Abtak Media Google News

અમદાવાદમાં મળેલી બેઠક બાદ ભીતચિત્રો હટાવી લેવાની જાહેરાત કરાઈ’તી

છેલ્લા એક સપ્તાહથી સાળંગપુર મંદિરમાં હનુમાનજીના વિવાદિત ભીતચિત્રો અંગે વિવાદ ચાલી રહ્યો હતો જે વિવાદનો હવે અંત આવ્યો છે. આજે વહેલી સવારે સુરજદાદા જાગે તે પહેલા જ વિવાદિત ભીતચિત્રો હટાવી લેવામાં આવતા સનાતનીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.સનાતન ધર્મમાં દેખીતા દેવ તરીકે સુરજદાદાને પૂજવામાં આવે છે ત્યારે દેખીતા દેવ સવારે દર્શન આપે તે પહેલા જ વિવાદિત ચિત્રો હટાવી લેવામાં આવ્યા છે.

સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જે બંને વિવાદિત ભીતચિંત્રોને આજે સૂર્યોદય પહેલાં જ દૂર કરાયાં હતાં અને તેની જગ્યાએ નવાં ચિત્રો લગાવાયાં હતા. મુખ્યમંત્રી સાથે મળેલી બેઠક બાદ ગત રાત્રે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અમદાવાદમાં એક બેઠક મળી હતી. આ બેઠક બાદ સંતોએ પ્રેસ કોન્ફરન્સ કરી ભીંતચિત્રો હટાવવાની જાહેરાત કરી હતી.

સાળંગપુર હનુમાનજીનાં ભીંતચિત્રોના વિવાદનો અંત આવ્યો છે. જ્યાં ગત રોજ મુખ્યમંત્રી સાથે મળેલી બેઠક બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અમદાવાદમાં એક બેઠક મળી હતી. આ બેઠક બાદ સંતોએ પ્રેસ કોન્ફરન્સ કરી ભીંતચિત્રો હટાવવાની જાહેરાત કરી હતી. તે મુજબ રાત્રિ દરમિયાન ભીતચિંત્રોને દૂર કરી નવાં ચિત્રો લગાવવામાં આવ્યાં છે.

સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે હવે ભીંતચિત્રો વિવાદ મામલે હવે સરકારે હસ્તક્ષેપ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલના સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ, પાંચ સામાજિક અગ્રણીઓ અને બે મંત્રી હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા કરી હતી. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. ત્યાર બાદ અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણ સંતો અને વીએચપી તથા સંતો વચ્ચે બેઠક બાદ સુખદ નિરાકરણની જાહેરાત કરાઈ હતી.

વડતાલના મુખ્ય કોઠારી જણાવ્યું હતું કે, બેઠક અત્યંત સદભાવના અને મૈત્રી પૂર્ણ વાતાવરણમાં પૂરી થઈ છે, એનો ઉકેલવા માટે બધા જ કટિબદ્ધ છે અને આ પ્રેસનોટ હું આપને વાંચી સંભળાવું. વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના પાયાનું કામ પરિષદ કર્યું હતું. શિવાનંદ આશ્રમ ખાતે હિન્દુ ધર્મના આચાર્યો સંતો તથા વડતાલ ગાદીના વડીલ સંતોની સદભાવના બેઠક યોજાઇ હતી. આ બેઠક લગભગ બે કલાક ચાલી હતી. આ બેઠકમાં દ્વારકાધીશ શંકરાચાર્ય સહજાનંદજી સરસ્વતીજી મહારાજ તથા વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનું માર્ગદર્શન મળ્યું હતું

આ બેઠકમાં કુલ પાંચ જેટલાં ઠરાવ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ઠરાવમાં વડતાલ પીઠેશ્વર રાજેશ પ્રસાદ મહારાજનો સ્પષ્ટ મત છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સનાતન ધર્મનું એક અંગ છે અને વૈદિક ધર્મની પરંપરાઓ પૂજા પદ્ધતિઓ અને હિન્દુ આચારોનું સંપ્રદાયના સંતો અને બધા જ આદરપૂર્વક પાલન કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ સમાજનું અંગ હોવાથી સમાજની લાગણીઓને દુભાવવા ઈચ્છતું નથી.

