Abtak Media Google News

 સાગર સંઘાણી

જામનગરના વિભાપરમાં આવતીકાલ ગુરુવાર તારીખ ૨ માર્ચના રોજ જય વછરાજ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌધુલી મહા સંગ્રામ ૨૦૨૩ અંતર્ગત પંચકુંડી મહાયજ્ઞ મુખ્ય અતિથિઓનો સન્માન સમારોહ, મહાપ્રસાદ તેમજ ભવ્ય લોક ડાયરા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર પંથકના ખ્યાતના ભજન નિરંજનભાઇ પંડ્યા ઉપરાંત કચ્છના લોકગાયક નિલેશ ગઢવી, લોક સાહિત્યકાર મનસુખભાઈ વસોયા, તેમજ જાણીતા મહિલા ભજનિક અલ્પાબેન પરમાર સંતવાણી તેમજ લોક ડાયરા ના માધ્યમથી સર્વેને મંત્રમુગ્ધ કરશે.

ગૌધૂલી મહાસંગ્રામ- ૨૦૨૩ અંતર્ગત પંચકુંડી મહા યજ્ઞ- મહેમાનો સન્માન સમારોહ- મહાપ્રસાદ- તથા લોક ડાયરા સહિતના આયોજનો

Whatsapp Image 2023 03 01 At 19.38.04 1

વિભાપર ગામમાં આવેલી જય વછરાજ ગૌ સેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા ના લાભાર્થે યોજાયેલા આ કાર્યક્રમમાં ખીજડા મંદિર ટ્રસ્ટના આચાર્ય ૧૦૦૮ કૃષ્ણમણિજ્ય મહારાજ તેમજ હરીપર (પિયાવા) આશ્રમના ઉમેશ ગીરીબાપુ ઉપસ્થિત રહી અને આશીર્વચનો પાઠવશે.

ખિજડા મંદિર ટ્રસ્ટના મહંત ૧૦૦૮ કૃષ્ણમણીજી મહારાજ તેમજ

હરીપર આશ્રમ(પ્યાવા)ના ઉમેશ ગીરીબાપુ આશીર્વાદ વચન પાઠવશે

Whatsapp Image 2023 03 01 At 19.38.04
આ ઉપરાંત જામનગરના જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, જામનગરના ૭૭- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, જામનગર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ મુંગરા, જામનગર જિલ્લાના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પી.બી. વસોયા, પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેર હોલ્ડર એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા સહિતના મહાનુભાવો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

Whatsapp Image 2023 03 01 At 19.38.05

ગૌધૂલી મહાસંગ્રામ ૨૦૨૩ અંતર્ગત સવારે આઠ વાગ્યે પંચકુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારબાદ બપોરે ૪.૦૦ વાગે સન્માન સમાહાર યોજાશે, અને સાંજે ૬.૦૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરાયું છે, ત્યારબાદ રાત્રિના નવ વાગે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં સર્વેએ ઉપસ્થિત રહેવા જય વછરાજ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા નિયંત્રણ પાઠવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.