Abtak Media Google News

સમગ્ર ઝોન સાતમાથી જેસીઆઇ રાજકોટ સિલ્વર દ્વારા ત્રણ ઓફીશિયલ અને એક રેકમન્ડેશન ટ્રેનીંગ કોર્સનું નેશનલ ટ્રેનર અને ભૂતપૂર્વ પ્રમુખ ભરત દુદકીયાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ઇન્ટરનેશનલ ટ્રેનર અને તત્કાલીન ભૂતપૂવ ઝોન પ્રમુખ ડો. ભુવન રાવલ દ્વારા ટ્રેનીંગ આપવામાં આવી અને ૧૦ સભ્યોએ ઓનલાઇન એકઝામમાં સફળતા સાથે ગ્રેજયુએઠ થઇ ઇન્ટરનેશનલ ટ્રેનરનીૂ બિરુદ હાંસ કર્યુ છે.

Advertisement

જેસીઆઇ રાજકોટ સિલ્વર દ્વારા ઓફીશિયલ અને રેકમન્ડેશન ટ્રેનીગ કોર્સનું કમાનીય એકેડમી રાજકોટ ખાતે આયોજન કરાર્યુ હતું. જેમાં ઇન્ટરનેશનલ ટ્રેનર અને તત્કાલીન ભૂતપૂર્વ જોન પ્રમુખ ડો. ભુવન રાવલ દ્વારા સચોટ અને સમાજને ઉપયોગી કેવી રીતે થઇ શકાય તેની રસપ્રદ પ્રવૃતિઓ દ્વારા ટ્રેનીંગ આપવામાં આવી હતી.

જેસીઆઇ રાજકોટ સિલ્વર દર સભ્યો રાકેશ વલેરા, મધુર નર્સિયન, હિતેષ ઘાટલીયા, પ્રીતી દુદકીયા, પ્રશાંત સોલંકી, ડિમ્પુલ દુદકીયા, બીજલ સોલંકી, મેધા ચાવડા, જિગ્નેશ ગોવાણી, પ્રતિક દુદકીયાએ ઓનલાઇન એકઝામ આપી સફળતા સાથે ગ્રેજયુએટ થઇ ઇન્ટરનેશનલ ટ્રેનરની પદવી ધારણ કરી હતી.

આ ટ્રેનીંગ કાર્યક્રમને સફળતા માટે પ્રમુખ રાકેશ વલેરા અને ઉપપ્રમુખ ટે્રનીંગ પ્રીતિ દુદકીયા ફરજ બજાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.