Abtak Media Google News

ખેડુતોને વહેલા તે પહેલાનાં ધોરણેબીજ વિજ્ઞાન વિભાગ કૃષિ યુનિ. ખાતેથી ઠરાવેલા ભાવથી વેચાણ થશે

સૈારાષ્ટ્ર વિસ્તારનાં ખેડુતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે મગફળી અર્ધવેલડી, ઉભડી જાતો તથા તુવેર અડદ તલ અને સોયાબીનની સર્ટીફાઇડ અને ટુથફુલ (વિશ્વાસપાત્ર) જાતોનાં બીયારણોનું તા. ૧૬મી મે ૨૦૧૯થી બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ(મેગાસીડ) કૃષિ મહાવિદ્યાલય જૂનાગઢ કૃષિ મહાવિદ્યાલય કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતેથી વહેલા તે પહેલાનાં ધોરણે વેચાણ શરૂ થનાર છે.

Advertisement

બિયારણના ભાવની વિગતો જોઇએ તો મગફળી (જીજેજી-૨૨) સર્ટીફાઈડ બીયારણનાં સબસીડી સહાય વિનાનો ભાવ રૂ.૨૬૦૦/- પ્રતિ બેગ (૩૦ કિલો) સબસીડી સહાય સાથેનો ભાવ રૂ.૧૩૦૦/- પ્રતિ બેગ (૩૦ કિલો) છે. તે જ રીતે તુવેર (જીજેપી-૧) સર્ટીફાઈડ સબસીડી સહાય વિનાનો ભાવ રૂ.૧૮૦/- પ્રતિ બેગ (૨ કિલો), સબસીડી સહાય સાથેનો ભાવ છે રૂ.૯૦/- પ્રતિ બેગ (૨ કિલો), જ્યારે મગફળી (જીજી-૨૦)નાં સર્ટીફાઈડ બીયારણ માટે સબસીડી સહાય વિનાનો ભાવ રૂ.૧૭૦૦/- પ્રતિ બેગ (૩૦ કિલો) છે આ મગફળી જીજી-૨૦માં સબસીડીની જોગવાઇ નથી.

આવી જ રીતે સબસીડી રહીત કેટલીક ખરીફ ઋતુમાં વાવેતર કરી શકાય તેવા વિશ્વાસપાત્ર બિયારણોનાં ભાવો જોઇએ તો મગફળી (જીજી-૨૦, જીજેજી-૨૨ જીજેજી-૩૧ તથા ટીજી ૩૭એ) સબસીડી સહાય વિનાનો ભાવ રૂ.૧૭૦૦/- પ્રતિ બેગ (૩૦ કિલો) છે. અડદ (ગુજરાત અડદ-૧) સર્ટીફાઈડ/  ટ્રુથફૂલ (વિશ્વાસપાત્ર) સબસીડી સહાય વિનાનો ભાવ રૂ.૧૫૦/- પ્રતિ બેગ (૨ કિલો) છે. તુવેર (જીજેપી-૧, બીડીએન-૨) ટ્રુથફૂલ (વિશ્વાસપાત્ર) સબસીડી સહાય વિનાનો ભાવ રૂ.૧૫૦/- પ્રતિ બેગ (૨ કિલો) છે. તલ (ગુજરાત તલ-૨) ટ્રુથફૂલ (વિશ્વાસપાત્ર) સબસીડી સહાય વિનાનો ભાવ રૂ.૧૮૦/- પ્રતિ બેગ (૧ કિલો) છે. સોયાબીન (જીજેએસ-૩) ટ્રુથફૂલ (વિશ્વાસપાત્ર) સબસીડી સહાય વિનાનો ભાવ રૂ.૧૨૦૦/- પ્રતિ બેગ (૨૫ કિલો) છે.

બિયારણનાં ભાવો અને વેચાણનાં જથ્થા સંબંધે વધુ માહિતી માટે સીડ સાયન્સર અને ટેકનોલોજી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનો ફોન નં.૦૨૮૫-૨૬૭૫૦૭૦ તથા ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૯૦ પીબીએક્ષ ૪૪૯-૪૫૦ થી સંપર્ક કરવો.  વેચાણનો સમય સવારના ૯:૦૦ થી ૧૨:૦૦ તથા બપોરના ૩:૦૦ થી ૫:૦૦ જ્યારે વેચાણનું સ્થળ બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે રાખેલ છે.

સબસીડીનો લાભ મેળવવા માટે નવો ૮-અ નો ઓરીજીનલ દાખલો, આધાર કાર્ડ અને બેંકની પાસબુક ઈંઋજઈ વાળીની ઝેરોક્ષ સાથે ઓરીજીનલ પાસબુક ડોક્યુમેન્ટ ચકાસણી માટે સાથે લાવવા. ત્રણેય આધાર પુરાવા એક જ સરખા નામના હોવા જોઈએ. સબસીડીનો લાભ ૮ (અ)નાં દાખલામાં દર્શાવેલ જમીનના પ્રમાણમાં વધુમાં વધુ બે હેક્ટર સુધી મળશે.તેમ બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં ડો. ભાટીયાની યાદીમાં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.