Abtak Media Google News

ડોક્ટર: તમને કોઇ બિમારી નથી, બસ આરામની જરૂર છે. મહિલા: પરંતુ તમે મારી જીભ તો જોઇ નહીં? ડોક્ટર: તેને પણ આરામની જરૂર છે…! દર્દી: હું રોજ 50 રૂપિયાની દવા લઈ રહ્યો છું, પણ કંઈ ફાયદો નથી થતો. ડોક્ટર: હવેથી તું 40 રૂપિયાવાળી દવા લઈ જા, જેનાથી તને 10 રૂપિયાનો ફાયદો થશે.

મજાક ક્યારેક ભારે પણ પડી શકે છે તો ક્યારેક હસવામાંથી ખસવું પણ થઇ જાય: બાળપણની હસીમજાકની ધીંગામસ્તી ઘણું શીખવી જતું હતું: નાની જોક પણ તણાવ દૂર કરી શકે છે: વર્ષમાં 1લી એપ્રિલે ફૂલ્સ ડે અને 1લી જુલાઇ જોક ડેમાં આખી દુનિયા મજાક મસ્તી કરે છે

1847માં ન્યુયોર્ક મેગેઝિને પ્રથમવાર પોતાના માસિકમાં જોક પ્રકાશિત કર્યા હતા: આજે કોમેડી ફિલ્મો અને નાટકો જોનારો વર્ગ મોટો છે: સ્ટેન્ડબાય કોમેડી સાથે સોશિયલ મીડિયાના ઘણા વીડિયો રમુજ પ્રસરાવે છે: આખો દિવસની દોડધામ બાદ થોડી હસીમજાક તંદુરસ્તી માટે લાભદાયક છે

આજના યુગમાં જીવનમાં જેની અતી જરૂર છે એ ‘હાસ્ય’ જેમાંથી ઉત્પન થાય છે એ જોક-રમુજ-મજાકનો વૈશ્ર્વિક દિવસ છે. આપણી તંદુરસ્તી સાથે હાસ્યને સીધો સંબંધ હોવાથી મિત્રો-પરિવાર સાથે દિવસ દરમ્યાન વિવિધ ક્ષણો માળવી જોઇએ. જુની ફિલ્મોની કોમેડી આપણને બહુ ગમતી કારણ કે નિર્દોષ હાસ્ય સભર જોની વોકર, મહેમુદ જેવા કલાકારો મજા કરાવી દેતા. એ જમાનામાં હાસ્ય કલાકારોને માટે એક-બે ગીત પણ ફિલ્માંકન કરતા હતા. હિન્દી બાદ ગુજરાતમાં રમેશ મહેતાનો એક યુગ આવ્યો જેમાં તેને જોવા પણ ફિલ્મોમાં રસ વધુ રહેતો. આજની ફિલ્મોમાં હિરો પોતે કોમેડી કરતો હોવાથી કોમેડીયનનો યુગ આથમી ગયો છે.

આપણાં જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણ-સમય બાળપણની ધીંગામસ્તી-મજાકનો હોય છે. દુનિયામાં 1લી એપ્રિલ ફૂલ્સ ડે અને 1લી જુને જોક ડેના બે દિવસોએ આખી દુનિયા કિલકિલાટ હાસ્ય સાથે જોડાય છે. મજાક આપણાં મન અને મગજને તંદુરસ્ત રાખે છે. ઘણીવાર મજાક ભારે પણ પડી શકે છે તો ક્યારેક હસવામાંથી ખસવું થઇ જાય છે. હસી-મજાક માનવીનો તણાવ દૂર કરી શકે છે. સમગ્ર દુનિયામાં પ્રથમવાર 1847માં ન્યુયોર્ક મેગેજીને પોતાના માસિકમાં જોક પ્રકાશીત કર્યા છે. આજે પણ અખબારોની પૂર્તિમાં થોડી જગ્યા જોક માટે હોય છે.

બદલાતા યુગમાં મજાક-મસ્તી-જોક પણ બદલાયા અને નવારંગરૂપ સાથે અત્યારે જોવા પણ મળે છે. આજે કોમેડી ફિલ્મો અને નાટકો જોવાનો ક્રેઝ છે, તો સ્ટેન્ડઅપ કોમેડિયનનો જમાનો આવી ગયો છે. આજના સોશિયલ મીડિયા પણ મજાક-જોક-મસ્તીને વેગ આપતા ઘણા મિક્સ વાયરલ થઇને દુનિયાભરમાં ફેલાઇ જાય છે. ઘણા કાર્ટુન સાથે હાસ્યની વાતો પણ વિવિધ માધ્યમો દ્વારા પ્રસાર થઇ રહ્યા છે. ઘણા વીડિયો હાસ્યસભર હોવાથી આપણે મિત્ર સર્કલમાં શેર પણ કરીએ છીએ. વૈશ્ર્વિક સ્તરે હાસ્યની સવારી લેવા કઘક અને છઘકઋ ક્ષણોનો પણ આપણે અનુભવ કરીએ છીએ.