ઠરાવ બેમાં સાળંગપુર મંદિર ખાતેનાં ભીંતચિત્રથી જે લાગણી દુભાઈ છે, તે ભીંતચિત્રો કાલે સૂર્યોદય થતાં પહેલાં જ હટાવી લેવામાં આવશે.ઠરાવ ત્રણમાં સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે બીજા બધા જ વિવાદ આસપાસ મુદ્દાઓ અંગે વિશ્વ હિન્દુ પરિષદ, સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ પ્રવાહો તથા હિન્દુ સનાતન ધર્મના આચાર્યો અને સંતો સાથે વિચાર પરામર્શ બેઠક ટૂંક સમયમાં યોજાશે. ઠરાવ ચારમાં હિન્દુ સમાજમાં વિસંવાદિતા દૂર કરવા માટે સમાજમાં સમરસતા સ્થાપવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આદેશ આપ્યો છે કે કોઈએ વિવાદ આસપાસ વાણીવિલાસ ક્યાંય કોઈપણ પ્રકારે ન કરવો અને ઠરાવ પાંચમાં વિશ્વ હિન્દુ પરિષદ સંતોને અપીલ કરે છે કે, આ વિવાદનો પૂર્ણ ઉકેલ લાવવા માટે આજે અત્યંત સક્રિય પહેલ થયેલી છે. તેથી સૌ કોઈ સમાજની સમરસતા તૂટે તેવાં નિવેદનો ન કરે, એનાથી દૂર રહે.

વિવાદિત ચિત્રો હટાવી લેવાતા સનાતનીઓમાં ખુશીની લાગણી

સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજી દાદાની 54 ફૂટ ઊંચી પ્રતિમા નીચેના ભીંતચિત્રોને લઈને વિવાદ વકરી રહ્યો છે. આ મામલામાં ગઇકાલે એટલે સોમવારે મોડી રાતે ભીંતચિત્રો દૂર કરી દેવામાં આવ્યા છે. ગઇકાલે સ્વામીનારાયણ સંતો દ્વારા ચિત્રો હટાવવાની જાહેરાત કર્યા બાદ સૂર્યોદય પહેલાં વિવાદસ્પદ બે ચિત્ર હટાવી દેવામાં આવ્યા છે. રાત્રે બાર વાગ્યા પછી ચિત્રો હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. ભીંતચિત્રો હટાવી લેતા હવે સમગ્ર વિવાદ શાંત પડ્યો છે સનાતન ધર્મના સાધુ સંતોએ પણ નિર્ણયને આવકાર્યો છે તો ભક્તોએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સાથેની બેઠક બાદ લેવાયો નિર્ણય

આ વિવાદનો સુખદ સમાધાન આવે તે માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તથા અન્ય સાધુ સંતો વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં ગણતરીના કલાકોમાં જ વિવાદનો સુખરૂપ હલ આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી અને તે પ્રમાણે જ વિવાદિત ચિત્રો હટાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્વામિનારાયણ સંપ્રદાય સમાજની લાગણીઓને દુભાવવા માંગતું નથી : સાળંગપુર મંદિર ટ્રસ્ટ

સાળંગપુર મંદિર ટ્રસ્ટએ એવુ પણ જણાવ્યું હતું કે, ‘સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનું અંગ હોવાથી સમાજની લાગણીઓને દુભાવવા ઇચ્છતું નથી. સાળંગપુર મંદિરના ભીંતચિત્રોથી જે લાગણી દુભાઈ છે. તે ભીંતચિત્રો સૂર્યોદય થતા પહેલાં લઈ લેવામાં આવશે. સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે બીજા બધા વિવાદાસ્પદ મુદ્દા અંદે વિશ્વ હિન્દુ પરિષદ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ પ્રવાહો તથા હિન્દુ સનાતન સનાતના ધર્મના આચાર્ય અને સંતો સાથે વિચાર પરામર્શક બેઠક ટૂંક સમયમાં યોજશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.