Abtak Media Google News
  • જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં દેશ અને રાજ્યભરમાંથી પધારતા ભાવિકોને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ
  • ભવનાથ તળેટી વિસ્તાર સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં આવતા ૨૭ ગામમાં પ્લાસ્ટિક સંપૂર્ણપણે પ્રતિબંધિત છે : તંત્રને સહકાર આપવા અનુરોધ
  • પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા ૩ Junagadh district administration requests visitors from all over the country and state not to bring plastic items to the Mahashivratri fair.મોબાઈલ ટીમોની રચના : નિયમોનુસાર દંડાત્મક કાર્યવાહી કરશે
  • ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક જતું અટકે તે માટે ગિરનાર નવી તથા જૂની સીડી અને દાતારના એન્ટ્રી પોઇન્ટ પર ૩ ટીમ કાર્યરત

જૂનાગઢ ન્યૂઝ :  આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો તા.૫ માર્ચે વિધિવત રીતે પ્રારંભ થશે. ત્યારે મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા પર્યાવરણ અને પ્રકૃતિ માટે હાનિકારક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપવાની સાથે સમયાંતરે તેની સમીક્ષા કરી રહ્યા છે. કલેકટરશ્રીએ મહાશિવરાત્રીના મેળામાં ખાસ દેશ અને રાજ્યભરમાંથી આવતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા અને તંત્રને જરૂરી સહયોગ આપવા અપીલ કરી છે.

આ સંદર્ભે નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશીએ જણાવ્યું કે, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ મુજબ પ્લાસ્ટિક પ્રતિબંધની જોગવાઈ થયેલ છે. જેની અમલવારી માટે ત્રણ સ્ટેશન ટીમ અને ત્રણ મોબાઇલ ટીમની રચના કરવામાં આવી છે, સ્ટેશન ટીમ ગિરનાર પર્વતની નવી અને જૂની સીડી ઉપરાંત દાતારના એન્ટ્રી પોઇન્ટ પર કાર્યરત છે અને ગિરનાર પર પ્લાસ્ટિક જતું અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરશે.

પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અટકાવવા માટે ૩ મોબાઈલ ટીમ કાર્યરત રહેશે, જે મહાશિવરાત્રીના મેળા સહિતના વિસ્તારમાં ફરીને પ્લાસ્ટિક વપરાશને અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરશે સાથે જ આ કાયદાની અમલવારીમાં સહકાર ન આપવામાં આવે તો દંડ સહિતની કડક કાર્યવાહી કરશે.

ઉલ્લેખનીય છે કે, ગિરનાર અભયારણ્ય ઉપરાંત ભવનાથ તળેટી વિસ્તાર સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં આવતા ૨૭ ગામમાં પ્લાસ્ટિક સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.

પ્લાસ્ટિક પ્રતિબંધની અસરકારક અમલવારી અને પ્લાસ્ટિકથી પ્રકૃતિ અને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે જનજાગૃતિ ઝુંબેશ પણ ચલાવવામાં આવશે. ગિરનાર સીડી પર પણ હિન્દી ઈંગ્લીશ ગુજરાતી ભાષા ઉપરાંત મહારાષ્ટ્રમાંથી સવિશેષ દત્તાત્રેય ભગવાનના દર્શન માટે ભાવિકો આવતા હોવાથી મરાઠીમાં પણ જનજાગૃતિ અર્થેના સાઈન બોર્ડ બેનર મુકવામાં આવ્યા છે. તેમજ ૨૫૦ જેટલી ડસ્ટબિન મૂકવામાં આવી છે.

મહાશિવરાત્રીના મેળા દરમિયાન ગિરનાર સીડી પર સફાઈનું સ્તર પણ જળવાઈ રહે તે માટે વધારાના ૨૦૦થી વધારે સફાઈ કર્મીઓ કાર્યરત રહેશે. ઉપરાંત વનવિભાગના અન્ય ડિવિઝનના અધિકારીઓ કર્મચારીઓ મેળા દરમિયાન ફરજરત રહેશે. તેમ નાયબ વન સંરક્ષકશ્રીએ જણાવ્યું હતું.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.