Abtak Media Google News

ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના સમગ્ર ગુજરાતના બધા જીલ્લાના ગામડાની અંદર જળસિંચાઈના કામની અંદર દરેક ગામના તળાવ ઉંડા ઉતારવાનું જે કામ હતું તેમાં વરુણદેવની મહેરબાનીથી ભરપુર જળનો સ્ત્રોત આવેલ એનો જળ જળપૂજન કરવાના કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી ડિ.કે.સખીયા, મહામંત્રીશ્રી ભાનુભાઈ મેતા તેમજ સમગ્ર જળપૂજન કાર્યક્રમના ઇન્ચાર્જશ્રી વિજયભાઈ કોરાટ તથા સહ-ઇન્ચાર્જશ્રી બીપીનભાઈ રેલીયાના માર્ગદર્શન હેઠળ  રાજકોટ જીલ્લાના રાજકોટ તાલુકાના ઢાંઢણી, ઢાંઢિયા, લીલી સાજડીયાળી, અણીયારા, સરધાર મુકામે રાજકોટ જીલ્લા ભાજપના કારોબારી સભ્ય દશરથસિંહ જાડેજા, રાજકોટ તાલુકા ભાજપના ઉપપ્રમુખ ધીરેનભાઈ સંખાવરાની આગેવાની હેઠળ શાસ્ત્રોક્ત વિધિથી જળ પૂજનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

Advertisement

Img 20180801 Wa0019જેમાં લોધિકા તાલુકાના કાંગશીયાળી, ગામના જળપૂજનના કાર્યક્રમમાં આગેવાન કાર્યકર્તાશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, તેમજ અન્ય ગ્રામ્ય આગેવાનો તથા કોટડાસાંગાણી તાલુકાનું શાપર(વેરાવળ),  ગોંડલ તાલુકાનું ગોમટાના જળપૂજનના કાર્યક્રમમાં પ્રફુલભાઈ ટોળિયા, ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, ગોંડલ તા.પં.ના સભ્ય નિખીલભાઈ કાથરોટીયા, ગોંડલ ભાજપ અગ્રણીશ્રીઓ, યોગેશભાઈ કયાડા, ગોમટાના સરપંચશ્રી, જેતપુર તાલુકાનું વિરપુરના જળપૂજનના કાર્યક્રમમાં જેતપુર તાલુકા ભાજપ મહામંત્રી વેલજીભાઈ સરવૈયા, દીપકભાઈ ગાજીપરા, દિનેશભાઈ વઘાસીયા, જીલ્લા કારોબારી સભ્ય રમેશભાઈ કોઠારી તેમજ સમગ્ર કાર્યક્રમમાં બુથ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Img 20180801 Wa0023

રાજકોટ તાલુકાના ઢાંઢણી ગામે જળપૂજનના કાર્યક્રમમાં વિજયભાઈ પરમાર,  ઢાંઢિયા ગામે સરપંચ બોળીયા, લીલીસાજડીયાળી ગામે કિરીટભાઈ રામણી, અણીયારા ગામે સંજયભાઈ અજાણી, સરધાર ગામે જીવરાજભાઈ રાદડિયાના હસ્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તમામ ચેકડેમ અને તળાવોનું વિધિવત શાસ્ત્રોક્ત વિધિથી પૂજન શ્રી રવિભાઈ જોશી અને હેતભાઈ પંડ્યા દ્વારા કરાવ્યું હતું. આ તકે ગામના સ્થાનિક જીલ્લા ભાજપના હોદેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.