Abtak Media Google News

દારૂ પીવા બાબતે પાંચ શખ્સોએ  તલવાર ઝીંકતા યુવાનને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો

જામનગરમાં હવાઈ ચોક નજીક સોની ફળી વિસ્તારમાં રહેતા એક સોની યુવાન પર દારૂ પીવા અંગેની તકરારમાં પાંચ શખ્સોએ હુમલો કરી દીધો હોવાથી તેને લોહી નિતરતી અવસ્થા માં જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.યુવાનના ઘર પાસે દારૂ પીવા એકત્ર થયેલા શખ્સોને ના પાડતાં આ હુમલો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે જામનગરના સત્યનાયારણ મંદિર નજીક સોની ફળીમાં રહેતા વિશાલ અશોકભાઇ મોનાણી નામનો યુવક  ગત મોડી રાત્રે તેના ઘરે પાસે બેઠો હતો. ત્યારે વંશરાજ સહિત 5 અજાણ્યા લોકો તેના ઘર પાસે દારૂ પીવા માટે આવ્યા હતા.

ત્યારબાદ અહીં દારૂ નહિં પીવા બાબતે વિશાલભાઇ સાથે બોલાચાલી કરાતાં વિશાલભાઇ પર વંશરાજ સહિત 5 લોકો દ્વારા ધોકા, પાઇપ, તલવાર વડે જીવણલ હુમલો કરાયો હતો. ત્યારબાદ, સ્થાનિક રહેવાસીઓ દ્વારા ઇજાગ્રસ્ત વિશાલભાઇને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના ની જાણ કરાતા સિટી-એ ડિવિઝન ની પોલીસ ટુકડી હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી, તેમજ ફરિયાદ ની તજવીજ હાથ ધરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.