Abtak Media Google News

ગોંડલમાં પૂ.મહંત સ્વામીના હસ્તે ૪૦ યુવાનોએ દિક્ષા ગ્રહણ કરી: અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં માતા-પિતાની ઉપસ્થિતિમાં ૫ યુવાનોએ ભાગવતી અને ૩૫ યુવાનોએ પાર્ષદી દીક્ષા અંગીકાર કરી ત્યાગાશ્રમ સ્વીકાર્યો

ગોંડલ ખાતે ઉજવાઈ રહેલ અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ૪૦ યુવાનોનો દિક્ષા મહોત્સવ ધામધૂમપૂર્વક સંપન્ન થયો હતો. આ ૪૦ યુવાનોમાંથી ૫ યુવાનોએ ભાગવતી દીક્ષા અને ૩૫ યુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી હતી.

સવારે આઠ વાગ્યે દીક્ષા નિમિતેની મહાપૂજા વિધિ સંપન્ન થઇ હતી. જેમાં દીક્ષા લેનારા યુવાનોની સાથે તેમના માતા-પિતા તથા પરિવારજનો પર જોડાયા હતા. આ દીક્ષાવિધિનો લાભ અનેક મુમુક્ષુઓએ પણ લીધો હતો. લાડકવાયા દીકરાને ભગવાન ભજવાના પેં પ્રયાણ કરવાની વિદાયના આ પ્રસંગે દીર્ક્ષાી યુવાનોના માતા-પિતા ખૂબ આનંદિત હતા. દીકરાના લગ્ન વખતે જેવી રીતે વરરાજાના માતા-પિતા નવા વો અને ઘરેણાઓ પહેરીને દીકરાના લગ્નને માણતા હોય એવી રીત આજના આ પ્રસંગને માણી  રહ્યા હતા.દીક્ષા ઉત્સવની સભામાં ત્યાગીની દીક્ષા ગ્રહણ કરનાર પુત્રને પગે લાગતા પિતા કે પૌત્રના ચરણોમાં મસ્તક નમાવતા દાદાઓના દર્શન કરીને સૌને અલૌકિક આનંદની અનુભૂતિ તી હતી.

ધુલિયાના દિક્ષાર્થી નરેન્દ્રભાઈના માતતા સુરેખાબેન એ જણાવ્યું હતું કે, “બી.એ.પી.એસ. સંસ્થાની વિવિધ પ્રવૃતિત્તઓથી હું જ્યારે પરિચિત થઈ ત્યારે જ મને વિચાર આવેલો કે મારો દિકરો બી.એ.પી.એસ. સંસ્થાની લોક કલ્યાણકાણની આ વિરાટ પ્રવૃત્તિઓનો હિસ્સો બને તો કેવું સારું ! ભગવાને એને આપેલી ક્ષમતાઓને સીમિત મર્યાદામાં જ બાંધ રાખવાને બદલે વિશ્ર્વ ફલક પર વિસ્તારે તો અને લોકોને એનો લાભ મળી શકે. મને ખૂબ આનંદ છે કે મને આવેલો એ વિચાર આજે ફળીભૂત થઈ રહ્યો છે.

મુંબઈનાં દિર્ક્ષાી  ઘનશ્યામભાઇના પિતા દીપકભાઇ ભેડાએ એમનાં પ્રતિભાવમાં જણાવ્યું કે, જો દીકરો સંસારમાં રહ્યો હોત તો પરિવારના ચાર-પાંચ જણાને સુખી રાખી શક્યો હોત પણ સાધુ બનીને હવે અનેકને સુખી કરવાનું કાર્ય કરશે.જો રાષ્ટ્ર કે સમાજનું સારું તુ હોય તો આપણે આપણો અંગત ર્સ્વા છોડવો જોઈએ. ઘનશ્યામભાઈનાં માતાએ એમની હૃદયભાવના વ્યક્ત કરતા જણાવેલ કે અત્યારે સંસમાં ૧૦૫૫ સાધુઓ યા. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે આ ૧૦૫૫ સંત માતાઓમાં મારા દીકરાએ મને સન અપાવ્યું છે. અભિમન્યુ માતાના ગર્ભમાંથી સાતકોઠાનું યુદ્ધ શીખીને આવેલો એવી રીતે મારો દીકરો ગર્ભમાં હતો ત્યારે મે ખૂબ ભજનભક્તિ કરેલા એના પ્રતાપે આવો ગુણવાન દીકરો પ્રાપ્ત યો.

