Abtak Media Google News

સ્થાનિક લોકો સાથે સંબંધ મજબૂત બનાવી સરકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવી જરૂરી

સરકારી વહીવટને સુદ્રઢ બનાવવા આઈએસ અધિકારીઓની જવાબદારી ખૂબ મોટી રહેતી હોય છે ત્યારે વિવિધ વિભાગોમાં પણ તેઓનું પોસ્ટિંગ કરવામાં આવતા તે સિસ્ટમને વધુ સરળ બનાવવામાં આવે તે લક્ષ્ય પણ નિર્ધારિત કરવામાં આવતો હોય છે . પરંતુ હાલ 21મી સદીમાં ટેકનોલોજીનો ઉપયોગ અધિકારીઓ દ્વારા વધુને વધુ કરવામાં આવી રહ્યો છે જેના કારણે જે પ્રજાના પ્રશ્નો નું નિવારણ આવવું જોઈએ તે આવી શકતું નથી. પ્રધાનમંત્રીએ 2020 બેચના આઈએએસ અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે તેઓ માત્ર ને માત્ર પોતાના જિલ્લામાં ડિજિટલ માધ્યમથી નહીં પરંતુ ફિલ્ડ ઉપર જઈ યોગ્ય અને સત્ય હકીકતથી અવગત થાય અને તે દિશામાં તેઓ કાર્ય પણ હાથ ધરે. વડાપ્રધાન મોદીએ એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરતા જણાવ્યું હતું કે જે લોકો વિવિધ સરકારી વિભાગોમાં પ્રશ્નો ઊભા થયા છે તેમની એક યાદી પણ તૈયાર કરે અને એ પ્રશ્નોને ઝડપથી કઈ રીતે નિવારી શકાય તે દિશામાં પણ તેઓએ

Advertisement

યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે. સાતો સાત જ્યારે ભારત આઝાદીના 100 વર્ષ ઉજવતું હશે તે સમયે 2020 બેચના અધિકારીઓ જે તે વિભાગમાં સચિવ તરીકે પોતાનો પધભાત સંભાળતા હશે તે સમય આ મુદ્દાઓને ધ્યાને લઈ તેઓએ વિવિધ પ્રશ્નોનું નિવારણ લાવવું અનિવાર્ય બનશે પરંતુ તે ત્યારે જ શક્ય થશે કે જ્યારે તેઓએ લોકોના પ્રશ્નોને ગંભીરતાથી સમજ્યા હોય.

વડાપ્રધાન મોદીએ વિગતવાર અધિકારીઓ સાથે ચર્ચા કરતા જણાવ્યું હતું કે તેમના વિસ્તારના લોકો સતત એ વાત ઉપર વધુને વધુ મદાર રાખતા હોય છે કે તેઓ ગ્રાઉન્ડ એટલે કે વાસ્તવિકતા સાથે જોડાયેલા રહે અને પ્રજાના પ્રશ્નો ને હલ કરવામાં ઉપયોગી સાબિત થાય. 175 જેટલા આઈએએસ અધિકારીઓ કે જેઓ આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે કાર્ય કરી રહ્યા છે તેમને આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમની સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.

એટલું જ નહીં સરકારી યોજનાઓમાં લોકોની ભાગીદારી કઈ રીતે વધુને વધુ કરી શકાય તે દિશામાં પણ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનો આપ્યા હતા અને પ્રજાને કયા પ્રકારના પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગેની યાદી અને સૂચનો પણ મેળવવા જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ અધિકારીઓને સૂચવ્યું હતું કે તેઓએ તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવી અનિવાર્ય છે અને તેઓ એક સત્તાધારી વ્યક્તિ છે કે જે પ્રજાના સુખ માટે વિવિધ પ્રજાલક્ષી નિર્ણયો લેતા હોય છે. સાથોસાથ એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કે આ એસ અધિકારીઓએ તેમના જિલ્લામાં જે મુખ્ય કોઈ પ્રોડક્ટ હોય એટલે કે વન ડીસ્ટ્રીક વન પ્રોડક્ટ મોડલને ખૂબ સરળતાથી અને સહજતાથી અપનાવવું જોઈએ અને લોકોને તે દિશામાં માહિતગાર પણ કરવા જોઈએ.

ચર્ચા વિચારણા ના અંતમાં વડાપ્રધાન મોદીએ એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા જણાવ્યું હતું કે સરકારે અને આ એસ અધિકારીઓ કે જે પોતાના જિલ્લાની રખેવાળી કરતા હોય એને પોતાના જિલ્લા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા હોય તેઓએ તેમના જિલ્લાના વિકાસ માટે એક્શન પ્લાન ને અમલી બનાવો ખૂબ જ જરૂરી છે અને સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓને પણ લોકો સુધી પહોંચાડી લોકોની સહભાગીતા રાખવી અનિવાર્ય છે જેના ઉપર અધિકારીઓએ ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.