આજનો દિવસ આનંદ માણવાનો છે, લોકપ્રિય કહેવત છે કે ‘હાસ્ય શ્રેષ્ઠ દવા’ છે. મુવીઝના મીમ્સ, જોક્સ અને રમુજી દ્રશ્યો પણ આનંદોત્સવ કરાવી જાય છે. વિશ્વભરમાં હાસ્ય શેર કરવા અને કોઇના ચહેરા પર સ્મિત લાવવા આજનો દિવસ મહત્વનો છે. હાસ્ય સાથે સંકળાયેલા અઢળક સ્વાસ્થ્ય લાભોનો પણ પ્રચાર-પ્રસાર કરવો જરૂરી છે. એક નાનકડી તંદુરસ્ત મજાક શરીરમાં હકારાત્મક, ભાવનાત્મક અને શારીરીક ફેરફારોનું કારણ બને છે. 1990માં અમેરિકન નવલકથાકાર વેઇન રેનાગેલે તેના જોક પુસ્તકનું માર્કેટીંગ કરવા આ દિવસ પ્રારંભ કર્યો હતો. તેમની ઓફિસમાં જોક્સ, મેમોઝ અને કાર્ટુન પિન અપ્સ કર્યા હતા. યુએસની આ ઉજવણી ધીમે ધીમે વિશ્વભરમાં ફેલાઇ ગઇ હતી.

હસી-મજાક કોઇને હાની પહોંચાડતી ન હોવી જોઇએ અને કોઇની વ્યક્તિ કોમેન્ટ કે તેને ખોટુ લાગી જાય તેવી પણ ન હોવી જોઇએ. ઘણીવાર તમારા ગૃપમાં કોઇ મિત્ર તમને કહી દે છે કે મને મજાક-મસ્તી પસંદ નથી. મોટાભાગના ટુચકાઓ કડવું સત્ય જણાવે છે. દરેક વ્યક્તિમાં રમુજની ભાવના પડી હોય છે, ઘણીવાર જોક્સ પર ન હસતા લોકો તેના અભિપ્રાયો પર હસતા હોય છે. ઘણા આજના યુવા વર્ગ હાસ્ય વગરનાં દિવસને બેકાર ગણે છે. આપણાં પરિવાર કે મિત્ર સર્કલમાં રમતિયાળ સ્વભાવ વાળાની બોલબાલા હોય છે. આપણાં દેશમાં ગુજ્જુભાઇના નાટકો ખૂબ જ જાણીતા બની ગયા છે.

હાસ્ય સભર તમામ પ્રકારની ક્ષણ અને પળ જીવન પર સકારાત્મક અસરની યાદ અપાવે છે. ઘણા લોકો તેના ફોટામાં પણ હસતા હોતા નથી, તેથી વિવિધ એપના માધ્યમથી તેનો ચહેરો હસતો કરીને સોશિયલ મીડિયામાં ફોટો મિત્રો શેર કરીને પણ તેની ઠેકડી ઉડાડતા હોય છે. માનવીઓ તેમના ઇતિહાસના મોટા ભાગ માટે ટુચકાઓ કહેતા આવ્યા છે. વિશ્વની સૌથી જુની રેકોર્ડ કરાયેલ મજાક 1900 બીસીમાં પ્રાચિન સુમેરિયનનો દ્વારા શોધી હતી. હાસ્ય-એક માનવી માટે મિત્રનો સંકેત આપે છે. તમને આવડતા જોક મિત્રોને સંભળાવી તેને પણ હસાવો.

આજે વર્ષનો મધ્ય દિવસ: હસો…હસાવો…ને માણો આનંદ

એક રોચક આંકડા મુજબ 0 થી 4 વર્ષનું બાળક દિવસમાં અંદાજે 200થી વધુ વાર હસે છે, જ્યારે મોટા તો માત્ર ચાર-પાંચવાર, એ પણ હસે તો હસે. મૂર્ખ શબ્દ હોય, એક ચતુર વનલાઇનર હોય કે પછી આનંદી વાર્તા હોય, એક સારી મજાક દિવસને ઉજ્જવળ કરે છે. જોક્સ સદીઓથી માનવ સંસ્કૃતિનો એક ભાગ છે. પ્રાચિન ગ્રિક અને રોમન પાસે ઘણા ટુચકાઓ હતા. શેક્સપિયર પણ તેના 1800 દાયકાની શરૂઆતમાં રમૂજનો ઉદય સદીના અંત સુધીમાં સ્ટેન્ડઅપ કોમેડી મનોરંજનનું લોકપ્રિય માધ્યમ બની ગયું. 1470માં પણ જોક્સનો કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયો હતો.

“એક રૂમમાં પાંચ સ્ત્રીઓ શાંત બેઠી હતી”વન લાઇનર જોક

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.