Abtak Media Google News

Table of Contents

Images 3 1 ‘જયગિરનારી, તેરા ભરોસાભારી,”સામાન્ય રીતે  એ શબ્દ જરા રમુજ વાચક લાગે તે સ્વાભાવિક છે પરંતુ વિક્રમ સંવત ના નવા વર્ષ પછી પ્રકૃતિના ખોળે પરમ કૃપાળુ પરમાત્માને પામવા માટે ભક્તજનો ગરવા ગિરનારની પરિક્રમા નો આખું વરસ ઇન્તેજાર કરતા હોય છે અને જ્યારે દેવ ઉઠી અગિયારસ છે રાતના 12:00 વાગે બંદૂકના ભડાકે ગિરનાર જંગલના દ્વાર ખુલે એટલે ભાવિકો કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર પ્રકૃતિમય બની જાય છે એટલે જ અહીં કહેવામાં આવે છે કે જય ગિરનારી તેરા ભરોસા ભારી નહિ લોટા નહીં થાળી અઘરો અને ન સમજાય તેવો લાગે પણ કારતક સુદ અગિયારસ “દેવ ઉઠી એકાદશી” કારતક સુદ પૂનમ “દેવ દિવાળી” સુધીના પાંચ દિવસની ગિરનારની પરિક્રમાથી જ કદાચ સનાતન પરિક્રમા યાત્રાઓનો પ્રારંભ થયો હશે હિમાલયના પરદાદા ગિરનાર ફરતે 36 કિ.મી.ની પ્રદિક્ષણા નું ધાર્મિક મહત્મ્ય ધરાવતી પરિક્રમા યાત્રા ની તૈયારી અને અંતિમ ઓપ આપવામાં આવી રહી છે.

અવધૂત ગિરનારી દેવની 36 કિલોમીટર પરિક્રમામાં જીવ અને પ્રકૃતિના મિલનની “આહલેક” જગાવવાના અવસર આપતી પરિક્રમામાં લાખો ભાવિકો માટે સઘન વ્યવસ્થા

કળિયુગમાં સતયુગનો સાક્ષાતકાર… ગિરનારની પરિક્રમામાં રાત-દિવસ લાખો ભાવિકો વનવગડામાં મહાલતા હોય ત્યારે કોઈપણ ઝેરી જનાવર જીવજંતુ યાત્રાળુઓને જરા પણ નડતા નથી કે અડતા નથી…

ગિરનારની પરિક્રમા શરૂ થવા આડે હવે ગણતરીની ઘડીયો જ બાકી રહી છે ત્યારે આ વખતે ભાવિકોની સંખ્યા વધે એવા અણસાર અત્યારથી વર્તાય રહ્યા છે ભજન ભોજન અને ભક્તિના સમન્વય જેવી પરિક્રમા દેવ ઉઠી અગિયારસ તારીખ 23 નવેમ્બર ગુરુવાર થી શરૂ થનારી પરિક્રમા યાત્રા પૂર્વે ગઈકાલે.  જ ભવનાથ તળેટીમાં સવા લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા છે,  આ વખતે પરિક્રમાઓની સંખ્યા વધવાની ધારણા ને લઈને અન્ન ક્ષેત્ર ના સંચાલકો દ્વારા  આગોતરા આયોજનના ભાગરૂપે માલ સામાન ના પ્રમાણમાં આ વખતે વધારો કરવામાં આવ્યો છે ગિરનાર પરિક્રમા દરમિયાન લાખો ભાવિકો ને ભોજન માટે ભવનાથ તળેટી અને 36 કિલોમીટરના રૂટ પર સવાસોથી વધુ નાના-મોટા અનક્ષેત્ર ધમધમશે.Img 20231121 Wa0031

36 કિ.મી.ની પરિક્રમા દિવસભર યાત્રા કરીને રાત્રે તળાવની જગ્યાએ સંતો મહંતોની પરિસ્થિતિમાં રાત ભર ચાલતી ભજન ભોજનની રંગત જીવનમાં યાદગાર બની રહે છે.

