Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર શહેર અને જિલ્લામાં તસ્કર ટોળકી સક્રિય બની છે, અને શિયાળા ના દિવસો દરમિયાન અનેક સ્થળે ચોરીઓ કરીને પોલીસ તંત્રને પડકાર ફેંકી રહ્યા છે. આવો જ એક કિસ્સો જોડિયા તાલુકાના કોઠારીયા ગામ પાસે બન્યો છે.જ્યાં આવેલા ભાથીજી મહારાજના મંદિરમાં ત્રાટક્યા હતા, અને દાન પેટી ની રકમ તથા પાંચ નંગ ચાંદીના નાગ અને મૂર્તિ સહિત રૂપિયા ૯૬,૦૧૩ ની માલમતાની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગેની વિગત એવી છે કે જોડિયા તાલુકાના કોઠારીયા ગામમાં રહીને ખેતી કામ કરતા તેમજ ભાથીજી મહારાજના મંદિરમાં સેવા પૂજા કરતા ધર્મેન્દ્રભાઈ વિનોદભાઈ રેશિયાએ જોડીયા પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે, અને કોઈ તસ્કરોએ રાત્રિ દરમિયાન ભાથીજી મહારાજના મંદિરના દરવાજાનું તાળું તોડી અંદર રાખેલા ચાંદીના નાગ તથા નાની મોટી મૂર્તિઓ વગેરે મળી રૂપિયા ૯૧ હજારના ના આભૂષણો ની ચોરી કરી હતી.Screenshot 7 1

જ્યારે મંદિરમાં રાખેલી દાનપેટીના પણ તાળા તોડી તેમાંથી રૂપિયા ૫,૦૦૦ ના પરચુરણની ચોરી કરી લઈ ગયા હતા, જેથી કુલ ૯૬,૦૧૩ ની માલમતાની ચોરી અંગે જોડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.જે ફરિયાદના અનુસંધાને જોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એલ. ઝાલા તેમના સ્ટાફ સાથે કોઠારીયા ગામે પહોંચી ગયા હતા, અને તસ્કરોને પકડવા માટે કવાયત હાથ ધરી છે.

સાગર સંઘાણી

.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.