Abtak Media Google News

ભારત જોડો ન્યાયત્રામાં દેશના લોકોની સમસ્યાને ઉજાગર કરવામાં આવશે. જેમાં મહિલા, ખેડૂતો મજૂરોની દેશમાં હાલત ખરાબ છે અને ખૂબ જ પરેશાન છે, જે અન્યાય થયો છે તે ન્યાય માંગવા માટેની આ ન્યાય યાત્રા છે. દેશમાં અને ગુજરાતમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે તેના લીધે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. દેશમાં બેરોજગારી વધવાનું મુખ્ય કારણ ભાજપની ખોટી નીતિ રહી છે. આવનારા સમયમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર આપો, ન્યાય આપો નું અભિયાન સમગ્ર ગુજરાતમાં ચલાવશે. ગુજરાતની અંદર ઘણા સમયથી યુવાનોને રોજગારી મળી રહી નથી.  ગુજરાતમાં 20 કરતા વધુ વખત પેપર લીક થયા છે તે ભાજપ સરકાર માટે ખૂબ જ શ્રમજનક બાબત કહી શકાય.

ભાજપના રાજમાં યુવા અને  વિદ્યાર્થીઓનાં સપના  ચકનાચૂર થવાના કોંગી નેતાના બુહાર

તેઓએ વધુમાં જણાવતા ગુજરાતના યુવાનોને જે અન્યાય થયો છે તે માટે યુવા કોંગ્રેસ આંદોલન કરીને ન્યાય માંગશે. ગુજરાત સરકારની મિલીભગતના કારણે પેપરો ફૂટી રહ્યા છે અને તેના લીધે યુવાનોના સપના રોળાઈ રહ્યા છે. ગુજરાતમાં નોકરીની જગ્યા ખાલી છે છતાં ભરતી કરવામાં આવતી નથી. ભાજપ સરકાર યુવાનોની જિંદગી સાથે છેડછાડ કરી રહી છે અને પોતે મલાઈ ખાઈ રહી છે તેવા આરોપ ભાજપ સરકાર પર લગાવ્યા હતા. યુવા કોંગ્રેસ બેરોજગારીના મુદ્દાઓ ઉઠાવશે.

ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી ક્રિષ્ના અલવરુએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં યુવા કોંગ્રેસ રોજગાર આપો, ન્યાય આપો કેમ્પિંગ ચલાવશે. આવનારા સમયમાં વહીવટી સેવા, રેલ્વે, પોલીસ, બેન્કિંગ, ઉત્પાદન, ટેલિકોમ આવક સેવા, તલાટી મંત્રી, જાહેર બાંધકામ વિભાગ, એમ.એસ. એમ.ઈ., આરોગ્ય,  આર્મી, નેવી, એરફોર્સ, શિક્ષણ, પ્રોફેસર, વીમા કંપની જેમાં લોકોએ નોકરી માટે ફોર્મ ભર્યા છે પણ આ નોકરી મળી રહી નથી. આવા બેરોજગાર યુવાનો કોંગ્રેસમાં જોડશે અને આવનારા સમયમાં રોજગાર આપો ન્યાય આપોની માગણી કરશે

વધુમાં ક્રિષ્ના અલવરુએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહિલા પર અત્યાચારો રોકવા માટે અને બેટી બચાવો બેટી પઢાવોને વિશે ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. સારું શિક્ષણ આપવા બાબતે ગુજરાત સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. સરકાર મોરબી કાંડ અને વડોદરા કાંડમાં પણ બિલકુલ ચૂપ છે. સરકાર તાયફા કરવામાં પડી છે. અને લોકોના જીવ જતા રહે તેની કોઈ ચિંતા નથી. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ પોતે કરેલા કામનું રિપોર્ટ કાર્ડ દેખાડે પછી જ લોકો પાસે વોટ માંગવા જાય ત્યારે લોકોએ પૂછવું જોઈએ કે ભાજપ સરકારમાં છે તો રોજગાર કેમ આપ્યો નથી ? તેની વાત કરવામાં આવી હતી. ગેસ સિલિન્ડર અને પેટ્રોલના ભાવ આટલો વધારો કેમ છે ? અને કંટ્રોલ કેમ કર્યા નથી ? શિક્ષણમાં ફી વધી રહી છે

સામાન્ય લોકોએ ઉંચી ફી ભરી શકે તેમ નથી તેના લીધે પોતાના બાળકોને ભણાવવામાં મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ મળી રહી નથી. ખેડૂતોને પણ પોતાના પાકોનું યોગ્ય ભાવ મળી રહ્યા નથી વધુમાં તેમને જણાવ્યું હતું કે તમામ સ્તરે લોકો પરેશાન છે. ભાજપના રાજમાં અદાણીને સારા દિવસો આવ્યા છે. બેરોજગારી સુધારવા માટે સારી નીતિઓની જરૂર છે. નોકરી માટે ખાલી જગ્યા પડી છે તેને ભરવી જોઈએ. ભાજપ સરકારની નીતિઓ અને નિયતિ ખોટી છે. નાના ઉદ્યોગો ભાજપના શાસનમાં નષ્ટ પામ્યા છે. કોંગ્રેસ સરકારે પહેલા પણ યુવાનોને રોજગારી આપી અને આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર આવશે તો રોજગારી પણ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.