Abtak Media Google News

પુત્રના પ્રેમલગ્નની સજા પિતાને

કારમાં અપહરણ કરી બળજબરીથી ઝેર પીવડાવી હત્યા કર્યોાનો આક્ષેપ

જામજોધપુર ના કલ્યાણપુરના યુવકે જેતપુરની યુવતિ સાથે પ્રેમલગ્ન કરતાં યુવતિના પરિવારજનોએ યુવકના પિતાનું અપહરણ કરી ઝેરી પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતાર્યાના આક્ષેપ સાથે મરણ જનારના ભાઇએ છ શખ્સો વિરુઘ્ધ ગુનો નોંધવા શેઠ વડાળા પોલીસ મથકમાં અરજી કરી છે.

Advertisement

જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામના લખમણ કાનજી સાંબલના પુત્ર શૈલષે એકાદ માસ પહેલા જેતપુરના રહીશ અરજણ ભૂરા ડાભીની પુત્રી સાથે પ્રેમલગ્ન કરી ભાગી છુટયા હતા.

યુવતિના પરિવારજનો અવાર નવાર લખમણ ભાઇ તથા તેમના ભાઇ હીરાભાઇને ફોન કરી શ્રૃતિને ગોતી આપવાનું કહી જાનથી મારી નાખવાની અને પરિવારને સાફ કરી નાખવાની ધમકી આપતા હતા.

દરમિયાન ગત તા. 19-10-22 ના રોજ યુવતિના પરિવાર વાળા ચનાભાઇ ડાભી, ખોળા ડાભી, નંદા ડાભી, યોગેશ ડાભી, ભીમા ડાભી અને કાનાભાઇ ઓધડભાઇ વગેરે યુવકના પિતા લખમણભાઇના ઘરે આવી યુવક-યુવતિને ગોતવા સાથ આવો તેમ કહી લખમણભાઇ સાંબલ પર દબાણ કરી ગાડીમાં બેસાડલ લઇ ગયા હતા.

લખમણભાઇ ઘરે આઠ વાગ્યા સુધી પરત નહીં ફરતાં તેમના ભાઇઓ ફોન કરતાં માત્ર લખમણભાઇ નવાગઢ ચોકડીએ પહોચ્યા છીએ એટલું બોલી શકેલા અને ફોન કપાઇ ગયો. બાદ રાત્રીના લખમણભાઇના ભાઇનો 9.45 કલાકે જેતપુરથી ફોન આવેલો કે લખમણભાઇને સરકારી દવાખાને લઇ આવ્યા છીએ અને મજા નથી. ફરી 10.30 વાગ્યે ફોન આવેલો કે લખમણભાઇનું મૃત્યુ થયું છે.

કલ્યાણપુરથી લખમણભાઇને લઇને આવેલા યુવતિના પરિવારજનો જતા રહેલા છે આ બનાવથી લખમણભાઇના કુટુબીક ભાઇ લાખા જશવંત સાંબલ દ્વારા યુવતિના પરિવારજનો વિરુઘ્ધ ઝેરી પદાર્થ ખવડાવી મારી નાખ્યા હોવાની શંકા વ્યકત કરી છે.

યુવતિના પરિવારજનોના ચના મુળુ ડાભી, ખોળા ભુરા ડાભી, નંદા ગોવિંદ ડાભી, યોગેશ અરજણ ડાભી, ભીમા મુળુ ડાભી (રહે. બધા વડવાળા નેશ નદીના સામા કાંઠે જેતપુર) અને કાના ઓધડભાઇ નાસંગ સહીત 6 લોકો વિરુઘ્ધ અપહરણ કરી ઝેરી પદાર્થ ખવડાવી મારી નાખવા અંગે ફરીયાદ દાખલ કરવા શેઠવડાળા પોલીસ સ્ટેશન અને જેતપુર (જીલ્લો રાજકોટ) પોલીસ સ્ટેશને રુબરુ અરજી આપીને રાજયના ગૃહમંત્રી અને રાજકોટ એસ.પી. ને પણ જાણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.