Abtak Media Google News

રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિઘ્યે

9,99,999 નમો સિઘ્ધાણંના ગુંજારવ  સાથે હૃદયસ્પર્શી નાટિકા રજુ કરાયા

સંઘ માટે અમૂલ્ય યોગદાન આપનાર સેવાભાવી ભાવિકોને ને ‘ભગવાન મહાવીર પરમ એવોર્ડ’ અર્પણ

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ  નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યે  સમસ્ત જૈન સમાજ આયોજિત ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનો અવસર હજારો આત્માઓને સત્યની પ્રેરણા આપતો એક અદભૂત અવિસ્મરણીય અવસર બન્યો હતો.

Advertisement

કાંદિવલી, મુંબઈ સ્થિત સપ્તાહ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ અવસરમાં મધ્યપ્રદેશના કેબિનેટ મિનિસ્ટર  ઓમપ્રકાશ સંકલેચાજીની વિશેષ ઉપસ્થિતિ સાથેી ગોપાલભાઈ શેટ્ટી, યોગેશભાઈ સાગર, પરાગભાઈ શાહ, ગીતાબેન જૈન આદિ એમ. એલ. એ. એવમ મુંબઈભરના અનેક-અનેક સંઘના પ્રતિનિધિઓ, શ્રેષ્ઠીવર્યો, અનેક મહાનુભાવો અને હજારો ભાવિકો પ્રત્યક્ષરૂપે તેમજ લાઈવના માધ્યમે દેશ-વિદેશના હજારો ભાવિકો જોડાઈને ધન્ય બન્યાં હતાં.અઢી હજાર વર્ષ પહેલાં પ્રભુ મહાવીરે જે ચિરકાલીન સ્થાનની પ્રાપ્તિ કરી એવા સિદ્ધ પદની “નમો સિદ્ધાણં” પદની 9,99,999 જપ સાધનાનો પરમ ગુરુદેવના બ્રહ્મનાદના ઉદઘોષ સાથે હજારો ભાવિકોએ આ જપ સાધનાનો ગુંજારવ કરીને પોઝિટિવ ઉર્જાના વિશ્વવ્યાપી તરંગો પ્રસાર્યા હતા.

આ સાથે જ, આ અવસરે પ્રભુ મહાવીરના અનેકાંતવાદ, અહિંસા અને અપરિગ્રહ સ્વરૂપ અમૂલ્ય સિદ્ધાંતો દ્વારા ઘર -ઘરમાં, સંઘ- સમાજમાં ચાલી રહેલા પરસ્પરના પ્રોબ્લેમ્સ અને જીવનમાં ઉદભવતી સમસ્યાઓનું શાંતિકારી સમાધાન પામી લેવાની પ્રેરણા આપતી અદભૂત નાટિકા “સમજ 100%, સમસ્યા 0%” ના હૃદયસ્પર્શી દદૃશ્યોએ અનેક ભાવિકોની અંતર સંવેદના ઝંકૃત કરી સત્યની એક નવી દિશા આપી હતી.વિશેષમાં સંઘ, સમાજ અને દેશ પ્રત્યે પરમાર્થની ભાવના સાથે વર્ષો સુધી અમૂલ્ય સેવા અને યોગદાન અર્પણ કરનારા 7 સેવાભાવી ભાવિકો, ચંદ્રકાન્તભાઈ વી શાહ, ડો,  વિનયભાઈ જૈન, ડો.  રમાકાંતભાઈ પાંડા,  નટવરલાલ વછરાજ ચોકસી,  દિનેશભાઇ પંડિયા, પરેશભાઈ શાહ,  પ્રવીણભાઈ છેડાને પરમ ગુરુદેવના  હસ્તે ભગવાન મહાવીર પરમ એવોર્ડ અર્પણ કરીને એમનું સન્માન કરવામાં આવતા સર્વત્ર માનવતા, સેવાની પ્રેરણા અને હર્ષનાદ પ્રસરાયો હતો.આમ પ્રભુનો જન્મ કલ્યાણક, પ્રભુના પાવનકારી સિદ્ધાંતોની પ્રેરણા પ્રસારીને પ્રભુભક્તિનો ગુંજારવ કરીને, પ્રભુનું કામ કરનારા સેવાભાવી ભાવિકોને સન્માનિત કરીને ઉજવાતાં, સૌ માટે અવિસ્મરણીય અવસર બન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.