Abtak Media Google News

ગોંડલનો શખ્સ પ્રતિદિન 2500થી 5000ની લોભામણી જાહેરાત કરી છેતરતો

જામનગર ની સાયબર ક્રાઇમ શેલ ની ટીમ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે છેતરપિંડી કરનારા શખ્સોને શોધી કાઢવા માટેની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે વર્ક ફ્રોમ હોમ માટે ટેલિગ્રામમાં ફેક ગ્રુપ બનાવી તેના માધ્યમથી એક મુવી રેટિંગ વેબસાઈટ બનાવી લોકો ને નાનાં રોકાણ બહાને નાણા ખંખેરવાનું કારસ્તાન ચલાવતી ગેંગ ના એક સભ્યને ગોંડલ થી ઝડપી લીધો છે, અને જામનગર લઈ આવ્યા પછી પૂછપરછ હાથ ધરી છે.

જામનગર સાઇબર ક્રાઇમ સેલ ની ટીમ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરતા શખ્સોને શોધી કાઢવા માટે ના પ્રયત્નો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે ટેલિગ્રામ માટેની ફેક વેબ સાઇટ બનાવી તેના માધ્યમથી એક મૂવી રેટિંગ ની વેબસાઈટ બનાવવામાં આવી હતી, અને તેમાં લોકોને નાના નાના રોકાણ કરીને તેઓની રકમ અન્ય લોકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી કરવામાં આવી રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જે ગેંગના સભ્યોને શોધવા માટે ઓનલાઇન સર્ચ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન રાજકોટ ગ્રામ્ય ના ગોંડલ ના ભોજપરામાં રહેતો સૂજન દિનેશભાઈ રૈયાણી કે જે ટેલિગ્રામ માં લોભામણી જાહેરાત કરીને લોકો ને મુવી રેટિંગના બિઝનેસમાં રોકાણ કરવાના બહાને પ્રતિ દિવસના 25,00 થી 5,000 જેટલી આવક મળશે તેમ દર્શાવવી લોકોને છેતરતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેથી સાયબર સેલની ટુકડીએ ગોંડલ પહોંચી જઈ આરોપી સુજન રૈયાણીને ઝડપી લીધો છે, અને તેનો મોબાઇલ ફોન કબજે કર્યો છે. જેને જામનગર લઈ આવ્યા પછી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેના દ્વારા લોકોને નાના રોકાણના બહાને છેતરપિંડી કરવાના ભાગરૂપે બેંકમાં બોગસ ખાતા ખોલાવી આપવાનું  કામ કરવામાં આવી રહ્યું હતું, અને તે ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી લીધા પછી રકમ ઉપાડી લઇ જે તે આસામી સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું

સાયબર સેલ ની ટીમ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે, અને આ પ્રકરણમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેની વિગતો પણ એકત્ર કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.