Abtak Media Google News

ભાજપના દરેક ઉમેદવારની જીત માટે કાર્યકર મહેનત કરશે તેવો મને વિશ્વાસ છે: ચૂંટણીમાં ભગવો લહેરાવવાની જવાબદારી દરેક કાર્યકરની: સી.આર.પાટીલ

પેજ સમિતિના પ્રણેતા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાના કાર્યકરો, પેજ કમિટિના સભ્યો, શિક્ષિક વર્ગ અને સમાજના જુદા-જુદા આગેવાનો સાથે મુલાકાત અંતર્ગત 15 જૂનના રોજ ઉત્તર ગુજરાતના અરવલ્લી જીલ્લામાં વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત ઉ5સ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું કાર્યકરો બાઇક રેલી દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં રોડ શો, પેજ કમિટીના સભ્યો સાથે પ્રદેશ સી.આર.પાટીલે અરવલ્લી જીલ્લાના મોડાસાના મખદુમ સર્કલથી બાઇક રેલી યોજાઇ ત્યારબાદ જાહેર સભાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલે પ્રારંભિક સ્વાગત પ્રવચન કર્યું. સી.આર.પાટીલના હસ્તે મોડાસા નગરમાં જનસુવિધાના 14 અલગ-અલગ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મોટી સંખ્યામાં ઉ5સ્થિત કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે, વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં જિલ્લાના કાર્યકરોએ જે રીતે ઉત્સાહ બતાવ્યો છે તે બદલ જિલ્લાના કાર્યકરો અને આગેવાનોને અભિનંદન. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ગુજરાતની સતત ચિંતા કરી છે. ગુજરાતના વિકાસ માટે સફળ પ્રયાસ કર્યા છે. દરેક વર્ગના લોકોની ચિંતા નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કરતા આજે વડાપ્રધાન તરીકે પણ કરી રહ્યા છે. આવનાર સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં કાર્યકરોની મોટી તાકાત છે. વર્ષ 2017માં તમારાથી કોઇ ભૂલ થઇ હશે કે ભાજપનો એક પણ ઉમેદવાર ચૂંટાયો નહી પરંતુ 2022ની ચૂંટણીમાં જીલ્લાની ત્રણેય બેઠક પર ભાજપના ઉમેદવાર જંગી મતોથી જીતશે. વિરોધીઓની ડિપોઝીટ જમા થઇ જાય તેની જવાબદારી જીલ્લાના ભાજપના તમામ કાર્યકરોની છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મને મળશે એટલે કહીશ કે અરવલ્લી જિલ્લાના લોકો તમને કેટલો પ્રેમ કરે છે. અરવલ્લી જિલ્લાના કાર્યકરોએ આ વખતે સંકલ્પ કર્યો છે કે રહીસોના ઉમેદવારની ડિપોઝીટ ચૂંટણીમાં જપ્ત કરાવીશું. ભાજપના દરેક ઉમેદવારને જીતાડવા આપ દરેક કાર્યકરો સતત મહેનત કરશો તેવો વિશ્વાસ છે. 2022માં ભગવો લહેરાવાની જવાબદારી દરેક કાર્યકરની છે. આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીઓ રજનીભાઇ પટેલ, વિનોદભાઇ ચાવડા, જીલ્લાના પ્રભારી કુબેરસિંહ ડિંડોર, સાંસદ દિપસિંહ રાઠોડ, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઇ પટેલ, અરવલ્લી જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ, જીલ્લાના પ્રભારી જયશ્રીબેન દેસાઇ, ગીરીશભાઇ જગાણીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ, પુર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના જીલ્લાના હોદ્દેદારઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.