Abtak Media Google News
પોલીસે બેંકના મહિલા કર્મચારીની ફરિયાદના આધારે ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈની સામે ગુન્હો નોંધ્યો

Screenshot 4 30

જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલી પંજાબ  નેશનલ બેંકમાં ઇન્ચાર્જ મેનેજર તરીકે ફરજ બજાવતા એક કર્મચારીએ બેન્કના જ લેડીસ વોશ રૂમમાં સ્પાઇક કેમેરો મુકવાનું અધમ કૃત્ય કયું હતું. જેને બેંકમાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીએ ખુલ્લું પાડ્યું હતું, અને પંચકોશી એ. ડિવિઝન પોલીસમાં તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જે ગુનામાં આરોપી રજા પર ઉતરીને ભાગી છૂટ્યો હોવાથી પોલીસે તેની રજા કેન્સલ કરાવી  બેંકમાં હાજર કરાવ્યો હતો, અને તેની ધરપકડ કરી લીધી છે.Screenshot 5 21

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેંક કે જેમાં બેંકના વર્તમાન મેનેજર પખવાડિયા પહેલાં રજા પર ગયા હોવાથી તેનો ચાર્જ બેંકના જ અન્ય કર્મચારી મૂળ હરિયાણા રાજ્યના વતની અખિલેશ સૈની ને સોંપવામાં આવ્યો હતો. જેણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ગત ૭ મી ઓગસ્ટના દિવસે બેંકના મહિલા કર્મચારીઓ માટેના વોશરૂમમાં કેમેરો મુક્યો હતો. જે છુપી રીતે રહી શકે છે કે કેમ, તેની ટ્રાય કર્યા પછી તેણે તે સ્પાઈ કેમેરો ઉઠાવી લીધો હતો.

ત્યારબાદ ફરીથી તેણે ૧૦ ઓગસ્ટના દિવસે લેડીઝ ટોયલેટમાં ફરી સ્પાય કેમેરો લગાવી દીધો હતો. દરમિયાન બેંકના જ એક મહિલા કર્મચારી નો સ્પાઇ કેમેરા પર ધ્યાન જતાં તેમણે તુરતજ ઉઠાવી લીધો હતો, અને બેંકના અધિકારીને જાણ કરી હતી.

આ ઉપરાંત પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે બેંકના મહિલા કર્મચારીની ફરિયાદના આધારે ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈની સામે ગુન્હો નોંધ્યો હતો. જે આરોપી બનાવવા પછી તરત બેંકમાંથી રજા પર ઉતરીને ભાગી છુંટ્યો હતો.

દરમિયાન પોલીસે તેનો જુદા જુદા સ્થળો પર શોધખોળ કર્યા પછી આખરે તેને ઉઠાવી લીધો છે. અને  જામનગર લઈ આવ્યા પછી તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

 

સાગર સંઘાણી 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.