Abtak Media Google News

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા અને પાણી વેરા એડવાન્સ ટેક્સ વળતર યોજનામાં ગઈકાલ સુધીમાં ૧૪ કરોડની આવક થવા પામી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ એડવાન્સ ટેક્સ ભરનારા આસામીઓને વળતર આપવામાં આવે છે. જે અન્વયે ચાલુ વર્ષની રિબેટ યોજના તા. ૧૬.૪.ર૦૧૮ થી શરૃ કરવામાં આવી છે. આ યોજના તા. ૩૧.પ.ર૦૧૮ સુધી ચાલનારી છે. એટલે કે હવે છેલ્લા ત્રણ દિવસ બાકી રહ્યા છે.

ચાલુ રિબેટ યોજના દરમિયાન ગઈકાલ તા. ર૮.પ.ર૦૧૮ સુધીમાં મિલકત વેરામાં રૃપિયા ૧ર કરોડ ર૪ લાખની આવક થવા પામી હતી. જેમાં રૃપિયા ૮૮ લાખ ૭૭ હજારનું વળતર આપવામાં આવ્યું છે. કુલ રર,ર૮૧ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે.

તેવી જ રીતે પાણી ચાર્જમાં એડવાન્સ વેરા પેટે કુલ રૃા. ૧ કરોડ ૭૬ લાખની આવક થવા પામી છે જેમાં રૃપિયા ૧૯ લાખ ર૮ હજારનું વળતર આપવામાં આવ્યું છે. કુલ ૧૧,પપ૬ આસામીઓએ આ યોજનાનો લાભ લીધો છે.

આ યોજના તા. ૩૧.પ.ર૦૧૮ ના પૂરી થાય છે. એટલે કે છેલ્લા ત્રણ દિવસ જ બાકી રહ્યા છે. આથી કરદાતાઓ આ યોજનાનો લાભ મેળવે તેવો અનુરોધ મહાનગરપાલિકાએ કર્યો છે.

મિલકતવેરો અને પાણી વેરો ભરપાઈ કરવા મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, શરૃસેક્શન, રણજીતનગર અને ગુલાબનગર સિવિક સેન્ટર શહેરની આઈસીઆઈસીઆઈ, એમડીએફસી, નવાનગર તથા યશ બેંકની તમામ શાખાઓ તથા મોબાઈલ ટેક્સ કલેક્શન વેન તેમજ મહાનગરપાલિકાની વેબસાઈટ  પર પણ ભરપાઈ કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.