Abtak Media Google News

આખુ ગામ ખાડાવાળા રસ્તાઓથી પરેશાન-તંત્ર જાગશે કે પછી??

ધોરાજી ખાતે તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે ધોરાજી શહેરના જેતપુર રોડ, સ્ટેશન રોડ, જમનાવડ રોડ, શાક માર્કેટ રોડ, જીનમીલ રોડ, અવેડા ચોક, પીરખાના કુવા ચોક તેમજ અન્ય વિસ્તારના રોડ ઉપર ખાડાનું સામ્રાજ્ય થઇ ગયેલ છે. તંત્ર ક્યારે આળસ ખંખેરે છે તે ધોરાજીવાસીઓ રાહ જોઇને બેઠા છે.

ધોરાજીવાસીઓ પોતાના વાહનોની પણ સલામતી પણ રહેતી નથી તો પોતાની સલામતી કેવી રીતે કરે ધોરાજી શહેરના તમામ રસ્તાઓ ભંગાર હાલતમાં થઇ ગયેલ છે.તંત્ર તાત્કાલિક રીપેર કરે તેવી પ્રાર્થના કરે છે. નાના બાળકો શાળાએ જવામાં પારવાર તકલીફની વેદના ભોગવી પડે છે. કોઇપણ જાતની ખાના ખરાબી ન સર્જાય તે માટે રોડ-રસ્તા તાત્કાલીક રીપેર કરવાની તંત્રને અપીલ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.