Abtak Media Google News

ભારે વાહનો માટે સાત રસ્તાથી ગુરૂદ્વાર ચોકડી જવાનો માર્ગ બંધ: મોટરસાયકલ, મોટર કાર અને નાના વાહનો જઈ શકશે

સાત રસ્તાથી સુભાષબ્રીજ સુધી ફલાય ઓવર બની રહ્યો હોય જે અનુસંધાને ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો છે. જો કે નાના વાહનો મોટર સાઈકલ, મોટર કાર વગેરે માટે જવાનો માર્ગ ચાલુ રહેશે. મહાનગરપાલિકાની હદમાં આવતા સાત રસ્તાથી સુભાષ બ્રિજ સુધીનો માર્ગ પર ફોરલેન એલિવેટેડ ફ્લાય ઓવર બનાવવાનું કામ હાલ ચાલુ હોવાથી સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.2/8/2021થી તા.31/01/2023 સુધી અમુક રસ્તા પર વાહન વ્યવહાર ભારે વાહનો માટે બંધ રાખવા જાહેરનામુ પાડવામાં આવ્યું છે.ભારે વાહનો તથા એસટી બસ, પ્રાઇવેટ બસ માટે રસ્તો બંધ તે રૂટસાત રસ્તા સર્કલથી ગુરુદ્વાર ચોકડી સુધી જવાના માર્ગ પર ભારે વાહનો તથા એસટી બસ પ્રાઇવેટ બસ બંધ રહેશે.

જ્યારે હાલ ગુરુદ્વાર ચોકડીથી સાત રસ્તા સર્કલ તરફ જતા ડાબી બાજુ તરફનો ટ્રાફિક માર્ગ તથા જમણી બાજુ વાલ્કેશ્વર સોસાયટી નો ટ્રાફિક માર્ગ પર ભારે વાહનો તથા એસટી બસ પ્રાઇવેટ બસ માટે બંધ રહેશે તથા તે માર્ગ પર ટુ વ્હીલર, ફોરવીલર નાના વાહનો ચાલુ રહેશે. ઉપરોક્ત ભારે વાહનો તથા એસ.ટી બસ, પ્રાઇવેટ બસ માટે રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં શહેરમાં અલગ અલગ જગ્યાએ જવા માટે 6 રૂટ નક્કી કર્યા છે. જે જામનગર શહેરમાંથી રાજકોટ રોડ તરફ જતાં કે આવતા ભારે વાહનો તથા એસટી બસ પ્રાઇવેટ બસ માટે ડાયવર્ઝન રોડ ગૌરવ પથ રોડ પરથી ટાઉનહોલ થઈ બેડી ગેટથી કાશીવિશ્વનાથ રોડ પર થઈ સુભાષ બ્રિજથી રાજકોટ રોડ તરફ જઇ શકાશે.

રાજકોટ રોડ સુભાષ બ્રિજ પાસેથી શહેરમાં આવતા ભારે વાહનો તથા એસટી બસ પ્રાઇવેટ બસ માટે સુભાષ બ્રિજથી ત્રણ દરવાજાથી બેડી ગેટથી ટાઉનહોલથી ગૌરવપથ રોડ પર થઈ સાત રસ્તા સર્કલ થી ઓશવાળ સેન્ટર પરથી દિગ્જામ સર્કલ સુધી જઈ શકાશે. શહેરમાંથી રાજકોટ રોડ તરફ જતા કે આવતા વાહનો માટે મીગ કોલોનીથી ગૌરવપથ રોડ પરથી ટાઉનહોલ બેડી ગેટથી કાશીવિશ્વનાથ રોડ પરથી સુભાષ બ્રિજથી રાજકોટ રોડ તરફ જઇ શકાશે. રાજકોટ રોડ સુભાષ બ્રિજ પાસેથી શહેરમાં આવતા ભારે વાહનો માટે સુભાષ બ્રિજથી ત્રણ દરવાજાથી બેડી ગેટ ટાઉનહોલ ગૌરવ પથથી મિગ કોલોની સુમેર ક્લબ રોડ તરફ જઇ શકાશે.

જામનગર શહેરમાંથી રાજકોટ રોડ તરફથી આવતા વાહનો માટે સુમેર ક્લબ રોડથી ઓસવાળ હોસ્પિટલથી દિગ્વિજય પ્લોટ મેઈન રોડથી પવનચક્કી સર્કલથી લાલપુર બાયપાસ ચોકડી તરફથી જઇ શકાશે. રાજકોટ રોડથી જામનગર શહેરમાં આવતા વાહનો માટે લાલપુર બાયપાસ ચોકડી તરફથી પવનચક્કી સર્કલથી દિગ્વિજય પ્લોટ મેઈન રોડથી સુમેર કલબ રોડ તરફ જઇ શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.