Abtak Media Google News

કોંગ્રેસે કર્યો સામાન્ય સભાનો વોકઆઉટ

જામનગરની સામાન્ય સભામાં પરંપરાને આગળ ધરીને કોર્પોરેટરો દ્વારા લોકપ્રશ્નોની રજૂઆત નહીં સાંભળવાના શાસક પક્ષના વલણનો વિરોધ કરીને વિપક્ષોએ હોબાળા સાથે વોકઆઉટ કર્યો હતો.

Advertisement

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષને લોકસમસ્યા રજૂ કરવાની શાસક પક્ષ ભાજપ દ્વારા તક આપવામાં નહીં આવતા વિપક્ષો સભા ત્યાગ કરી ગયા હતાં. આ પછી જુદી જુદી પેટા સમિતિઓની રચના કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા ગત્ સાંજે મેયર હસમુખ જેઠવાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠક માટે જુદી જુદી પેટા સમિતિઓનો એક માત્ર એજન્ડા હોવાથી વર્ષોની ’પરંપરા’ ચૂંટણી એજન્ડાવાળી સામાન્ય સભામાં પ્રશ્નો, રજૂઆતોને અવકાશ હોતો નથી.

ગઈકાલની સામાન્ય સભામાં પણ વિપક્ષી સદસ્યો દ્વારા જનતાના પ્રાણ પ્રશ્નો અંગે ચર્ચા  કરવા જણાવતા જ અધ્યક્ષે તેમની માંગણી ઠુકરાવી દીધી હતી અને આજે માત્ર ચૂંટણી એજન્ડા હોય, અન્ય કોઈ પ્રશ્નોત્તરી થઈ શકે નહીં તેમ જણાવતા વિપક્ષે એવી માંગણી કરી હતી કે મહિનામાં એક વખત મળતી સામાન્ય સભામાં કમ-સે-કમ લોકપ્રશ્નો તો સાંભળો, પરંતુ સત્તાધારીએ ટસના મસ થયા નહીં અને જનતાના પ્રશ્નો સાંભળવાની ના પાડી દેતા વિપક્ષોએ દેકારો-હોબાળો મચાવી આ હીટલરશાહી છે તેમ કહી સભા ત્યાગ કર્યો હતો. વિપક્ષોની રજૂઆત હતી કે લોકપ્રશ્નોની ચર્ચા સમિતિઓની રચનામાં કેવી રીતે નડતરરૃપ થાય?

આ પછી યથાવત્ રીતે ચાલુ રહેલી સામાન્ય સભામાં મહાનગરપાલિકાની જુદી જુદી પેટા સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ પછી સામાન્ય સભાની કાર્યવાહી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી, જેમાં પબ્લિક વર્કસ કમિટીમાં અરવિંદ સભાયા, અલ્કાબા જાડેજા, કમલાસિંહ રાજપૂત, જનકબા જાડેજા, ઉમરભાઈ ચમડિયા, યોગેશ કણઝારિયા અને ચેતનાબેન પૂરોહિત, વોટર વર્કસ સમિતિના નટુભાઈ રાઠોડ, ચેતનાબેન પૂરોહિત, લીલાવંતીબેન ભદ્રા, બીનાબેન કોઠારી, અલ્કાબા જાડેજા, અરવિંદ સભાયા અને ભાણજીભાઈ ખાણધરનો સમાવેશ થાય છે.સેનિટેશન સમિતિમાં દિનેશ ગજરા, રેખાબેન ચૌહાણ, ભરત મહેતા, મનિષ કનખરા, મેઘનાબેન હરિયા, નટુભાઈ રાઠોડ અને પ્રફુલ્લાબેન જાની તથા લાઈટ સમિતિમાં ઊષાબેન કંટારિયા, દિનેશ ગજરા, કમલાસિંહ રાજપૂત, પ્રવિણભાઈ માડમ, લીલાવંતીબેન ભદ્રા, જયશ્રીબેન નંદાણી અને મેઘનાબેન હરિયાનો સમાવેશ થયો છે.

શહેરી ગરીબ સમાજ કલ્યાણ સમિતિમાં રચનાબેન નંદાણિયા, ભાણજીભાઈ ખાણધર, મિતલબેન ફળદુ, રેખાબેન ચૌહાણ, ચેતનાબેન પૂરોહિત, પ્રફુલ્લાબેન જાની અને વાલાભાઈ ભારાઈ, સ્લમ અપગ્રેડેશન સમિતિમાં મેઘનાબેન હરિયા, ઉમરભાઈ ચમડિયા, હંસાબેન પીપરિયા, રીટાબેન ઝીંઝુવાડિયા, યોગેશ કણઝારિયા, રેખાબેન ચૌહાણ અને નટુભાઈ રાઠોડ, રમતગમત અને સાંસ્કૃતિક સમિતિમાં ક્રિષ્નાબેન સોઢા, રીટાબેન ઝીંઝુવાડિયા, ભરતભાઈ મહેતા, મેઘનાબેન હરિયા, અલ્કાબા જાડેજા, દિનેશ ગજરા, બિનાબેન કોઠારીનો સમાવેશ કરાયો છે.

ટાઉન પ્લાનિંગ અને માર્કેટીંગ સમિતિમાં આલાભાઈ ભારાઈ, પ્રફુલ્લાબા જાડેજા, અરવિંદ સભાયા, પ્રતિભાબેન કનખરા, અલ્કાબા જાડેજા, જયશ્રીબેન નંદાણી અને ક્રિષ્નાબેન સોઢા, આરોગ્ય અને ગાર્ડન સમિતિમાં બિનાબેન કોઠારી, હુસેનાબેન સંઘાર, અરવિંદભાઈ સભાયા, યોગેશ કણઝારિયા, મનિષ કનખરા, ઊષાબેન કંટારિયા, રચનાબેન નંદાણિયા, ડ્રેનેજ સમિતિમાં મનિષ કનખરા, જનકબા જાડેજા, પ્રતિભાબેન કનખરા, આલાભાઈ ભારાઈ, નટુભાઈ રાઠોડ, કુસુમબેન પંડ્યા અને જાંજીબેન ડેર, વાહન સમિતિમાં, યોગેશ કણઝારિયા, હંસાબેન પીપરિયા, પ્રફુલ્લાબેન જાની, જાંજીબેન ડેર, બીનાબેન કોઠારી, રીટાબેન ઝીંઝુવાડિયા, પ્રફુલ્લાબા જાડેજા, પૂર્વ પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મીતલબેન ફળદુ, પ્રફુલ્લાબેન જાની, હુસેનાબેન સંઘાર, જનકબા જાડેજા, જાંજુબેન ડેર, રચનાબેન નંદાણિયા અને હંસાબેન પીપરિયા તથા લીગલ સમિતિમાં કુસુમબેન પંડ્યા, મનિષ કનખરા, પ્રવિણભાઈ માડમ, કમલાસિંહ રાજપૂત, દિનેશ ગજરા, મીતલબેન ફળદુ અને ક્રિષ્નાબેન સોઢાનો સમાવેશ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.