઈ કામદાર, બળવંતભાઈ વાઘાણી- લંડનવાળાના સહયોગથી દરેક ભાવિકોને ₹ એકસોની પ્રભાવના તથા ખીર નીલાબેન શશીકાન્ત ભાઈ દોશી તરફથી આપવામાં આવેલ. આ તકે સોના -ચાંદી ઉપરાંત આકર્ષક બમ્પર ઈનામોનો લક્કી ડ્રો કરવામાં આવેલ. ડોલરભાઈ કોઠારીના માર્ગદર્શન સાથે મનહર પ્લોટ સંઘ યુવા મંડળ તથા પ્રભુ વીરના વારસદારોએ કાર્યક્રમને સફળતા માટે ભારે જહેમત ઉઠાવેલ તેમ સંયોજક રાકેશ ડેલીવાળાએ જણાવેલ છે.

અપરિગ્રહ,અનેકાન્ત,અહિંસા લોકોએ સ્વીકારી તનાવ મુક્ત રહી શકે છે: વિજયભાઈ રૂપાણી

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જણાવ્યું કે, ભગવાન મહાવીર સ્વામીએ અપરિગ્રહ,અનેકાન્ત,અહિંસાનો સંદેશો લોકોને આપ્યો છે.મારું માનવું છે દુનિયાના બધા તનાવ આ ત્રણ વસ્તુ લોકો સ્વીકારશે તો તેમના જીવનમાં શાંતિ ઊભી થશે. ભગવાન મહાવીર સ્વામી અમારા 24માં તીર્થંકર છે. સમગ્ર વિશ્વમાં ભગવાન મહાવીર સ્વામીએ જૈન સમાજને જૈન દર્શનને પ્રસ્તુત કર્યું છે. મૂળ કલ્પના આત્માથી પરમાત્મા જીવથી જીવ વ્યક્તિથી સમિસ્તએ કલ્પના સાથે આત્માથી પરમાત્માનો પ્રયાણનો માર્ગ ભગવાન મહાવીર સ્વામીએ બતાવ્યો છે.

પરંપરાગત રીતે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે: મધુભાઈ ખંધાર

અજરામલ જૈન સંઘ સ્થાનકવાસીના પ્રમુખ મધુભાઈ ખંદાર જણાવ્યું કે, ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત પ્રભાત ફેરીનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવે છે. વહેલી સવારથી જ શ્રાવક શ્રાવિકો જૈન જૈન,જેનેતરો આ ધર્મ યાત્રા પ્રભાત ફેરી માં જોડાયા હતા. પૂ.સુશાંત મુનિ મ.સાની તેમજ સાધવી ભગવાનતો માંગલિક ફરમાવીને ધર્મ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્રભાત ફેરી માં જોડાયા હતા

ઐતિહાસિક પ્રભાત ફેરી નિકળી:ડોલરભાઈ કોઠારી

સત્યકાર્ય સેવા સમિતિના જૈન અગ્રણી ડોલરભાઈ કોઠારીએ જણાવ્યું કે, વિશ્વને અહિંસા પ્રધાન જૈન ધર્મનો સંદેશો આપનાર ભગવાન મહાવીર સ્વામીના 2661માં જન્મ કલ્યાણક મહોત્સવની આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે રાજકોટના રાજમાર્ગો પર સવારમાં પ્રભાતફેરી, ધર્મ યાત્રા સત્ય કાર્ય સેવા સમિતિ તથા મનહર પ્લોટ સ્થા.જૈન સંઘ-સંકલિત નીકળવામાં આવી હતી.આ કાર્યમાં જૈન,જૈનેતારો સમસ્ત જૈન સમાજ જોડાયું હતું. ગોલ્ડન સંપ્રદાયના પૂ.સુશાંત મુનિ મ.સાની તેમજ સાધવી ભગવાનતો માંગલિક ફરમાવીને ધર્મ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રચાર કર્યો છે:રાકેશભાઈ ડેલીવાળા

સત્કાર્ય સેવા સમિતિના રાકેશભાઈ ડેલીવાળાએ જણાવ્યું કે, ભગવાન મહાવીર સ્વામીએ અહિંસા નો સંદેશ આપ્યો છે.તેને આ મહાપ્રભાત ફેરી થકી ઘર ઘર સુધી પહોંચાડવાનો સત્કાર્ય સેવા સંમતિ તથા મનહર પ્લોટ સ્થા.જૈન સંઘ-સંકલિત પ્રચાર કર્યો છે. જૈન ધર્મને પાછા આપવા માટે સમસ્ત જૈન સમાજ આજે ઉમટી પડ્યો છે રાજકોટના રાજમાર્ગો પર ત્રીસલાનંદન વીર કી જય બોલો મહાવીર કી ના ગગનભેદી નાદ ગુંજીયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.