ગરવા ગિરનારની ગોદમાં 36 કિ.મી.ની પરિક્રમા વેળાએ પ્રથમ બાર, ત્યારબાદ આઠ-આઠ કિલોમીટરના ત્રણ પડાવમાં ભાવિકો ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં તરબોળ

‘હેમાળા’ના દાદા ગરવા ગિરનાર પર્વતની પ્રથમ પરિક્રમા ભગવાન શ્રીકૃષ્ણએ કરી હોવાની પૌરાણિક વાયકા…વનવાસ દરમિયાન પાંડવો સાથે ય ભગવાન શ્રીકૃષ્ણએ ગિરનારના વનખુદીને અનેક જગ્યાએ સ્થાપિત શિવલિંગો આજ પણ મોજુદ

ગઈકાલે ભવનાથ તળેટીમાં આવી ગયેલા ભાવિકો માટે 63 વર્ષથી સેવા આપતા રાજકોટના ખોડીયાર રાસ મંડળ દ્વારા અન્નક્ષેત્ર માટે આ વખતે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે 36 કિલોમીટરની પરિક્રમા દરમિયાન ભાવિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે સવાસોથી વધુ નાના મોટા ક્ષેત્ર ની તૈયારી છે ભવનાથમાં સિદ્ધાર્થ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આંબેડકર ની પ્રતિમા નજીક આવેલ ગુજરાત અનુસૂચિત જાતિ સમાજની વાડીમાં 23થી 27 સુધી ભાવિકો માટે સાર્વજનિક અન્નક્ષેત્ર અને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ જ રીતે શિવરાત્રી અને પરિક્રમા માટે વર્ષોથી અન સેવામાં કાર્યરત ખોડીયાર રાસ મંડળ દ્વારા જીણાબાવાની મઢી ભવનાથ અને બોર દેવી એમ ત્રણ જગ્યાએ  પરિક્રમા ના દિવસે દરમ્યાન ફેરવવામાં આવશે હજારો ભાવિકોને જંગલમાં રોટલી દાળ ભાત શાક લાડુબૂદી ગાંઠિયા ખમણ છાશ, સવારે ચા ગાંઠિયા અને મરચા નો નાસ્તો કરાવી જંગલમાં મંગલનો માહોલ કરવામાં આવશે. ભવનાથ વિસ્તારમાં તમામ સ્થળો પર પરિક્રમાથીઓની સતત આવક ચાલુ છે. પરિક્રમા ભારે તો સારું થઈ રહ્યું છે અને જુનાગઢ આવતી તમામ ટ્રેનો બસ ખાનગી વાહનો ચિક્કાર થઈને જૂનાગઢમાં ઠલવાઈ રહી છે.

સોરઠ ધરતી જગજુની, ગઢજૂનોગિરનાર,  જેના સાવજડા સેંજળ પીએ. એના નમણા નરને નાર કાલે દેવ ઉઠી અગિયારસ રાત્રે 12:00 વાગે બંદૂકના ભડાકે પરિક્રમા શરૂ થાય તે પહેલા જ ભવનાથમાં લાખોની

મેદની આ વખતે આગોતરી પરિક્રમા શરૂ કરવાની ફરજ પડે તેવો માહોલ

એક જમાનો હતો કે અડા બીડ વન વગડો, સંતોનો સંગાથ, મલાંગે ચૂલામાંડે, હાથના રોટલા, શાક કરવાની જૂની પરંપરાની જગ્યાએ આજે યાત્રાળુઓને અન્ન ક્ષેત્રોમાં સુવિધાની સવલત

