Abtak Media Google News

મોરબીના ખાખરેચીથી હળવદ સુધી ડે. કલેકટર,ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા,એસઓજી,મામલતદાર તેમજ નર્મદાની ટીમ દ્વારા ૧૦ ગામના ખેડૂતોને શાનમાં સમજી જવા તાકીદ

નર્મદા કેનાલ માં ખેડૂતો દ્વારા બકનળી અને મશીન મૂકી કરવામાં આવતી પાણીચોરી બંધ કરાવવા ગઈકાલે ઇન્ચાર્જ જિલ્લા પોલીસવડા,એસડીએમ,નર્મદાના અધિકારીઓ,મામલતદાર તેમજ એસઓજીની ટીમ દ્વારા સંયુક્ત ઝુંબેશ હાથ ધરી ખેડૂતોને શાન માં સમજી જાવા તાકીદ કરી હતી.

Download 2હાલમાં રાજકોટ-મોરબી ઉપરાંત અનેક ગામડાઓ ને નર્મદા કેનાલ થકી પીવાનું પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે પરંતુ જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં બકનળી મૂકીને તેમજ મશીન મૂકી ખેડૂતો દ્વારા પાણીચોરી કરવામાં આવી રહી હોવાથી રાજકોટ મોરબી સહીત ના શહેરો માં પાણી નો જથ્થો પહોંચવો મુશ્કેલ બન્યો છે.

આ સંજોગોમાં ગઈકાલે સવારથી મોરબી ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા કે.બ.ઝાલા,એસડીએમ મોરબી,પ્રાંત અધિકારી હળવદ,મામલતદાર,નર્મદાયોજનાના અધિકારીઓ તેમજ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા મોરબીથી હળવદ સુધીના નર્મદા કેનાલ કાંઠાના તમામ ગામોમાં ઝુંબેશ રૂપી ચેકિંગ કરી ગામે ગામ ખેડૂત આગેવાનો અને સરપંચ સાથે મીટીંગ કરી પાણી ચોરી બંધ કરવા તાકીદ કરી હતી,

વધુમાં મોરબી ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા અને એસડીએમ ના આ સંયુક્ત ઓપરેશન મોરબીના ખાખરેચી થી શરુ કરાયું હતું બાદમાં નવા ઘાટીલા,જુના ઘાટીલા,વેજલપર, અજિતગઢ,ટિકર, જોગડ,નવામાલણીયા અને હળવદ ખાતે પૂર્ણ કરાયું હતું.

સંયુક્ત ટીંમ દ્વારા ગામે-ગામ ખેડૂત આગેવાન અને સરપંચ સાથે મીટીંગ યોજવામાં આવી હતી અને તમામ ને પાણી સમસ્યાની ગંભીરતા સમજાવી તાકીદે બકનળી,મશીનો ઉપાડી લેવા તાકીદ કરવામાં આવી હતી અને જો પાણીચોરી બંધ નહિ થાય તો કડક કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે નર્મદા કેનાલમાંથી પાણી ચોરી કરી હાલમાં ખેડૂતો દ્વારા ચોમાસા પૂર્વે આગોતરું વાવેતર કરવામાં આવી રહ્યું છે પરિણામ સ્વરૂપ રાજકોટ મોરબીને પૂરતો જળ જથ્થો મળતો નથી

એસઆરપીનું રાઉન્ડ ધી કલોક ચેકિંગ

નર્મદા કેનાલ માં થતી પાણી ચોરી અટકાવવા માટે મોરબી થી હળવદ સુધી એસઆરપી અને નર્મદાના અધિકારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ શરુ કરી દેવામાં આવ્યું છે અને હવે જો કોઈ ગામના ખેડૂતો દ્વારા પાણી ચોરી કરવામાં આવશે તો કડક હાથે કાનૂની કાર્યવાહી કરવા રાજ્ય સરકારે સૂચના આપી છે

પાણીચોરી અટકાવવાની જવાબદારી સરપંચને સોંપાઈ

ગઇકાલે પોલીસ,મહેસુલ વિભાગ અને નર્મદાના અધિકારીઓ દ્વારા પાણી ચોરી ડામવા સંયુક્ત ઝુંબેશ હાથ ધરાયા બાદ ગામે-ગામ મીટીંગ યોજી તમામ ગામના સરપંચને પાણી ચોરી ન થાય તે જોવાની જવાબદારી તંત્ર દ્વારા સોંપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.