Abtak Media Google News

ગામે ગામ વાજતે ગાજતે ભગવાન જગન્નાજીની રયાત્રા નિકળી: લાખો ભાવિકો દર્શર્નો ઉમટયા

અષાઢી બીજ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્રનાં શહેરોમાં ભગવાન જગન્નાજીની રયાત્રા ધામધૂમપૂર્વક યોજાઈ હતી. રયાત્રામાં લાખો ભાવિકોએ ભાવપૂર્વક જોડાઈને ધન્યતા અનુભવી હતી.

આ દિવસે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજીને અષાઢી બીજના મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

અષાઢ સુદ બીજનો દિવસ એટલે પ્રભુ અને ભક્તના મિલનનો દિવસ. આ દિવસે ક્રિષ્ણચંદ્ર પરમાત્મા પોતાના ભકતોની ક્ષેમ કુશળ જાણવા તા દર્શન આપવા બહેન સુભદ્રાજી તા ભાઈ બલભદ્રજી સો રમાં બીરાજીને નગરયાત્રાએ નિકળ્યા હતા. આ પરંપરાને જાળવીને દેશભરમાં અષાઢી બીજના શુભ દિને જગન્નાજીની ધામધૂમપૂર્વક રયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ ઠેર-ઠેર ઉત્સવનો માહોલ સર્જાયો હતો.

દ્વારકા જગતમંદિર

દ્વારકાના જગત મંદિરે પુષ્ય નક્ષત્રમાં રયાત્રા મહોત્સવ ભાવભેર ઉજવાયો હતો. દ્વારકાધીશજીને ચાંદીના રમાં પધરાવી મંદિર પરિસરમાં ચાર પરિક્રમા ફેરવવામાં આવી હતી અને ચાર પરિક્રમા વખતે શ્રીજીની ચાર આરતી અને ચાર વિશેષ ભોગ ધરાવવામાં આવ્યા હતા. દ્વારકાધીશ મંદિર પુજારી પરિવારે ભક્ત વૈષ્ણવો સો વૈદ્ય-ઘોષ, ભજનો ઝાલર, નગારાના તાલે આ ઉત્સવને ભાવપૂર્વક આ પ્રસંગે હજારો ભાવિકો દર્શર્નો ઉમટયા હતા.

ટંકારા

ટંકારાના લક્ષ્મી નારાયણ મંદિરે અષાઢી બીજે ૧૧૧૧ કમળ થી રથ નો શ્રુગાંર કરી અદ્ભુત રથયાત્રા યોજાઈ હતી ટંકારા મા હજુ બે દિવસ રથ મા બિરાજમાન ઠાકોરજી ની ઝાંખી થશે. ટંકારા શહેર મધ્યે બિરાજતા અને પંથક ના આરાધ્ય દેવ શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ખાતે અષાઢી બીજ નિમીતે પ્રતિ વર્ષ ની જેમ આ વર્ષે પણ રથયાત્રા યોજાય હતી જેમા હરી ભક્તો દ્વારા ૧૧૧૧કમળ ધરી સુંદર મનોરથ કર્યા ટંકારા મા હજુ બે દિવસ ઠાકોરજી રથયાત્રા કરી દર્શન નો લાભ મળશે.

ધ્રાંગધ્રા

અષાઢીબીજના પાવન અવસરમાં ધ્રાગધ્રા શહેરમા ભગવાનની રથયાત્રા નિકળી હતી જેમા શહેરની ધમઁપ્રેમી જનતા જોડાઇ હતી. રથયાત્રા શહેરના કૃષ્ણનિ-બળદેવજીની હવેલીએથી નિકળી શહેરના મુખ્ય માગોઁ પરિચય ફરી હળવદરોડના મેદાનમાં પાસે સભાના સ્વરૂપે પુણઁ થઇ હતી રથયાત્રાના રુટમા કેટલાંક સેવાભાવી સંસ્થાઓમાં તથા લોકો દ્વારા સરબત, પાણી નાસ્તા સહિતના સ્ટોલ

ઉભા કરી સેવાનું ધન્યવાદ અનુભવ્યું હતું ધ્રાંગધ્રામાં ભગવાને જગ્ગનાથની રથયાત્રામાં ધારાસભ્ય જેન્તીભાઇ કવાડીયા, કોગ્રેસના યુવા નેતા જયેશભાઇ પટેલ, મહેસ પટેલ, સહિતના જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.