Abtak Media Google News

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠલ તેમજ શહેર ભાજપ આઈટી મીડિયા સેલના ક્ધવીનર નિશી ત્રિવેદીની આગેવાનીમાં શહેર ભાજપ આઈટી અને સોશિયલ મીડિયા સેલના હોદ્દેદાર ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કોબા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલ આઈટી અને સોશિયલ મીડિયા સેલ માટેની પ્રદેશ કક્ષાની બેઠકમાં માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી વી.સતીષજી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્રીય આઈટી સેલના ક્ધવીનર અમિત માલવિયા, ગુજરાત પ્રદેશ ભાજપ આઈટી પ્રકલ્પના ઈન્ચાર્જ અમિત ઠાકર, પંકજ શુકલા સહિતના આગેવાનોએ પ્રેરક માર્ગદર્શન પૂરું

પાડયું હતું.

આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ ભાજપના પ્રવકતા ભરતભાઈ પંડયા, ગુજરાત સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરી પ્રદેશ મીડિયા સેલના ક્ધવીનર હર્ષદભાઈ પટેલ, પ્રદેશ આઈટી પ્રકલ્પના તરુણ બારોટ સહિતના પ્રદેશ આગેવાનોની વિશેષ ઉપસ્તિ રહી હતી. આ બેઠકમાં આગેવાનો દ્વારા આઈટી સેલના કાર્યકર્તાઓ આગામી દિવસોમાં કામ કરવાનું દિશા સૂચન કર્યું હતું.

આ સંદર્ભે રાજકોટ શહેર ભાજપ આઈટી મીડિયા સેલ ક્ધવીનર નિશી ત્રિવેદીએ જણાવ્યું કે, શહેર ભાજપ તમામ બાબતોમાં સદા અગ્રેસર રહ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૧૫૦ી વધુ બેઠકો અપાવવામાં આઈટી સેલની અતિ મહત્વની ભૂમિકા રહેશે.

વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના આઈટી સેલના કાર્યકર્તાઓ સંપૂર્ણ સજ્જ છે અને આગામી દિવસોમાં રાજકોટ શહેર ભાજપ આઈટી સેલ દ્વારા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ સંગઠનાત્મક દ્રષ્ટિકોણ સો નવા કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં જોડવામાં આવશે. આ પ્રદેશ બેઠકમાં રાજકોટ શહેર ભાજપ આઈટી સોશિયલ મીડિયા સેલના સહ ક્ધવીનર હાર્દિક ગોહિલ, મનોજ ગરૈયા તેમજ વિધાનસભા વાઈઝ આઈટી સોશિયલ મીડિયાના ઈન્ચાર્જ ભૌતિક પટેલ, હાર્દિક બોરડ, પ્રિતેશ પોપટ, શૈલેષ ડાંગર, જયદીપ કાચા, જયેશ લાઠીયા, હાર્દિક સોરઠીયા સહિતના હોદ્દેદારો જોડાઈને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.