Abtak Media Google News

સમારોહના પ્રમુખપદે ચંદ્રવદનભાઇ દેસાઇ અને મુખ્ય મહેમાન પદે ‘જૈના’અમેરિકાના પ્રમુખ મહેશભાઇ વાઘર રહેશે ઉપસ્થિતિ

મેડિકલ અને વૈયાવચ્ચ સેન્ટર શુભારંભ

વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટનું નવલું નજરાણું જસ-પ્રેમ-ધીર સંકુલનું પરમ શ્રધ્ધેય પૂ.ગુરૂદેવ ધીરજમુનિ મ.સા.ના શુભકર સાંનિધ્યમાં મેડીકલ અને વૈયાવચ્ચ સેન્ટર મંગલ ઉદ્ઘાટન તા.4/1/20200 મંગળવાર હેમુગઢવી હોલ, ટાગોર રોડ સવારે 10:00 થી 12:30 કલાકે યોજાશે.

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં લગભગ 100 જેટલા પંચમહાવ્રતધારી સંત-સતીજીઓ શારિરીક અવસ્થાને કારણે બિરાજીત હોય છે. તેઓનો તેમજ જરૂરિયાતમંદ લોકોને આરોગ્યવર્ધક સુવિધાનો લાભ મળે અને ‘સર્વ જન હિતાય, સર્વ જન સુખાય’ બની રહે અને તેવા શુભાશયની ગોંડલ સંપ્રદાયના પરમ શ્રધ્ધેય પૂ.ગુરૂદેવ ધીરજમુનિ મ.સા.ની સાંનિધ્યમાં પ્રથમ જ વાર ‘મેડીકલ અને વૈયાવચ્ચ સેન્ટર’નું નવલું નજરાણું ઉદારદિલ દાનવીરોના સહયોગથી નિર્માણ થવા પામેલ છે.માનવ જીવનમાં અન્ન, આવાસ, આવરણની જરૂરિયાત હોય છે તેમ આરોગ્યની વૃધ્ધિ માટે નિદાન, નિયમ, નિવારાણ અનિવાર્ય હોય છે.

Screenshot 2 66

મેડિકલ અને વૈયાવચ્ચ સેન્ટરના લાભાર્થી પુણ્યવંત પરિવાર જામનગર નિવાસી હાલ મુંબઇ માતા શિવકુંવરબેન બચુભાઇ દોશી તેમજ કુંદનબેન નવીનચંદ્ર દોશી તેમજ પેથોલોજી વિભાગના દાતા માતા કાંતાબેન જયાશંકર હીરાચંદ મહેતા વિલેપાર્લેના તથા ઇ.એન.ટી. વિભાગના દાતા હાલ મસ્કદ તારાબેન અને જયંતિલાલ પ્રેમચંદ વાઘર અને વેઇટીંગ લોન્જના દાતા સ્વ.ભારતીબેન ભૂપતભાઇ વિરાણી અને ભૂપતભાઇ છગનલાલ વિરાણી મુંબઇ નિવાસી અને એક્સરે વિભાગના દાતા યુ.કે. નિવાસી વનિતાબેન વ્રજલાલ મહેતા પરિવાર તરફ, સોનોગ્રાફી વિભાગના દાતા હાલ યુ.એસ.એ. ડો.હર્ષદભાઇ અને ચેતનાબેન સંઘવી તેમજ ફિઝિશિયન વિભાગના દાતા સવિતાબેન મહેન્દ્ર કુમાર મહેતાની સ્મૃતિમાં મહેન્દ્ર કુમાર તારાચંદ મહેતા હાલ મુંબઇ તરફથી તેમજ ફ્લોર મેનેજર વિભાગના દાતા જામનગર નિવાસી હર્ષાબેન શરદભાઇ શેઠ તેમજ વિવિધલક્ષી હોલના માતા યુએસ હાલ રાજેશ અને નિખીલ દફ્તરી તથા સુનીલ મયુરભાઇ દોશી તથા માતા વીણાબેન ભૂપતલાલ ખેતાણી તેમજ વૈયાવચ્ચ કક્ષા-1ના દાતા હાલ અમદાવાદ રંજનબેન ભરતકુમાર શેઠ અને વૈયાવચ્ચ કક્ષા-2ના દાતા ચંપકલાલ છગનલાલ વિરાણી રાજકોટ નિવાસે તરફથી તેમજ લિફ્ટના દાતા લલીતાબેન અને હરસુખલાલ મગનલાલ કામદારની સ્મૃતિમાં તેમજ ભોજન સમારંભના દાતા મુંબઇ નિવાસી કુંદનબેન નવીનચંદ્ર દોશી તરફથી દાતાઓના સહકારથી સફળ થયો છે.

સમારોહના પ્રમુખપદે શ્રેષ્ઠિવર્ય ચંદ્રવદનભાઇ દેસાઇ અને મુખ્ય મહેમાન પદે ‘જૈના’ અમેરિકાના પ્રમુખ મહેશભાઇ વાઘરની વિશેષ ઉપસ્થિતિ રહેશે.ઉદ્ઘાટન પ્રસંગે શહેરના બિરાજીત પૂજનીય પૂ.સંત સતીજીઓના દર્શનાર્થીનો લાભ મળશે.આ કાર્યક્રમમાં આર.જી. બાવીસી ડો.સંજય શાહ, તારક વોરા, રાજેશ વિરાણી, જયશ્રી શાહ, નિરવ સંઘાણી ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.