પ્રકૃતિના ખોળે પગપાળા પરિક્રમા દ્વારા ધન્યતાનો અનુભવ એ જ અંતરનો આનંદ

ભવનાથ તરફ ભાવિકોનો પરવા અવિરત રહેવાનો શરૂ થઈ ચૂક્યો છે. પરિક્રમાના કારણે જૂનાગઢ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ખાતે મેળાનું માહોલ જામ્યો છે. ભવનાથ તળેટી વિસ્તારમાં પરિક્રમા માહોલ વચ્ચે બહારથી ધંધો કરવા આવતા ફેરિયાઓ ભાષણાવાળા હોય રસ્તાની સાઈડમાં ડિવાઇડર પર પોત પોતાની ચીજ વસ્તુઓનો વેપાર શરૂ કરી દીધો છે ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવાના આડે હજુ એક દિવસની વાત છે ત્યાં જ ભવનાથમાં સવા લાખથી વધુ વ્યાજની એકઠી થઈ ગઈ છે ગઈકાલથી ભવનાથ તરફ સતત પણે આગળ વધતી મેદની ની ભીડ જોઈને પરિક્રમા સંભવિત રીતે વહેલી શરૂ થાય તેવું દેખાઈ રહ્યું છે. ગિરનાર પરિક્રમા દરમિયાન લાખો ભાવિકો ઉમટી પડશે અને આ વખતે પરિક્રમામાં વિક્રમ જનક સંખ્યા નોંધાય તેવું માહોલ જામ્યો છે.

Shree Shernath Bapu સિદ્ધક્ષેત્ર ગિરનારમાં પરિક્રમા દરમિયાન ગંદકી ન ફેલાવીએ : શેરનાથબાપુનો શ્રદ્ધાળુઓને અનુરોધ

જૂનાગઢના ભવનાથ શ્રેત્રના ગોરખનાથ આશ્રમના મહંત  શેરનાથ બાપુએ ગરવા ગિરનારની પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો છે કે, ગિરનાર લીલી પરિક્રમાના મહાત્મય પ્રમાણે સમયસર એટલે કારતક સુદ – 11થી પરીક્રમા શરૂ કરી પુણ્યનું ભાથું બાંધીએ. સાથો સાથ આ સિદ્ધક્ષેત્ર ગિરનારમાં પરિક્રમા દરમિયાન કોઈપણ પ્રકારે ગંદકી ન ફેલાય તે માટે વિશેષ કાળજી રાખીએ.

શ્રી શેરનાથ બાપુએ જણાવ્યું કે 33 કરોડ દેવતાઓ જ્યા વાસ કરે છે, તેવા ગરવા ગિરનારની અતિ પવિત્ર, દિવ્ય અને રમણીય સિદ્ધ ભૂમિમાં કચરો ન થાય તેની વિશેષ કાળજી રાખીએ. પ્લાસ્ટિકની બોટલ, માવાના કાગળ તેમજ અન્ય ખાદ્ય પદાર્થ વગેરે ગંદકી ન ફેલાઈ તેની પરિક્રમા દરમિયાન પૂરતી તકેદારી રાખીએ. જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા જે કચરાના નિકાલની વ્યવસ્થા કરી છે તે રીતે યોગ્ય જગ્યાએ કચરાનો નિકાલ કરીએ.

સંત અજા ભગતે લીલી પરિક્રમાનો નવો અઘ્યાય શરૂ કરાવ્યો

140 વર્ષ પહેલા પ્રકૃતિના ખોળે આઘ્યાત્મિક અનુભુતિની પવિત્ર ગીરનારની લીલી પરિક્રમાની શરુઆ સોરઠના બગડુ ગામના સંત અજા ભગતે કરાવી હતી.મેંદરડા બગડુ ગામના સંત અજા ભગત વર્ષ 1882 માં ભાદરવી અમાસના શુભ દિવસે દામોદરકુંડ પધાર્યા હતા. મંદિરના પરિસરમાં એક સંત યાત્રાળુઓને ગીરનારનું માહાત્મ્ય કહી રહ્યા હતા. ત્યારે અજા ભગતે સંત પાસેથી ગીરનાર માહાત્મ્યનો ગ્રંપ વાંચવા માંગ્યો ત્યારે સંતે મૂળ ગ્રંથના બદલે હસ્તલીખીત પુસ્તક આપ્યું. અજા ભગતને આ પુસ્તક પરથી જાણવા મળ્યું કે, કારતક સુદ અગિયારસના દિવસે પોઢેલ શ્રી વિષ્ણુ ભગવાન અને સર્વે દેવી-દેવતાઓ જાગે છે તેમજ કારતક સુદ એકાદશીથી પુનમ સુધી ભીષ્મપંચક વૃત્તાંરંભ હોય છે. જેથી માનવી દેવ પંચભૂતોમાં વિલીન થઇ જાય એ પહેલા એકવાર ભીષ્મપંચક વૃત્તારંભમાં ગીરનારની પરિક્રમા કરવામાં આવે તો અનંતગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ મહત્વ જાણીને અજા ભગતે વર્ષ 1882ના કારતક સુદ અગિયારસથી પુનમ સુધી ભકતજનો સાથે ભકિતભાવથી પરિક્રમા કરી.

