Abtak Media Google News

હિરા ખરીદવા આવેલા સુરતના શખ્સે અસલી હિરા ઓળવીને પથ્થરના કાકરાનું પેકેટ આપી કરી છેતરપિંડી

જામનગર ખાતે રહેતા મહિલા વેપારી સાથે રૂ.૩૮ લાખની હિરાની છેતરપિંડી કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા સુરતના શખ્સની જામીન અરજી અદાલતે ફગાવી નામંજૂર કરતો હુકમ કર્યો છે.

Advertisement

વધુ વિગત મુજબ જામનગર શહેરના ચાંદીબજારમાં રહેતા પલ્લવીબેન પ્રફુલભાઈ જડીયા નામના વેપારીએ સુરતના નરશી ઉર્ફે નિલેશ નારણ કોરડીયા નામના શખ્સે રૂ.૩૮ લાખના હિરા ખરીદવાના બદલે ઓળવી ગયાની સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નરશી ઉર્ફે નિલેશ કોટડીયા સામે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પ્રાથમિક પુછપરછમાં પલ્લવીબેનનો મોબાઈલ ફોન પર સંપર્ક થતાં નરશી ઉર્ફે નિલેશે પલ્લવીબેનનો મોબાઈલ ફોન પર સંપર્ક થતા નરશી ઉર્ફે નિલેશ પલ્લવીબેનને વિશ્વાસમાં લઈ રૂ.૩૮ લાખના હિરાનું પેકટ લઈ પથ્થરના કાકરાનું પેકેટ રાખી અસલી હિરા લઈ ગયાનું જણાવ્યું હતું તપાસ પૂર્ણ થતાં જેલ હવાલે કર્યા હતા.

હાલ જેલ હવાલે રહેલો નરશી ઉર્ફે નિલેશ કોટડીયાએ જામીન પર છુટવા અરજી કરતા જેમાં બન્ને પક્ષોની રજૂઆત બાદ મુળ ફરિયાદના એડવોકેટ મનીષભાઈ પાટડીયાની લેખિત-મૌખિક દલીલ અને વિવિધ હાઈકોર્ટના ચુકાદા તાકેલા તેમજ તપાસનીશ અધિકારીના સોગંદનામા ધ્યાને લઈ ન્યાયધીશે નરશી ઉર્ફે નિલેશની જામીન અરજી નામંજૂર કરી છે.

જામીન અરજીમાં મુળ ફરિયાદીના એડવોકેટ તરીકે મનીષભાઈ પાટડીયા, વિમલ એચ.ભટ્ટ અને પંકજ જી.મુલીયા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.