Abtak Media Google News

ન્યુ યર માટે ખાસ રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે બે નવી ઑફર્સ લઈને આવ્યું છે. આ નવા પ્લાનમાં જિયો રૂ.199 અને રૂ.299માં લઇને આવ્યું છે. આ પ્લાનને કંપનીએ હેપ્પી ન્યુ યર 2018 પ્લાન નામ આપ્યું છે. આ પ્લાનમાં ઓછા દરે વધુ ડેટાનો લાભ મળી રહ્યો છે.

દરરોજ 2 જીબી ડેટાની સાથે આ પ્લાનમાં દરરોડ ફ્રી વોઇસ કોલીંગ,નેશનલ રોમિંગ, એસએમએસ અને જિયો એપ્સના ફ્રી સબસ્ક્રીપ્શન પણ મળશે. રૂ.199ના પ્લાનમાં તમને દરરોજ 1.2 જીબી 4જી ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે.

આ પેકમાં પણ ફ્રી વોઇસ કોલની સાથે અન્ય લાભ પણ મળશે. બીજો પ્લાન રૂ.299નો છે. તેની વેલીડીટી પણ 28 દિવસની જ છે. આ પ્લાનમાં તમને દરરોડ 2 જીબી 4જી ડેટા મળશે. મર્યાદા પૂરી થતાં તમને 128 કેબીપીએસની સ્પીડ પર ઇન્ટરનેટ મળશે. સાથે જ  પ્લાનમાં પણ તમને અન્ય લાભ તો મળે જ છે.

આ પ્લાનની સાથે જિયોના અન્ય પ્લાન પણ ઉપલબ્ધ છે. રૂ.149ના પ્લાનમાં 28 દિવસોની વેલીડિટી મળે છે. તેમાં ગ્રાહકોને 4 જીબી ડેટા મળે છે.

સાથે જ રૂ.399,459 અને 499ના પ્લાનમાં અનુક્રમે 70,84 અને 91 દિવસોની વેલીડીટી સાથે દરરોજ 1 જીબી 4જી ડેટા મળે છે. રૂ.509ના પ્લાનમાં 49 દિવસની વેલિડીટી સાથે દરરોજ 1જીબી 4જી ડેટા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.