ગિરનારની પરિક્રમાનું ધાર્મિક મહત્વ

હિમાલયના પર દાદા પવિત્ર ગિરનાર નું સનાતન ધર્મમાં આધ્યાત્મિક મહત્વ રહેલું છે ગિરનારના કણ કણમાં દેવતાઓનો વાસ નવનાથ 64જોગણી સિદ્ધ અને 36 કરોડ દેવતાઓનો વાસ ધરાવતા ગિરનારની પરિક્રમા મોક્ષનો માર્ગ મોકલો કરે છે ભગવાન શ્રીકૃષ્ણએ ગિરનારની પરિક્રમા કરી હતી પાંડવોના વનવાસ કાળ દરમિયાન શ્રીકૃષ્ણ સાથે વનવિહાર દરમિયાન પાંડવોના હાથે સ્થાપિત શિવલિંગ આજે પણ ગિરનારના જંગલોમાં મોજુદ છે પૌરાણિક કાળથી અનેક દેવતાઓએ ગિરનારની પરિક્રમા કરી મોક્ષ મેળવ્યો હતો આ પરંપરાને 100 વર્ષ પહેલા ગિરનાર ભગત અજાબાપાએ ફરીથી શરૂ કરી હતી અને એકલા પંડે દેવ થી અગિયારસથી દેવ દિવાળી સુધી ધજા વખતે વર્ષો સુધી પરિક્રમા કરી હતી અને આજે આ જ પરંપરા નો લાખો ભાવિકો લાભ લઈ રહ્યા છે.

સમય સાથે પરિક્રમામાં પણ આવ્યો મોટો બદલાવ પહેલા વૃદ્ધો યાત્રા કરતા હવે યુવાનોની સંખ્યા વધુ

ગિરનારની પરિક્રમા આદિકાળથી યોજાતી આવે છે. નવાબ કાળમાં પણ રાજના સહકારથી ભાવિકો માટે વ્યવસ્થા કરવામાં આવતી હતી જોકે એ જમાનામાં ભાવિકો પોતાની સાથે જ સીધું સામાન પૂજાપા ના સાધનો લઈને જંગલમાં નીકળી પડતા મોટાભાગે પરિક્રમામાં વયોર્ક લોકો જ જોડાતા આજે સમય બદલાયો છે અધ્યતન વ્યવસ્થા જાતજાતના ભોજન ભજન સંતવાણી સાથે જંગલમાં મંગલના માહોલ વચ્ચે યોજાતી પરિક્રમામાં હવે વૃદ્ધોના બદલે યુવાનોની સંખ્યા વધી છે ધર્મ ભાવના સાથે સાથે વન ભ્રમણ અને એડવેન્ચરના ભાવ સાથે યુવાનોની સંખ્યા વધતા પરિક્રમાનું રૂપ જ બદલાઈ ગયું છે

36 કિલોમીટરના પરિક્રમા રૂટ પર ડગલે-ડગલે સઘન સુરક્ષાનું કવચ

પરિક્રમામાં બંદોબસ્ત વ્યવસ્થા માટે 36 કિલોમીટર વિસ્તાર 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે અને 2841 પોલીસ એસઆરપીની બે કંપનીઓ તેના કરવામાં આવશે લાખો ભાવિકોની સલામતી બંદોબસ્ત માટે ના કરવામાં આવ્યો છે પરિક્રમા અંગે જાહેર કરવામાં આવેલી પોલીસની સ્કીમમાં 6 ડિવાઇએસ પી 18 પીઆઇ 110 પીએસઆઇ 1726પોલીસ કર્મચારી 435 હોમગાર્ડ 680 ગ્રામ રક્ષક દળ મળી કુલ 3841 પોલીસ કર્મચારીઓ અને બે એસઆરપી કંપનીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ગઈકાલે સાંજે તમામ પોલીસ કર્મચારીઓની સ્થળની ફાળવણી કરી દેવામાં આવી છે.

