Abtak Media Google News

જામનગરના પોલીસબેડામાં ફરજ બજાવતા કુલ પૈકીના ૧૩૬ પોલીસ કર્મચારીઓની અરસપરસ બદલીના એસપીએ આદેશ કર્યા છે જેમાંથી ત્રીસ પોલીસકર્મીને એટેચ ફરજમાં રાખવામાં આવ્યા છે. ઉપરાંત સાત હે.કો.ને એએસઆઈના પ્રમોશન મળ્યા છે.

જામનગર શહેર તથા જિલ્લામાં ફરજ બજાવતા કુલ પૈકીના ૧૩૬ પોલીસ કર્મચારીઓની અરસપરસ બદલીના શનિવારે જિલ્લા પોલીસવડા પી.બી. સેજુળે હુકમ કર્યા છે જેમાં જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તેર પોલીસકર્મીઓને અન્યત્ર મૂકવામાં આવ્યા છે. જ્યારે સિટી-બી ડિવિઝનના બાર પોલીસકર્મીઓને પણ અલગઅલગ પોલીસ સ્ટેશનોમાં મૂકવામાં આવ્યા છે.

એલસીબીમાં ફરજ બજાવતા દિનેશ ગોહિલ તથા લક્ષ્મણ ભાટિયાને એર સિક્યોરિટીમાં, ભરત પટેલ, કરણસિંહ જાડેજા, સુરેશભાઈ ડાંગરને પંચકોશી-બી ડિવિઝનમાં, શરદ પરમારને પંચકોશી-એમાં, હરપાલસિંહ સોઢાને એબસ્કોન્ડર સ્કવોડમાં, ભગીરથસિંહ સરવૈયાને એસઓજીમાં, હરેન્દ્રસિંહ જાડેજાને સિટી-બીમાં, ગજેન્દ્રસિંહ જાડેજાને બેડી મરીનમાં, એસઓજીના વિજય કાસ્ટા, જ્ઞાનદેવસિંહને એમઓબીમાં મૂકવાની સાથે કેટલાક કર્મચારીઓને એટેચ ફરજમાં રહેવાની પણ એસપીએ સૂચના આપી છે.

આ ઉપરાંત સિટી-સી ડિવિઝન, પંચકોશી-એ ડિવિઝન, પંચકોશી-બી ડિવિઝન, ધ્રોલ, મેઘપર, જોડિયા, જામજોધપુર, કાલાવડ શહેર પોલીસ સ્ટેશન ઉપરાંત એલઆઈબી, એમટી વિભાગ, ગ્રામ્ય ડીવાયએસપી, સીપીઆઈ કચેરી, સિક્કા પોલીસ સ્ટેશન, કાલાવડ ગ્રામ્ય, લાલપુર, શેઠવડાળા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની પણ અરસપરસ બદલી કરવામાં આવી છે.

તદ્ઉપરાંત જામનગરના સિટી-સી ડિવિઝનમાં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ચંદુભા જાડેજા, ઉમરખાન ગુલાબખાન યુસુફજી તેમજ અમૃતલાલ લક્ષ્મણભાઈ રાઠોડને એએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે ધ્રોલના હમીદખાન હબીબખાન બેલીમ, સિટી-બીમાં ફરજ બજાવતા જનકસિંહ બી. જાડેજા, ધ્રોલના ફરીદાબેન મહંમદભાઈ કથીરી તેમજ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા મનિષાબેન ભાસ્કરભાઈ ત્રિવેદીને પણ એએસઆઈના પ્રમોશન પ્રાપ્ત થયા છે.

જે ૧૩૬ કર્મચારીઓની અરસપરસ બદલી કરવામાં આવી છે તેમાંના ત્રીસ પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસવડાએ એટેચ ફરજ માટે મૂકવાની પણ સૂચના આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.