Abtak Media Google News

જૈન સમાજના ચારેય કિરણના યુવક-યુવતિઓ ભાગ લઇ શકશે

જૈન સોશિયલ એકટીવીટી કલબ-રાજકોટ (મેઇન)દ્વારા આગામી તા.૨૬-૪-૨૦ના અમદાવાદ ખાતે ‘જૈન અતુટ બંધન યુવક-યુવતિ દ્વિતીય પરીચય મેળો ૨૦૨૦નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જૈન સમાજના દરેક ફીરકાના અપરણીતા, છૂટાછેડા, વિધુર અને વિધવા યુવાન યુવતિઓ આ પરીચય મેળામાં ભાગ લઇ શકાશે.

Advertisement

રાજકોટ સ્થિત જૈન સોશિયલ એકટીવીટી કલબ દ્વારા છેલ્લા બે વર્ષમાં વિભિન્ન જીવદય માનવસેવા, સાંસ્કૃતિક અને સમાજ સેવાના કાર્યો અવિરતપણે થતા રહે છે. જેનો બહોળો લાભ જૈન સમુદાયને પણ મળી રહ્યો છે. આ સેવા પ્રવૃતિઓ સમાજ માટે પણ પ્રેરણાદાયક અને જરૂરીયાતમંદો માટે આર્શિવાદરૂપ બની છે.

2.Tuesday 2 1

આગામી પરિચય મેળો તા.૨૬-૪ના રવિવારે અમદાવાદમાં દિનેશ હોલ, ઇન્કમ ટેક્ષ ચાર રસ્તા ખાતે યોજાનાર છે. માત્ર જૈન સમાજના ચારેય ફીરકાઓ માટે જ આયોજીત આ પરિચય મેળામાં ભાગ લેવા ઇચ્છુકોએ તેના ફોર્મ રાજકોટમાં કેતનભાઇ સંઘવી, બાલાજી માર્કેટીગ, રૂડાનગર-૧, શેરી નં.૭ વુંદાવન સોસાયટી, પ્લોટ નં.૧૪૮, શકિત પ્રોવિઝન સ્ટોર સામે, રાજકોટ મો.નં.૯૧૦૬૬૬૧૪૬૬ અથવા અમદાવાદમાં વિશાલભાઇ બગડીયા, બ્લોક નં. એચ-૩૬/૪૨૯, આનંદનગર એપાર્ટમેન્ટ સોસાયટી, અખબારનગર, રત્ના સ્કુલની બાજુમાં, અમદાવાદ, મો. નં. ૯૯૨૫૮૩૯૯૯૩ ઉપર સંપર્ક કરવાની ઉપલબ્ધ થઇ શકશે. આ પરિચય મેળાની રજીસ્ટર ફી માત્ર રૂા.૭૦૦ તથા સાથે આવનાર વાલીની ફી રૂા.૩૦૦ રાખવામાં આવેલ છે. જેમાં નવકારશી, ભોજન તથા પરિચય મેળાની કીટનો સમાવેશ થઇ જાય છે. ફોર્મ ભરવાની અંતિમ તા.૯-૪ રાખવામાં આવેલ છે. અંતિમ તારીખ સુધીમાં રજીસ્ટ્રેશન થયેલ ઉમેદવારોના બાયોડેટા વિગેરે આ માટે ખાસ પ્રકાશીત થનાર ડીરેકટરીમાં પણ પ્રસિધ્ધ કરવામાં આવશે ત્યારે અંતિમ તારીખ બાદ પણ ભાગ લેનારા ઇચ્છુક ઉમેદવારો રજીસ્ટ્રેશન કરવી ભાગ પણ લઇ શકશે.

આ પરિચય મેળાની વિશેષ માહિતી અમદાવાદમાં વિશાલ બગડીયા મો.નં.૯૯૨૫૮ ૩૯૯૯૩ તથા રાજકોટ માં કેતન સંઘવી મો.નં.૯૧૦૬૬૬૧૪૬૬, ભાવિક વોરા મો.નં. ૯૧૫૭૩૦૨૩૦૩, નિરવ તુરખીયા મો.નં.૯૬૬૨૬૦૬૩૦૩, ચિરાગ પટેલ મો.નં.૮૧૪૦૦૦૯૨૦૦ ઉપર સંપર્ક કરવાથી મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.