પરિક્રમા બંદોબસ્તમાં હાઇટેક સુવિધા સાધન સામગ્રીથી સુરક્ષા કર્મચારીઓ સજ્જ

પરિક્રમા દરમિયાન હજારોની મેદની વચ્ચે ગુના બનતા અટકાવવા માટે 12 સર્વેલસ ટીમના 72 પોલીસ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે મહિલાઓની સુરક્ષા માટે 10 સી ટીમ ભવનાથ રોડ તેમજ શહેરના વિવિધ વિસ્તારમાં 285 સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે આ ઉપરાંત 125 બોડી વોર્ને કેમેરા, 20 રસા, 65 હાથબત્તી, અગ્નિ સામક 210, વોકીટોકી 9 નાઈટ વિઝન, 35 મેગા ફોન અને 45 આવતી સાથે સુરક્ષાની સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ભાવિકોની હકડે ઠઠ મેદની જોતા પરિક્રમા એક દિવસ વહેલી શરૂ થાય તેવી સંભાવના

ગિરનારની લીલી પરિક્રમા સત્તાવાર રીતે 23 નવેમ્બર દેવ ઉઠી અગિયારસ રાત્રે 12:00 વાગે પ્રારંભ થવાનો છે પરંતુ દર વર્ષે ભાવિકોની ભીડ ઉમટી પડતી હોવાથી વ્યવસ્થાના ભાગરૂપે અગાઉ જ પરિક્રમા શરૂ કરી દેવાની ફરજ પડે છે આ વર્ષે પણ અત્યાર સુધીમાં સવારથી દોઢ લાખ ની મેદની ભવનાથમાં પડાવ નાખી ચૂકી છે ત્યારે સંભવિત રીતે આજે તારીખ 22 ના રોજ સાંજે પરિક્રમાનો પ્રારંભ કરવો પડે તેવી શક્યતા જોવા મળે છે વહીવટી તંત્ર દ્વારા પણ બુધવારના પરિક્રમા ની શરૂઆત કરવાની તૈયારીઓ કરી લીધી હોય તેવું દેખાય છે તારીખ 22 આજે સાંજથી લઈ રાત્રિ વચ્ચે ગમે ત્યારે વનતંત્ર દ્વારા મુખ્ય પ્રવેશ દ્વારથી ભાવિકોને પ્રવેશ આપવાની વ્યવસ્થા કરી લીધી છે. જો કે સંતો-મહંતો અને સનાતન આગેવાનોએ આગોતરી પરિક્રમા અંગે નારાજગી વ્યક્ત કરી ભાવિકોને સમયસર જ પરિક્રમા કરવાની અપીલ કરી છે પરંતુ વ્યવસ્થા અને ભાવિકોની ભીડનું નિયમન કરવા માટે કદાચ આજે સાંજે જંગલના પ્રવેશદ્વાર ખોલી દેવામાં આવે તેવું દેખાઈ રહ્યું છે.

પરિક્રમામાં આવ્યા છો તો…જાણી લો વાહન ક્યાં પાર્ક કરવું

ગીરનાર લીલી પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુ ભવનાથ ખાતે આવે છે. આ સમય દરમિયાન ભવનાથ તળેટીમાં બહોળા પ્રમાણમાં વાહનોની અવર જવર રહેશે. જેથી ટ્રાફિકના સરળ નિયમન અને કોઈપણ પ્રકારના અકસ્માતો નિવારવા માટે જાહેર તથા ખાનગી પાર્કિંગની વ્યવસ્થા કરવાામં આવી છે.જાહેર પાર્કિંગ સ્થળોમાં નીચલા દાતાર પાસે ખુલ્લી જગ્યામાં તમામ પ્રકારના વાહનો માટે અને જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે ટુ વ્હિલર પ્રકારના વાહનોનું પાર્કિંગ રાખવામાં આવ્યું છે. જ્યારે ખાનગી પાર્કિંગ માટેના સ્થળોમાં વકીલ  દિપેન્દ્રભાઈ યાદવની વાડી (ભરડાવાવથી ગિરનાર દરવાજા રોડ ઉપર ટુ, થ્રી અને ફોર વ્હિલર વાહનો માટે, મજેવડી રોડ જુના દારૂખાનાની ખુલ્લી જગ્યા (માલિક ડોલરભાઈ કોટેચા), શશીકાંતભાઈ દવેની વાડી (મજેવડી દરવાજાથી ભરડાવાવ રોડ, જિલ્લા જેલની વાડી પર), અશોકબાગ આંબાવાડી મજેવડી દરવાજાથી ભરડાવાવ જતા રસ્તે અને ભાગચંદભાઈ ઉર્ફે કાળુભાઈ મહાસાગરવાળાની વાડી તરીકે ઓળખાતી જમીન, મજેવડી દરવાજાથી ભવનાથ તરફ જતા રસ્તે તમામ પ્રકારના વાહનો માટે ખાનગી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