સુરતના દિર્ક્ષાી યોગીગાબાણીના માતૃશ્રી ગીતાબેને એમ નામનો ભાવો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,લોકોને એવું લાગે છે કે માં-દીકરો જુદાં યા પણ આ વિયોગ આ જન્મના થોડા વર્ષ પુરતો જ છે પછીતો કાયમ માટે ભગવાનનાં ધામમાં સો જ રહેવાનું છે.

કિલ્લા પારડીના દીક્ષાર્થી નિર્મળભાઈના પિતા મનોજભાઈ પઢીયારએ એમની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, “સંતાન જે દિક્ષામાં આગળ વધવા માંગતું હોય તે દિશામાં આગળ વધવા માટે સંતાને સહયોગ આપવોએ   દરેક માતા-પિતાની ફરજ છે મારા દીકરાએ જે માર્ગ પસંદ કર્યો છે તે ભગવદ્ પ્રાપ્તિના માર્ગે આગળ વધવા માતા-પિતાને તેવી ઈચ્છા હોય કે એનો દીકરો જે ક્ષેત્રમાં જાય તે ક્ષેત્રમાં ટોચ પર પહોંચે તેમ અમને પણ ઈચ્છા છે કે અમારો દીકરો સંસ્થા અને હરિભક્તોની સેવા કરીને તેના ત્યાગાશ્રમને દીપાવે.

આજનાં આ દીક્ષા મહોત્સવમાં દીક્ષા લેનારા યુવાનોમાં ૧૧ પરદેશના યુવાનો છે. અભ્યાસકીય રીતે જોઈએ તો પાંચ યુવાનો પોસ્ટ ગ્રેજ્યુએટ, ૧૭ યુવાનો એન્જિનિયર, ૧૧ યુવાનો અન્ય વિષયોના ગ્રેજ્યુએટ તથા એક યુવાન એલ.એલ.બી થયેલ છે. તેમજ એક યુવાને એમ.બી.એ.નો અભ્યાસ કરેલ છે. અધ્યાત્મસાધનાની સાથે સાથે સાથે આ યુવાન સંતો સદાચાર વૃદ્ધિ અને વ્યસન મુક્તિ જેવી અનેક પ્રકારના સામાજિક સેવાઓના કાર્યમાં જોડાશે. આ યુવાનોએ અભ્યાસ દરમિયાન પ્રાપ્ત કરેલ જ્ઞાન તથા તેની રસ અને રુચિ મુજબ તેમને વિવિધ પ્રકારની સેવાઓ સોંપવામાં આવે છે.  સાધુની દીક્ષા લેનારા આ યુવાન સંતો માટે બોટાદ જીલ્લાના સારંગપુર ખાતે સંત તાલીમ કેન્દ્ર પણ ચાલે છે. પ.પૂ.  પ્રમુખસ્વામી મહારાજે આ તાલીમ કેન્દ્રની શરૂઆત કરેલી જેી સમાજને તૈયાર કરનારા સંતો પહેલા પોતે જ તૈયાર ાય. આ સંતોનું ભગવાનમાં જોડાણ વધે અને સત્સંગ દ્વારા માનવકલ્યાણનું કાર્ય કરી શકે તે માટે તાલીમ કેન્દ્રમાં અધ્યાપક સંતો દ્વારા વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે.તાલીર્માી સંતો  વિશ્વના તમામ ધર્મોનો અભ્યાસ પણ કરે છે તો તેની સો સો મેનેજમેન્ટનાં પાઠ પણ શીખે છે. સંતોએ પ્રાપ્ત કરેલીતાલીમનો પ્રત્યક્ષ અનુભવ કરવો હોય તો તા.૩૦ જાન્યુઆરી સુધીમાં એકવખત ગોંડલ ખાતે ઉજવાઇ રહેલા શ્રીઅક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવના દર્શન માટે અવશ્ય જજો. આ મહોત્સવમાં પધારેલા રાષ્ટ્રપતિ લઈને ગામડાનાં સામાન્ય ખેડૂત સુધીના સૌ કોઈ અહીંના આયોજની અત્યંત પ્રભાવિત યા છે. આ સમગ્ર આયોજન આવા બીએપીએસના તાલીમબધ્ધ સંતો અને સમર્પિત કાર્યકર્તાઓ દ્વારા યેલું છે.

