Abtak Media Google News

જામનગર શહેર તથા જિલ્લામાં દેશી દારૃની પ્રવૃત્તિ બંધ કરાવવા માટે આપવામાં આવેલી સૂચનાના પગલે શનિ તથા રવિવારના દિવસોએ પોલીસે સંખ્યાબંધ સ્થળોએ દરોડા પાડી કેટલાક નશાખોરોને જાહેરમાં ઝૂમતા પકડી પાડી દેશી-વિદેશી દારૃનો જથ્થો કબજે કર્યો છે.

જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૯ના છેવાડે આવેલા શાંતિનગરની શેરી નં.૭માં રવિવારે બપોરે પોલીસે શક્તિસિંહ ધીરૃભા જાડેજા નામના શખ્સના મકાનમાં દરોડો પાડતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની પાંચ બોટલ મળી આવી હતી. પોલીસે શક્તિસિંહ નાસી ગયો હોય તેની શોધખોળ શરૃ કરી છે.

તે ઉપરાંત નવાગામ ઘેડ વિસ્તારમાંથી છત્રપાલસિંહ રણજીતસિંહ સોલંકી નામના રાજપાર્કમાં રહેતા શખ્સને નશાની હાલતમાં જીજે-૧૦-પી ૧૬૩૪ નંબરના મોટરસાયકલ પર જતો પોલીસે પકડી લીધો છે, ખારવા ચકલામાંથી જીજ્ઞેશ કિશોરભાઈ વસા, દિ. પ્લોટ-૪૯માંથી જયેશ દેવશીભાઈ વાઘેલા, અરવિંદ કરશનભાઈ પરમાર, કુરજી રતનશી ગજરા, પટેલ પાર્ક પાસેથી ધર્મેશ કાંતિલાલ કુંભાર, સ્મિત ભરતભાઈ જોષી, સુભાષ શાક માર્કેટ પાસેથી ઈમ્તિયાઝખાન સુલતાનખાન શેખ, ધરારનગર-ર નજીકના સાત નાલા પાસેથી કિરીટસિંહ કલુભા જાડેજા, ત્રણબત્તી પાસેથી સૂરજ પ્રવિણભાઈ વાલ્મિકી, વુલન મીલ ફાટક પાસેથી જગદીશ કારાભાઈ રાઠોડ, જયંતિભાઈ હીરાલાલ ગોહિલ, અમિત દોલતરાય પરમાર, અંધાશ્રમ ઓવરબ્રિજ પાસેથી મુકેશ નાથાભાઈ ડાંગર, બેડીની સોઢા ફળીમાંથી સુરેશ કમલેશભાઈ મકવાણા, સિક્કાની ભગવતી સોસાયટીમાંથી હર્ષવર્ધન રામસિંહ નેપાળી, આસિફ યુસુફ ભાયા, કાલાવડના ટોડામાંથી ધર્મેન્દ્રસિંહ હરભમજી જાડેજા, દિલીપ છગનભાઈ આદિવાસી નામના શખ્સો નશાની હાલતમાં રખડતા પકડાઈ ગયા છે.

આ ઉપરાંત દિગ્વિજય પ્લોટ-૪૯માંથી કિશોર બાબુલાલ ગોરી નામનો શખ્સ દેશી દારૃની કોથળી સાથે ઝડપાયો છે. જ્યારે જૂના રેલવે સ્ટેશન પાસે બાવરીવાસમાંથી કારીબેન કાદરભાઈ ઉમરજટ નામના મહિલા ચૌદ લીટર દેશી દારૃ સાથે, જાગૃતિનગરમાંથી સરસ્વતિબેન કાનાભાઈ બાવરી ચાર લીટર સાથે, આશાબેન ગોપી કોળી નામના ફરાર મહિલાના કબજામાંથી પણ ચાર લીટર, ગણપતનગર-બાવરીવાસમાંથી ફરાર મહિલા લાજવંતી રમેશભાઈ બાવરીના કબજામાંથી ત્રણ લીટર, નિલકમલ સોસાયટી પાછળ સમ્રાટ અશોકનગરમાં ફરાર મહિલા હસીનાબેન દિનમામદ બ્લોચના કબજામાંથી ચાર લીટર, ગોકુલનગર પાણાખાણ પાસેથી બુધુપ્રધાન ટૂપાપ્રધાન હાથી નામના શખ્સને બે લીટર સાથે, શ્યામલાલ શાહુ ધોરૃ નામના શખ્સને બે લીટર, બેડીની સોઢા ફળીમાંથી બળવંતસિંગ હરભજનસિંગ શીખના કબજામાંથી દેશી દારૃની કોથળી તેમજ કાલાવડના ટોડામાંથી ધર્મેન્દ્રસિંહ હરભમજી અને પીઠડિયા ગામમાંથી ભરત મોહનભાઈ દલિતને ત્રણ લીટર દેશી દારૃ સાથે પોલીસે પકડી ગુન્હા નોંધ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.