પરિક્રમાના પ્રવાસીઓ માટે એસટી તંત્ર સુસજ્જ

ગિરનારની લીલી પરિક્રમામાં લાખો પ્રવાસીઓ એસટી બસ મારફતે જૂનાગઢનો અને ત્યાંથી ભવનાથ સુધીનો પ્રવાસ કરે છે. ત્યારે જૂનાગઢ એસટી ડેપો ડિવિઝન દ્વારા ભવનાથથી બસ સ્ટેશન સુધી પચાસ મીની બસ મૂકવામાં આવશે આ ઉપરાંત 150 થી વધુ એકસ્ટ્રા બસ સૌરાષ્ટ્રમાં મૂકવામાં આવનાર છે. જે અંતર્ગત ભવનાથ વિસ્તારમાં એસટી વિભાગ દ્વારા જરૂરી કંટ્રોલરૂમ અને બસનું પાર્કિંગ તેમજ મંડપ સહિતની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

પરિક્રમા દરમિયાન ટ્રાફિક નિયમન માટે માર્ગો એકતરફી જાહેર કરાયા

પરિક્રમા દરમિયાન ટ્રાફિકના નિયમન અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે જૂનાગઢ જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ પી.જી. પટેલે તેમને મળેલ સતાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરીને જૂનાગઢ શહેરમાંથી ભવનાથ જવા માટે ભરડાવાવથી સ્મશાન સુધી અને વડલી ચોકથી ભવનાથ મંદિર, મૃગીકુંડ તળાવની પાળ સુધીના રસ્તાઓ જયારે ભવનાથથી જૂનાગઢ શહેર તરફ આવવા માટે મંગલનાથની જગ્યાએથી વડલી ચોક સુધી અને સ્મશાનથી ગીરનાર દરવાજા સુધીના રસ્તાઓ એક માર્ગીય કરવામાં આવેલ  છે અને  કોઇપણ પ્રકારના વાહનોની (સરકારી વાહનો અને ફરજ ઉપરના અધિકારીઓના વાહનો સિવાય ) ભવનાથ તળેટીથી આગળ પરિક્રમાના રસ્તાઓ ઉપર અવર-જવર માટે પ્રતિબંધ રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

ઓટો રીક્ષાના ડ્રાઈવર પણ સ્વચ્છતા જાળવવા જાગૃતતા ફેલાવશે

જૂનાગઢ આરટીઓ ખાતે ફિટનેસ ઇન્સ્પેક્શન અર્થે આવેલ ઓટો રિક્ષા તથા પેસેન્જર બસના ડ્રાઇવરોને, ગિરનાર પરિક્રમા માટે જૂનાગઢ આવનાર યાત્રીઓ કે, જેઓ પરિક્રમા દરમિયાન તેઓના મુસાફર હશે, તેને જૂનાગઢ જિલ્લાનાં મહેમાન માની તેઓનું સ્વાગત કરવા તથા એક જવાબદાર યજમાન તરીકે પરિક્રમા દરમિયાન તેઓની સુરક્ષા તથા ગિરનાર વિસ્તારની કુદરતી સુંદરતા અને સ્વચ્છતા જળવાઈ રહે તે અંગે આવનાર મુસાફરોમા જાગરૂકતા ફેલાવવા અંગેની સૂચના આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.