Abtak Media Google News

લક્ષ્યાંક 153 કામનો, મોકલાવ્યા 156 કામ : મહાનગર પાલિકાના માત્ર 25 જ કામ, બાકી બધાં ખાનગી પ્રોજેક્ટ્સના ઠપકારી દીધાં

દર વર્ષે વાઇબ્રન્ટ સમિટમાં મ.ન.પા. દ્વારા મોટા ઉપાડે કરોડોના MOU કરાય છે

જામનગર મનપાએ વાઇબ્રન્ટ સમિટના કામની સંખ્યાનો લક્ષ્યાંક પૂરો કરવા આવાસ, ભૂગર્ભ ગટર સહિતના લોકલ કામ પણ ગણાવી દેતા ભારે આશ્ચર્ય સર્જાયું છે. આટલું જ નહીં સ્વચ્છ ભારત મિશન અને સ્થાનિક વોટર વર્કસના કામ પણ ઠપકાર્યા છે. મહાપાલિકાને લક્ષ્યાંક 153 કામનો અપાયો હતો જેની સામે 156 કામ મોકલ્યા છે. પરંતુ તેમાં મહાપાલિકાના ફકત 25 કામ છે બાકી બધા ખાનગી પ્રોજેકટનો સમાવેશ થાય છે.

રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ કરવા હોડ જામી છે. પરંતુ વાઇબ્રન્ટ સમિટમાં જે એમઓયુ થાય છે તેમાંથી મોટાભાગના ખઘઞ સમયસર પૂર્ણ થતાં નથી તે વાસ્તવિકતા છે. જામનગર મહાનગરપાલિકાએ વાઇબ્રન્ટ સમિટમાં ખઘઞ માટે 153 કામનો લક્ષ્યાંક અપાયો હતો. જેની સામે મનપાએ 156 કામ મોકલ્યા છે. નવાઇની વાત એ છે કે, તેમાં ફકત મનપાના 25 કામ છે.

તેમાં પણ શહેરમાં હાલમાં ચાલી રહેલા ફલાય ઓવર, ભૂગર્ભ ગટરનું રીસ્ટોરેશન કામ તથા આવાસ અને ભૂર્ગભ ગટરના લોકલ કામનો સમાવેશ થાય છે. આટલું ઓછું હોય તેમ સ્વચ્છ ભારત મીશન અને સ્થાનિક વોટર વર્કસના કામ પણ ઠપકારી દીધા છે.

156 માંથી 25 કામ મહાપાલિકાના છે, બાકી અન્ય કામ ખાનગી પ્રોજેકટના મૂકતા મહાપાલિકાની એમઓયુની કામગીરી સામે સવાલ ઉઠયા છે. નોંધનીય છે કે, દર વર્ષે વાઇબ્રન્ટ માં મનપા દ્વારા મોટા ઉપાડે કરોડોના એમઓયુ કરાયે છે. તેમાંથી મોટા ભાગના એમઓયુ સમયસર પૂર્ણ થતાં નથી. બીજીબાજુ ખાનગી પેઢી દ્વારા પણ વાઇબ્રન્ટમાં એમઓયુ કરાય છે. પરંતુ નાણાંની તંગી સહિતના કારણોસર કાં તો એમઓયુ સમયસર પૂર્ણ થતા નથી કે પડતા મૂકવામાં આવે છે.

કયાં કામ  ગણાવી દીધાં ?

  • રૂ.200 કરોડના ખર્ચે ચાલી રહેલું ફલાય ઓવરબ્રીજનું કામ
  • રૂ.25 કરોડના ખર્ચે ચાલી રહેલું ભૂજિયા કોઠા રિસ્ટોરેશનનું કામ
  • વોટકવર્કસના 3 કામ
  • આવાસ યોજનાના 2 કામ
  • સ્વચ્છ ભારત મીશનના 3 કામ
  • *ભૂગર્ભ ગટરના 3 કામ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.