Abtak Media Google News

જૂનાગઢ જિલ્લામાં સીએમઓ અને પી.જી.પોર્ટલ પર એકય અરજી પેન્ડીંગ નથી, તમામ અરજીઓનો સમય મર્યાદમાં ઉત્તર અપાયો

હાલમાં જૂનાગઢ જિલ્લામાં પીએમઓ અને પીજી પોર્ટલ પર એક પણ પેન્ડિંગ નથી. એટલે કે, ઓનલાઈન પ્રધાનમંત્રીના અને મુખ્યમંત્રીના કાર્યલયને જૂનાગઢ જિલ્લાની રજૂઆત- ફરિયાદનુ  નિરાકરણ કરવામાં આવ્યું છે. આ માટે અરજદારોને તેમની ફરિયાદ-રજૂઆત પ્રત્યનો જવાબ સમયમર્યાદામાં રજૂ કરી દેવામાં આવ્યો છે.

જિલ્લા વહીવટી તંત્ર ‘નો પેન્ડન્સી’ ની નેમ સાથે કામ કરી રહ્યું છે. નાગરિકોની એક પણ અરજી પેન્ડિંગ ન રહે અને સમયમર્યાદામાં રજૂઆતોનો સકારાત્મક ઉકેલ આવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરતુ લક્ષ્ય સેવવામાં આવી રહ્યું છે. આ માટે જિલ્લાની રજૂઆતો-ફરિયાદોનું  નિવારણ માટે અસરકારક વ્યહરચના બનાવવામાં આવી છે. જિલ્લાના જુદા-જૂદા વિભાગો સાથે સંક્રિય સંકલન રાખીને નાગરિકોની રજૂઆતોનો સમયમર્યાદમાં ઉત્તર પાઠવવામાં આવે છે.    ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પીજી પોર્ટલમાં ત્રણ જિલ્લાની એક પણ અરજી પેન્ડિંગ નથી. તેમાંથી જૂનાગઢ જિલ્લો એક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.