મહારાષ્ટ્રના સાકોરે નામના ગામના રહેવાશી અમોલભાઈ જ્યારે મંત્રદીક્ષા માટે મહંતસ્વામી મહારાજ પાસે આવ્યા ત્યારે એમના પિતા આશારામભાઈ એમની સો બે જૂની તલવારો લાવ્યા અને મહંતસ્વામી મહારાજના ચરણોમાં અર્પણ કરી. બધાને આશ્વર્ય યું કે દીક્ષા મહોત્સવમાં તલવાર શું લાવ્યા હશે ? જાહેરાત કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ તલવારોી રોજનાં ૨૦૦ બકરા કપાતા હતા. અત્યાર સુધીમાં ૫૦૦૦૦ી વધુ બકરાઓ આ તલવારી કપાયા હતા. ગામના યુવાને સાધુની દીક્ષા લેવાનો નિર્ણય કરતા ગામમાં જીવહિંસા બંધ કરવાનું નક્કી યું એ તલવારો સ્વામીના ચરણોમાં સમર્પિત ઇ. દીક્ષા લેનાર યુવાને મહંતસ્વામી મહારાજને ર્પ્રાના કરી હતી કે આપ એવા આશીર્વાદ આપો કે અમારા વિસ્તારના તમામ ગામોમાં નિર્દોષ જીવોની હિંસા બંધ થાય.

આજના આ દીક્ષા પ્રસંગે આશીર્વાદ આપતા પૂજય મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું “ભણેલા-ગણેલા યુવાનો સાધુ થવા માટે આવે છે એ ભગવાનનો પ્રતાપ છે. આપણે કઈ કરતા નથી છતાં મહારાજ સત્સંગની સેવા માટે આવા યુવાનો મોકલ્યા જ કરે છે. મહારાજ-સ્વામીની કૃપાથી બધા સાધુએ એકાન્તિકભાવ પામશે. આ યુવાનોના માતા-પિતાને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. પોતાના હદયના ટુકડા સમાન દીકરાને ભગવાનના કાર્ય માટે સોંપી દેવો એ કોઈ નાનીસુની વાત ની. માં-બાપે સામેી ઉપદેશ આપીને દીકરાઓને સાધુ બનાવ્યા છે જે જોઇને આપણને અનુભવ ાય કે હાલ સતયુગ પ્રવર્તી રહ્યો છે.

આ યુવાનસંતો  દ્વારા સત્સંગની બહુ મોટી સેવા શે. દરેક સંત જો ૧૦-૧૦ ને સત્સંગ કરાવે તો પણ કેટલા લોકો ભગવાનના માર્ગે વળે. આ સત્સંગના વિકાસના આપણે સૌ સાક્ષી બનીશું. ઇન્દ્રિય-અંત:કરણ સામેની લડાઈમાં ભગવાન જરૂરી વિજય અપાવશે. સભામાં હાજર હજારો લોકોને આશીર્વાદ આપતા મહંતસ્વામી મહારાજે પોતે લખેલો પત્ર વાંચતાકહ્યું હતું કે આજે બધાને દીક્ષા આપવી છે. ‘હું અક્ષર છું અને પુરુષોતમનો દાસ છું’ આ મંત્રને આપણો જીવનમંત્ર બનાવવાનો છે. સુતા-જાગતા, ઉઠતા-બેસતા, સવાર-સાંજ આ વાતનું અનુસંધાન રાખવાનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.