Abtak Media Google News

ર૦ જુલાઇએ યોજાનાર આ કુકીંગ કોમ્પિટિશનમાં પંજાબી વાનગી, કોર્નની વાનગી અને કેક એમ ત્રણ કેટેગરીમાં સ્પર્ધા યોજાશે: આયોજકો અબતકને આંગણે

જેસીઆઇ રાજકોટ યુવા ગ્રુપ દ્વારા તા. ર૦ જુલાઇ શનિવારના રોજ બપોરે ૩.૧૫ કલાકે પાઇનવીંટા હોટેલ (પંચવટી હોટેલ) ગોંડલ રોડ  રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જેસીઆઇ રાજકોટ યુવાની જેસીરેટ વિંગ સાથે આ પ્રોજેકટમાં સ્પોન્સર સ્માઇલી ગ્રુપ તથા ગ્લોબલ આઇવીએફ પણ જોડાયેલ છે આ તકે આયોજકોએ અબતકની મુલાકાત લીધી.

ઓપન રાજકોટ કુકીંગ કોમ્ટિટિશનમાં ૩ કેટેગરી રાખવામાં આવેલ છે જેમાં પંજાબી ડીશ, મકાઇની ડીશ અને કેકની સ્પર્ધા રાખવામાં આવેલ છે. આ કોમ્પિટિશનમાં ભાગ લેવા ઇચ્છુક મહીલા ત્રણમાંથી એક અથવા એક કરતા વધારે માં ભાગ લઇ શકશે અને દરેક કેેટેગરી ની ફી રકમ રૂ|. ૧૫૦/- રહેશે. ભાગ લેનાર મહિલાએ ડીશ ઘરેથી તૈયાર કરીને લાવવાની રહેશે. તેમજ સ્થળ ઉપર તેમને ૧પ મીનીટનો તૈયારી કરવાનો સમય આપવામાં આવશે.

આ કોમ્પિટિશનમાં ભાગ લેનાર વિજેતા મહીલાને ત્રણેય કેટેગરીમાંથી ત્રણ એટલે કે પ્રથમ, દ્વિતીય અને ત્રિત્રિય એમ ત્રણ વિજેતા જાહેર કરવામાં આવશે અને પ્રથમ વિજેતા ૧૦ ગ્રામ અને દ્વિતીય વિજેતા પ ગ્રામ ૯૯૯ ફાઇન સિલ્વર કોઇન એવોર્ડ તથા સટીફીકેટ  અને ત્રિત્રિય વિજેતાને એવોર્ડ અને સટિફીકેટ આપીને સન્માનીત કરવામાં આવશે. તથા દરેક ભાગ લેનાર મહિલાને જેસીઆઇ રાજકોટ યુવાની જેસીરેટ વિંગ તરફ થી સર્ટિફીકેટ તથા સ્પોન્સર તરફથી ગીફટ હેમ્પર એપલ બેશન-૫૦૦ ગ્રામ પેકેટ, વિશ્વાસ કુકીંગ ઓઇલની બોટલ, અને એચ આર હાઇજીન તરફથી ગીફટ આપવામાં આવશે.

ભાગ લેવા ઇચ્છુક મહિલાઓને ફોર્મ માટે સંપર્ક જેસીઆઇ રાજકોટ યુવા બી.૩૦૩ પૂજા કોમ્પ્લેકસ હરિહર ચોક, રાજકોટ ફોન નંબર ૯૮૨૫૩ ૧૪૪૪૩ ફોન નં. ૯૦૩૩૦ ૯૦૦૯૦ સંપર્ક કરવાનો રહેશે. આ સ્પર્ધાની વધુ માહીતી માટે જેસીરેટ ચેરપર્સન રાખી દોશી નં. ૯૦૩૩૩ ૨૫૮૦૧, પાયલ મોદી નં. ૯૭૧૨૯ ૦૪૨૨૮, રચના રુપારેલ નં. ૭૦૧૬૭૭૫૬૨૮, શીલુ ચંદારાણા નં. ૯૮૮૬૪ ૯૪૪૩૦ સંપર્ક કરવો.

આ પ્રોજેકટમાં વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ સ્વીકારવમાં આવશે. તો દરેક ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકે તાત્કાલીક પોતાનું ફોર્મ ભરી આપવાનું રહેશે. ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૭ જુલાઇ રહેશે. આ પ્રોજેકટ  અઁતર્ગત રાખી દોશી, પાયલ મોદી, રચના રુપારેલ, શીલુ ચંદારાણા, ગીરીશ ચંદારાણા અને ચિરાગ દોશીએ મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.