Abtak Media Google News

૩૩ કંપનીઓ અને ૩૦૦ ઉમેદવારોએ ભાગ લીધો

સનસાઈન ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુટ ખાતે જોબફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૩૩ જેટલી વિવિધ કંપનીઓ અને ગુજરાત તથા સૌરાષ્ટ્રના ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. છેલ્લા ૩ વર્ષથી એમ.બી.એ. પાસ વિદ્યાર્થીઓ માટે સનસાઈન કોલેજ દ્વારા જોબ ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે અને જેનો લાભ દર વર્ષે ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે.

વિકાસ અરોરા (ડાયરેકટર)એ ‘અબતક’ને જણાવ્યું કે, અમે આ જોબ ફેસ્ટનું આયોજન ૩ વર્ષથી કરીએ છીએ. દર વર્ષ ખુબ જ સારો પ્રતિસાદ મળે છે પહેલા વર્ષ અમારે અહીં ૨૦ કંપનીઓ હતી.બીજા વર્ષે ૨૫ કંપનીઓ આવી અને આ વર્ષે અમારે અહીં ૩૩ કંપનીઅો આવી છે. ૩૫૦ વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતથી આવ્યા છે.

વિમલભાઈ શેઠે જણાવ્યું હતું કે, હું ઈમ્પીરીયલ પેલેસ હોટેલ તરફથી આવું છું. સનસાઈન કોલેજ છેલ્લા ૩ વર્ષથી આ જોબ ફેરનું આયોજન કરે છે અને દર વર્ષે અમારી કંપની આમાં ચોકકસથી ભાગ લઈએ છીએ.અહીંયાથી જ વિદ્યાર્થીઓ અમને મળે છે એ ખરેખર ખુબ સારા અને સૌરાષ્ટ્રનું ટેલેન્ટ બહુ સારું અને એમનું ભવિષ્ય ઘણું ઉજળુ દેખાય છે.

ગૌરવ શર્માએ કહ્યું હતુંકે, અમે પેટીએમ કંપની તરફથી આવ્યા છીએ. સનસાઈન કોલેજમાં અમે પહેલીવાર આવ્યા છીએ. સામાન્ય રીતે અમે કેમ્પસ ઈન્ટરવ્યુ નથી કરતા પણ અહીં જોબફેરમાં પહેલીવાર આવ્યા છીએ અમને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અહીંના પ્લેસમેન્ટ ઓફિસર છે એમણે ઘણો સપોર્ટ કર્યો છે અને અહીં આવેલ વિદ્યાર્થીઓ ઘણા કવોલીફાઈડ છે ઘણી જુદી જુદી જગ્યાઓએથી વિદ્યાર્થીઓ આવ્યા છે. જુનાગઢ, જામનગર, અમરેલીથી ઘણા આવ્યા છે અમે ઈન્ટરવ્યુ લીધા એમાં વિદ્યાર્થીઓમાં ઘણા કોન્ફીડન્સ જોવા મળી રહ્યા છે અમારી કંપની ખુદ એક મોટી બ્રાન્ડ છે અમે ૨૦ જેટલા વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ માટે આવ્યા છીએ.

વૈદહી ત્રિવેદીએ કહ્યું હતું કે, જુનાગઢ એનાવેકરીયા કોલેજમાંથી આવું છું અને સનસાઈન કોલેજમાં જે જોબફેર છે એમાં ખેડુત એગ્રો કંપનીમાં ઈન્ટરવ્યુ દેવા આવી છું આ મારું પહેલું ઈન્ટરવ્યુ છે મેં એમ.બી.એમાં એચ.આરમાં સ્પેશ્યલાઈઝેશન કર્યું છે તો ખેડુત એગ્રો કંપની એચ.આર.મેનેજરની રીફુટમેન્ટ છે તો તેની માટે ઈન્ટરવ્યુ આપવા આવી છું અને એવી આશા રાખું છું કે મારું સિલેકશન થઈ જાય.

પરાગભાઈ તેજુરાએ જણાવ્યું હતું કે, આજે જે લોકો નોકરી શોધી રહ્યા છે એને કયાં નોકરી છે એ ખબર નથી જે લોકોને પોતાને ત્યાં નોકરીએ રાખવા માટે ટેલેન્ટેડ યુવાનોની જ‚ર છે એ પોતે શોધવા નીકળે તો પણ મળતા નથી એ સંજોગોમાં જોબફેરના માધ્યમથી એક જ જગ્યાએ ૩૨-૩૩ કંપનીઓ અને ૩૫૦થી વધુ કેન્ડીડેટ્સ આવે તો એકબીજાને પસંદગીની જોબ અને કેન્ડીડેટ મળી રહે એ પરિસ્થિતિનું નિર્માણ જે કરવામાં આવ્યું છે એ ખરેખર પ્રશંસનીય કામ છે અને મારું માનવું છે કે દરેક ઈન્સ્ટીટયુટમાં આ પ્રકારના જોબફેર થવા જોઈએ જેથી આ જે ગેઈવ છે એ ન રહે અને યુવાનોને સારી નોકરી મળી રહે. મને એવું લાગે છે કે આતો હજી વાશેરની પહેલી પૂર્ણી છે.૩૫૦ લોકો ભાગ લીધો છે આ સંખ્યા મોટી છે પણ ૩૫,૦૦૦ જેટલા યુવાનો ભણી રહ્યા છે. જે બધાને નોકરી જોઈએ છીએ તો આનું વિસ્તરણ હજી સો (૧૦૦) ગણુ થવું જોઈએ એવું હું માનું છું અને જેના માટે આ એક જ ઈન્સ્ટીટયુટ નહીં પણ તમામ ઈન્સ્ટીટયુટએ કામગીરી કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.