Abtak Media Google News

જેતપુર શહેર માં અનેક સામાજીક કાર્યો તેમજ વ્યક્તિત્વ વિકાસ માં માનતી સંસ્થા જેસીઆઈ જેતપુર દ્વારા ૦૮  જુલાઈ ૨૦૧૮ ના રોજ બાળકો માં છુપાયેલ કળા ને સ્ટેજ પર્ફોર્મન્સ મળી બહાર આવે એ હેતુથી ચેતના સિનેમા પર ઓપન સૌરાષ્ટ્ર ડાન્સ કોમ્પિટિશન (બુગી વુગી) નું આયોજન કરવામાં આવ્યુ.જેમાં રાજકોટ,જુનાગઢ, જામનગર,ગોંડલ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ના બાળકો દ્વારા પર્ફોર્મન્સ બતાવવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રોગ્રામમાં જીલ શાહ,ચેતન જેઠવા તથા રોમા શાહ દ્વારા જર્જીસ તરીકે તથા પ્રજ્ઞા કામદાર દ્વારા એન્કરીંગ  સેવા આપવામાં આવી હતી.તેમજ જેસી નરેન્દ્ર કોટડીયા દ્વારા સુંદર MOCકરવામાં આવી હતી.ચેતના સિનેમા ના ઓનર તેમજ પટેલ ડાઇંગ ના માલિક શ્રી નિશિત ભાઈ પટેલ મુખ્ય ઉદ્દઘાટક તરીકે હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ સંસ્થા ના પ્રમુખ જેસી અલ્પેશ ભુવા,સેક્રેટરી જેસી દ્વિજેશ ધડુક ,પ્રો.ચેરમેન જેસીપીન્ટુ ગજેરા, GLCજેસી મહેશ રાદડિયા,IPPજેસી અજય રાદડિયા,પ્રો.કન્સલ્ટન્ટ જેસી નિલેશ સાવજ,કો.ચેરમેન જેસી રમેશ માલવીયા,  જેસી મિતેષ પોલરા,પુર્વ પ્રમુખશ્રી ઓ તથા દરેક જેસી મિત્રો, દ્વારા સફળ બનાવાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.