Abtak Media Google News

વ્યાજબી ભાવના 100 આવાસો તૈયાર: લાભાર્થીઓની અરજી માટે અનુરોધ

શહેરમાં ઘરના ઘરનું સ્વપ્ન જોતા લાભાર્થીઓનું સ્વપ્ન પુરૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા 100 આવાસો રેડી પઝેશનમાં આપવા માટે શહેરીજનોને લાભ લેવા અપીલ કરાઇ છે. મહાનગર પાલિકા દ્વારા આવાસ યોજનામાં તૈયાર આવાસ મેળવવા માટે શહેરીજનોને અપીલ કરતા જણાવાયું છે કે, જે કુટુંબોને પોતાની માલીકીનું મકાન ન હોય તેવા લાભાર્થીઓ માટે ખુબ જ વ્યાજબી કિંમતમાં 1 બેડરૂમ, હોલ-કિચન વાળા રૂા.3 લાખની કિંમતના આવાસ માટે લાભાર્થી ઓને ફોર્મ ભરવા અપીલ કરાઇ છે.

જેમાં મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ મયુરનગર મેઇન રોડ, વામ્બે આવાસની બાજુમાં 60 આવાસો તૈયાર છે. આ આવાસ મેળવવા માટે લાભાર્થીએ રૂા.7500 એચડી એફસી બેંકમાં ભરવાના થશે. આ આવાસ મેળવવા માટે લાભાર્થીની આવક રૂા.1 લાખ સુધીની મર્યાદીત કરાઇ છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ગૃહ યોજના એલઆઇજી-1 યોજના હેઠળ રૂપિયા સાડા સાત લાખની કિંમતના અંદાજે 40 આવાસો તૈયાર છે. આ આવાસ માટે અરજી સાથે રૂા.20 હજાર ભરવા પડશે. આ આવાસ મેળવવા માટે લાભાર્થીની આવક રૂા.1 લાખથી રૂા.2.50 લાખ સુધીની જાહેર કરાઇ છે.

આ બન્ને આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટીંગ, ભૂગર્ભગટર નેટવર્ક, આંતરીક રસ્તાઓ, ગાર્ડન, ચીલ્ડ્રન પ્લે એરીયા ઉપરાંત લીફટની સુવિધા અને ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. મહાનગર પાલિકાની આ બન્ને આવાસ યોજનાના 100 આવાસો તૈયાર છે. જે મેળવવા માટે લાભાર્થીઓનું કે તેના કુુટુંબના સભ્યોના માલીકીનું મકાન કે પ્લોટ ન હોવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.