Abtak Media Google News

યોજનાના ચોથા હપ્તાના બે હજાર રૂપિયા માત્ર બેન્ક ખાતા સાથે આધારકાર્ડ લીંકઅપ કરાવનારા ખેડુતોને આપવાનો સરકારનો નિર્ણય

આ મહિને થનારી પીએમ કિશાન યોજનાનો ચોથો હપ્તો પાંચ કરોડથી વધુ લાભાર્થીઓનાં આધાર-પ્રમાણિત બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ફેબ્રુઆરીમાં આ પહેલીવાર થશે. જયારે સરકારે ખેડુતોનાં બેન્ક ખાતા સાથે આધાર સીડીંગ ફરજીયાત કરવા પર ભાર મુકયો છે. કૃષિ વિભાગનાં અધિકારીએ જણાવ્યું હતું કે, ચોથા હપ્તાથી, ફકત એવા ખેડુતોને ચુકવણી કરવામાં આવશે. જેમનાં આધાર નંબર તેમનાં બેંક ખાતાઓ સાથે પ્રમાણિત થયા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિભાગે પાંચ કરોડથી વધુ બેંક ખાતાઓને પ્રમાણિત કર્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ (પીએમ-કિસાન) યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દેશનાં તમામ ખેડુત પરિવારોને દર વર્ષે રૂ.૨૦૦૦નાં હપ્તામાં દર વર્ષે ૬૦૦૦ રૂપિયાની આવક સહાય પુરી પાડે છે. ડિસેમ્બર ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦નો હપ્તો આ મહિનામાં એક જ વાર આધાર-પ્રમાણિત બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે, હજી તારીખ અને સ્થળ નકકી કરવામાં આવ્યા નથી પરંતુ અમે એક જ દિવસમાં ખેડુતોને ૧૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કરવા તૈયાર છીએ. હાલમાં જીડીપી વૃદ્ધિ દર તળીયે પહોંચી ગયો છે તેવા સમયે વિચલિત ગ્રામીણ અર્થ વ્યવસ્થાને વેગ મળી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર ૨૦૧૮થી માર્ચ ૨૦૧૯નાં સમયગાળા માટે રૂ.૨૦૦૦ની પહેલા હપ્તા ૧૦ કરોડથી વધુની રકમ ખેડુતોમાં વહેંચી ત્યારે પીએમ કિસાન હેઠળનાં એક દિવસમાં આ અત્યાર સુધીનું સૌથી મોટુ વિતરણ હશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.